Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Diwali ના તહેવારની વિશ્વના અગ્રીમ નેતાઓએ આ રીતે ઉજવણી કરી

Diwali Celebrations Worldwide : પાકિસ્તાનના પીએમે Diwali ની શુભેચ્છા પાઠવી
diwali ના તહેવારની વિશ્વના અગ્રીમ નેતાઓએ આ રીતે ઉજવણી કરી
  • White House ના બ્લૂ રૂમમાં દીવો પણ પ્રગટાવ્યો
  • પાકિસ્તાનના પીએમે Diwali ની શુભેચ્છા પાઠવી
  • UAE ના શાસકએ Diwali ની શુભેચ્છા પાઠવી

Diwali Celebrations Worldwide : ભારતમાં Diwali નો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. વિશ્વના ઘણા મોટા નેતાઓએ Diwali ની ઉજવણી કરી છે અને શુભેચ્છાઓ આપી છે. America ના રાષ્ટ્રપતિના નિવાસસ્થાને Diwali ની ઉજવણીએ ખાસ ધ્યાન ખેંચ્યું છે. White Houseમાં Diwali ની ઉજવણી દરમિયાન સૈનિક બેન્ડે ઓમ જય જગદીશ હરે વગાડ્યું હતું. આ દરમિયાન સાંસ્કૃતિક વિવિધતાનો અનોખો નજારો જોવા મળ્યો હતો.

Advertisement

White House ના બ્લૂ રૂમમાં દીવો પણ પ્રગટાવ્યો

White House માં Diwali ના કાર્યક્રમમાં રાજકારણીઓ, અધિકારીઓ અને કોર્પોરેટ જગતના લગભગ 600 ભારતીય અમેરિકનોએ ભાગ લીધો હતો. આ દરમિયાન White House ના બ્લૂ રૂમમાં દીવો પણ પ્રગટાવ્યો હતો અને બધાને Diwali ની શુભકામનાઓ પાઠવી હતી. ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનિસે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને Diwali ની શુભેચ્છા પાઠવી છે. તેમણે Diwali ને રોશનીનો તહેવાર ગણાવ્યો હતો અને કહ્યું હતું કે તેને ખુશીથી ઉજવવો જોઈએ.

Advertisement

આ પણ વાંચો: Diwali પર આ રીતે રાખો તમારી ત્વચાની સંભાળ, ફટાકડાના ધુમાડાની નહીં થાય અસર

પાકિસ્તાનના પીએમે Diwali ની શુભેચ્છા પાઠવી

UK PM Keir Starmer એ Diwali ની ઉજવણી કરતી તસવીર શેર કરી છે. તેમણે લખ્યું કે, યુકેમાં Diwali ની ઉજવણી કરનારા તમામને ખૂબ ખૂબ અભિનંદન. હું તમને અને તમારા પરિવારને Diwali ની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આ તહેવાર એકસાથે આવવાનો અને અંધકાર પર વિજય મેળવવાનો છે. પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે પણ Diwali ની શુભેચ્છા પાઠવી છે.

Advertisement

UAE ના શાસકએ Diwali ની શુભેચ્છા પાઠવી

UAE ના શાસક શેખ મોહમ્મદ બિન ઝાયેદે અલગ-અલગ ટ્વીટ કરીને Diwali ની શુભેચ્છા પાઠવી છે. તેમણે લખ્યું કે, UAE અને વિશ્વભરમાં Diwali ની ઉજવણી કરી રહેલા તમામ લોકોને હાર્દિક શુભેચ્છાઓ. પ્રકાશનો આ પવિત્ર તહેવાર દરેકના જીવનમાં ખુશીઓ લાવે અને ભગવાન તમને અને તમારા પરિવારને હંમેશા સુરક્ષિત રાખે. તમારા હૃદયનો પ્રકાશ તમને સંવાદિતા, કરુણા અને એકતાના માર્ગ પર માર્ગદર્શન આપે.

આ પણ વાંચો: દિવાળી પછી આ 5 ડ્રિંક્સ પીવાનું શરૂ કરો, શરીરમાંથી પ્રદૂષણનો કચરો દૂર થશે

Tags :
Advertisement

.