Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Diwali 2024 માં ફટાકડાથી ફેફસાના કેન્સરને આ રીતે બચાવી શકાય છે

Diwali Firecrackers Pollution : ફિલ્ટરવાળા માસ્કનો ઉપયોગ કરવો જોઈએ
diwali 2024 માં ફટાકડાથી ફેફસાના કેન્સરને આ રીતે બચાવી શકાય છે

Diwali Firecrackers Pollution : Diwali એ ભારતનો સૌથી મોટો તહેવાર છે. આ સમય દરમિયાન દરેક વ્યક્તિ પોતાના સંબંધીઓને મળે છે અને Diwali ની શુભકામનાઓ પાઠવે છે. તો Diwali ના દિવસે પ્રિયજનો અને પરિવારના લોકો એકસાથે મળીને Firecracker પણ ફોડે છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી ભારતમાં પર્યાવરણને પુષ્કળ પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. તેના કારણે દેશના અનેક રાજ્યોમાં Diwali ના દિવસે Firecracker એ ફોડવા ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. તે છતાં લોકો Firecracker ફોડે છે અને પ્રદૂષણ ફેલાવે છે. ત્યારે આ પ્રદૂષણથી Lungs ને કેવી રીતે બચાવી શકાય, તેના ઉપાયો નીચે દર્શાવવામાં આવ્યા છે.

Advertisement

Lungs નું કેન્સર પણ થઈ શકે છે

  • Diwali ની રાત્રે શ્વાસ સંબંધિત બીમારી ધરાવતા વ્યક્તિઓએ બહાર નીકળવું ના જોઈએ. સામાન્ય લોકોના Lungs એ માટે પણ આ સમય ઘણો ખતરનાક હોય છે. આ સમયે હવા એટલી ઝેરી બની જાય છે કે તમને Lungs નું કેન્સર પણ થઈ શકે છે. જો તમે પહેલાથી જ અસ્થમા અથવા શ્વસન સંબંધી રોગોના દર્દી છો, તો તમારા Lungs ની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. તેથી તમારે વધુ સાવચેત રહેવું જોઈએ. આવા લોકો પાસે ચોક્કસપણે ઇન્હેલર હોય છે.

કેટલીક સારી કસરતો કરવી જોઈએ

  • N95 માસ્ક જેવા સારા ફિલ્ટરવાળા માસ્કનો ઉપયોગ કરવો જોઈએ જેથી હવામાં રહેલા ઝેર તમારા શરીરમાં પ્રવેશી ન શકે. તમારે આ સમયે શ્વાસ લેવાની કેટલીક કસરતો કરતા રહેવું જોઈએ જેથી કરીને Lungs એ મજબૂત બને. તેનાથી તમારા Lungs એ ની ક્ષમતામાં વધારો થશે અને તેઓ સારી રીતે કામ કરી શકશે. તેથી જ્યારે પણ તમારી આસપાસ વધુ પ્રદૂષણ હોય, ત્યારે તમારે તમારા Lungs ને મદદ કરવા માટે કેટલીક સારી કસરતો કરવી જોઈએ જેથી કરીને તમને વધુ તકલીફ ન પડે.

વરાળ શ્વાસમાં લેવાથી શ્વાસનળી સાફ થાય છે

  • Diwali ના સમયે નાસ લેવાનું પણ સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક હોય છે. વરાળ શ્વાસમાં લેવાથી શ્વાસનળી સાફ થાય છે અને ખુલે છે જેથી તમે સારી રીતે શ્વાસ લઈ શકો. જ્યારે તમને શ્વાસ લેવામાં તકલીફ થાય ત્યારે તમે ગરમ પાણીનો નાશ લઈ શકો છો. આ ઉપરાંત તમે ડૉક્ટર દ્વારા ભલામણ કરેલ કેપ્સ્યુલ્સનો ઉપયોગ કરીને પણ નેબ્યુલાઈઝ કરી શકો છો.

પોતાને હાઇડ્રેટ રાખવાનું ભૂલશો નહીં

  • આ સમય દરમિયાન તમારા શરીરને હાઇડ્રેટ રાખવું પણ ખૂબ જ જરૂરી છે. આમ કરવાથી તમારી મ્યુકસ મેમ્બ્રેન ભેજવાળી રહે છે. આ તમારા Lungs માંથી તમામ પ્રકારના સંચિત પ્રદૂષણ અથવા ગંદકીને દૂર કરે છે. તેથી સમયાંતરે પાણી પીતા રહો અને પોતાને હાઇડ્રેટ રાખવાનું ભૂલશો નહીં.

આ પણ વાંચો: Diwali ઉપર આ પક્ષીઓને જોવાથી દિવાળીમાં સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે

Advertisement
Tags :
Advertisement

.