ખંભાળિયા-જામનગર હાઈવે પર ઉભા કરાયેલા દબાણો ઉપર તંત્રનું બુલડોઝર
- ખંભાળિયા-જામનગર હાઈવે ઉપર દબાણ દૂર કરાયા
- કોમર્શિયલ બાંધકામો ઉભા કરી દેવામાં આવ્યા
- દબાણ દૂર કરવા અનેક નોટિસ આપવામાં આવી
Dwarka Demolition : ગુજરાતના જામનગરમાં આવેલા જામ-ખંભાળિયા પૈકી ખંભાળિયા વિસ્તારમાં ફરી એકવાર સરકારી વહીવટી તંત્ર દ્વારા દબાણ દૂર કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યવાહી હેઠળ આ વખતે દ્વારકા-ખંભાળીયા હાઈવે ઉપર જે ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. તેના અંતર્ગત તંત્રનું બુલડોઝર ગેરકાનૂની હોટેલો અને દુકાનો પર ફળી વળ્યું હતું. જોકે આ હોટેલ અને દુકાનોમાં સતત વધારો થવા લગ્યો હતો. તેના કારણે આ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
કોમર્શિયલ બાંધકામો ઉભા કરી દેવામાં આવ્યા
મળતી માહિતી મુજબ, સતત વિકસતા જતા ખંભાળિયા-જામનગર તેમજ ખંભાળિયા-દ્વારકા હાઈવે ઉપર વધી રહેલા જમીના ભાવ માટે સરકારી જમીનના વિસ્તાર ઉપર ઠેર-ઠેર દબાણો વિરુદ્ધ તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે આજરોજ જામનગર હાઈવે ઉપર સરકારી જગ્યા ઉપર કોમર્શિયલ દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.તો ખંભાળિયાથી જામનગર તરફ જતા હાઈવે માર્ગ ઉપર આવેલા માંઢા ગામમાં આરાધના ધામ સામે કેટલાક શખ્સો દ્વારા સરકારી જમીનને વણાંકી લઈ અને કોમર્શિયલ બાંધકામો ઉભા કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: પતિએ ચિઠ્ઠીમાં લખ્યું, મારી પત્ની તેના ભાઈ સાથે શારીરિક સુખ માણતી અને....
દબાણ દૂર કરવા અનેક નોટિસ આપવામાં આવી
સરકારી તંત્ર દ્વારા દબાણકર્તાને દબાણ સ્વૈચ્છિક રીતે દૂર કરવા અનેક નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં પણ આ નોટિસને નજરઅંદાજ કરી હતી. ત્યારે આખરે તંત્રએ આજરોજ લાલ આંખ કરી હતી. જેના અનુસંધાને અહીંના પ્રાંત અધિકારી કે.કે. કરમટાના સીધા માર્ગદર્શન હેઠળ અહીંના મામલતદાર વિક્રમ વરુ તેમજ સ્ટાફ દ્વારા પોલીસ તંત્રને સાથે રાખીને જે.સી.બી. જેવા સાધનોની મદદથી દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી.
આ પણ વાંચો: Rajkot : ધો.12 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો આપઘાત, સુસાઈડ નોટમાં કહી આ વાત