Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Dwarka News : જિંદગી સામે જંગ હારી એન્જલ, ડોક્ટરે મૃત જાહેર કરી

Dwarka News : નવા વર્ષના પહેલા જ દિવસે દેવભૂમિ દ્વારકાના રાણ ગામમાંથી એક પરિવારની નાની અઢિ વર્ષની બાળકી એક બોરવેલમાં પડી ગઇ હતી. જેની જાણ થતા તંત્ર દ્વારા તેને બહાર કાઢવા માટે સતત 8 કલાક મહેનત કરવામાં આવી હતી. જોકે,...
11:06 PM Jan 01, 2024 IST | Hardik Shah

Dwarka News : નવા વર્ષના પહેલા જ દિવસે દેવભૂમિ દ્વારકાના રાણ ગામમાંથી એક પરિવારની નાની અઢિ વર્ષની બાળકી એક બોરવેલમાં પડી ગઇ હતી. જેની જાણ થતા તંત્ર દ્વારા તેને બહાર કાઢવા માટે સતત 8 કલાક મહેનત કરવામાં આવી હતી. જોકે, તંત્ર દ્વારા 8 કલાક મહેનત બાદ બાળકીને બહાર કાઢી લેવાઈ હતી. પણ તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, તે જિંદગીની સામે જંગ હારી ગઇ છે.

હોસ્પિટલમાં ડૉક્ટરે મૃત જાહેર કરી

તંત્ર દ્વારા 8 કલાકની મહેનત બાદ બાળકીને બોરવેલમાંથી બહાર કઢાઈ હતી. જે દરમિયાન તેને બહાર કાઢવામાં આવી ત્યારે એવું કહેવામાં આવી રહ્યું હતું કે બાળકીને બચાવી લેવામાં આવી છે. પણ તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, બાળકીનું જિંદગી સામે જંગ હારી ચુકી છે. બોરવેલમાંથી જ્યારે તેને બહાર કઢાઈ કે તુરંત જ તેને હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવી હતી. જ્યા ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. જણાવી દઇએ કે, આજે અચાનક Dwarka News માં આવી ગયું જ્યારે ખબર પડી કે જિલ્લાના રાણ ગામમા બાળકી બોરવેલમાં ફસાઇ ગઇ હતી. સૌ લોકોના શ્વાસ અદ્ધર થઇ ગયા હતા.

તંત્રએ બાળકીને બચાવવાનો પૂરો કર્યો પ્રયત્ન

અઢી વર્ષની એન્જલ નામની બાળકી રમતાં રમતાં બોરવેલમાં પડી જતાં તાત્કાલિક વહિવટીતંત્રને જાણ કરાઇ હતી. તે પછી તાત્કાલિક દેવભૂમિ દ્વારકાના તંત્ર દ્વારા બાળકીને બચાવાના પ્રયાસો શરુ કરવામાં આવ્યા હતા. NDRF ની ટુકડીને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી. એન્જલ ઓપરેશન અંદાજે 8 કલાક જેટલું ચાલ્યું પણ આખરે તંત્રને સફળતા મળી. મળી રહેલી માહિતી અનુસાર, હાલમાં બાળકીને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી છે.

આ પણ વાંચો - Devbhumi Dwarka: 30 ફૂટ ઉંડા બોરવેલમાં બાળકી ફસાઈ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
BorewellDevbhumi DwarkaDwarkaDwarka NewsGujaratGujarat FirstGujarat Newsrescue-operation
Next Article