Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Diwali 2024 : ગુજરાત, અમદાવાદ, PM મોદીના વિઝન, CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અંગે મહાચર્ચા!

દિવાળી (Diwali 2024) નિમિત્તે ગુજરાત ફર્સ્ટ તેના દર્શકો માટે એક ખાસ કાર્યક્રમ લઈને આવ્યું છે. અમદાવાદની (Ahmedabad) ઓળખ એવા રિવરફ્રન્ટથી રિવર ક્રૂઝ પર ગુજરાત ફર્સ્ટ દ્વારા મેગા કૉન્ક્લેવ યોજાયો હતો. આ કોન્ક્લેવમાં ગૌરવવંતા, ખમીરવંતા ગુજરાત, અવ્વલ અને સદા અગ્રેસર અમદાવાદની...
diwali 2024   ગુજરાત  અમદાવાદ  pm મોદીના વિઝન  cm ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અંગે મહાચર્ચા

દિવાળી (Diwali 2024) નિમિત્તે ગુજરાત ફર્સ્ટ તેના દર્શકો માટે એક ખાસ કાર્યક્રમ લઈને આવ્યું છે. અમદાવાદની (Ahmedabad) ઓળખ એવા રિવરફ્રન્ટથી રિવર ક્રૂઝ પર ગુજરાત ફર્સ્ટ દ્વારા મેગા કૉન્ક્લેવ યોજાયો હતો. આ કોન્ક્લેવમાં ગૌરવવંતા, ખમીરવંતા ગુજરાત, અવ્વલ અને સદા અગ્રેસર અમદાવાદની વાત કરવામાં આવી. રિવર ક્રૂઝ પરથી ગુજરાત ફર્સ્ટનાં મેગા કૉન્ક્લેવમાં (Gujarat First Mega Conclave) મંત્રી, નેતા, જાણીતા કલાકારો, ઈતિહાસકારો, ઉદ્યોગપતિ અને ગુજરાત ફર્સ્ટનાં એડિટર ઇન ચીફ ડૉ. વિવેકકુમાર ભટ્ટ સહિત દરેક ક્ષેત્રનાં મહાનુભાવો મહાચર્ચામાં જોડાયા હતા અને પોતાનાં અનુભવો વર્ણવ્યા હતા.

Advertisement

ગુજરાત ફર્સ્ટ દ્વારા રિવરફ્રન્ટથી રિવરક્રૂઝ પર મેગા કોન્ક્લેવ યોજાયો

દિવાળી (Diwali 2024) ટાણે ગુજરાત ફર્સ્ટ દ્વારા તેના દર્શકો માટે અમદાવાદનાં (Ahmedabad) રિવરફ્રન્ટથી રિવરક્રૂઝ પર મેગા કોન્ક્લેવ (Mega Conclave on River Cruise) યોજવવામાં આવ્યો હતો. આ વિશેષ રજૂઆતમાં પ્રગતિશીલ, વિકાસશીલ ગુજરાતની વાત કરવામાં આવી હતી. સાથે જ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદનાં (Ahmedabad) વિકાસ, તેની આધુનિકતા, આબોહવા, પ્રોજક્ટ્સ, શોપિંગ ફેસ્ટિવલ, અમદાવાદની માટીની અનોખી રોનક, અનોખા અંદાજ અંગે મહાચર્ચા થઈ હતી, જેમાં દરેક ક્ષેત્રનાં મહાનુભાવોએ ગુજરાત અને અમદાવાદ અંગે પોતાનાં અનુભવો વર્ણવ્યા હતા. ગુજરાત ફર્સ્ટની (Gujarat First) આ વિશેષ રજૂઆત 'રિવર ક્રૂઝ પર મેગા કૉન્ક્લેવ' માં રાજ્ય સરકારના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાત ફર્સ્ટના એડિટર ઇન ચીફ ડૉ.વિવેકકુમાર ભટ્ટ (DR. Vivekkumar Bhatt), જાણીતા ઈતિહાસકાર રીઝવાન કાદરી, જાણીતા લોકસાહિત્યકાર કિર્તીદાન ગઢવી, ચેમ્બર ઓફ કૉમર્સના સેક્રેટરી ગૌરાંગ ભગત, ડૉ. વાંછિની ભટ્ટ, ઉદ્યોગપતિ સુહાગ મોદી જોડાયા હતા.

પહેલાનું ગુજરાત અને આજના ગુજરાતની તસવીર બદલાઈ છે : જગદીશ વિશ્વકર્મા

તમામ મહાનુભાવોએ વડાપ્રધાન મોદીના (PM Narendra Modi) વિઝન અને માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં (CM Bhupendra Patel) નેતૃત્વમાં ગુજરાતનાં અવિરત વિકાસ અંગે મહાચર્ચા કરી હતી અને સાથે જ પોતાનાં અનુભવો પણ વર્ણવ્યા હતા. 'રિવર ક્રૂઝ પર મેગા કૉન્ક્લેવ' માં રાજ્ય સરકારનાં મંત્રી જગદીશ વિશ્વકર્માએ (Jagdishbhai Vishwakarma) કહ્યું હતું કે, પહેલા કોરી કટ નદી, ગંદકી હતી. પરંતુ, આજે સાબરમતી નદીમાં ક્રૂઝ ફરે છે. તેમણે કહ્યું કે, પહેલાનું ગુજરાત અને આજના ગુજરાતની તસવીર બદલાઈ છે. જાણીતા લોકસાહિત્યકાર કિર્તીદાન ગઢવીએ (Kirtidan Gadhvi) જણાવ્યું કે, પહેલા દેશનાં મોટા શહેરોમાં અમદાવાદનું નામ ક્યારેય નહોંતુ. પણ છેલ્લા 20 વર્ષમાં અમદાવાદની છબિ બદલાઈ ગઇ છે. આજે અમદાવાદ વિદેશનાં શહેર જેવું શહેર લાગે. તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદીના વિઝનથી આખું શહેર, રાજ્ય, દેશ બદલાઈ ગયા છે. આપણા ગરબા વિશ્વભરમાં જાણીતા થયા છે. આપણી સરકાર હાલમાં કલાને પોષી રહી છે.

Advertisement

આ પણ વાંચો - Surat : જરૂરિયાતમંદ બાળકો સાથે ગૃહરાજ્યમંત્રીએ Diwali ની ઉજવણી કરી, કહી આ વાત!

ગુજરાત આજે મહિલાઓ માટે સૌથી સુરક્ષિત રાજ્ય છે : ડૉ. વાંછિની ભટ્ટ

ઉદ્યોગપતિ ગૌરાંગ ભગતે (Gaurang Bhagat) વિકાસગાછા વર્ણવી હતી અને કહ્યું કે, PM નરેન્દ્ર મોદીની પોલિસીનાં કારણે ઉદ્યોગોને વેગ મળ્યો છે. હવે, વિશ્વભરનાં લોકો વેપાર કરવા અમદાવાદ આવે છે. આખુ હિન્દુસ્તાન આજે PM નરેન્દ્ર મોદીની સાથે છે. ડૉ. વાંછિની ભટ્ટે (Dr. Vachini Bhatt) કહ્યું કે, ગુજરાત આજે મહિલાઓ માટે સૌથી સુરક્ષિત રાજ્ય છે. રાજ્યની કોલેજોમાં મહિલાઓની સંખ્યા વધી છે. વડાપ્રધાન મોદીજીનો (PM Narendra Modi) બેટી બચાવો, બેટી પઢાઓ અભિગમ હતો. વડાપ્રધાનની એક વિચારસરણીથી દીકરીઓનો અભ્યાસ વધ્યો છે.

Advertisement

આ પણ વાંચો - Patan : ચાણસ્મા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, કારમાં સવાર 4 લોકોનાં મોત

'વડાપ્રધાન નરેન્દ્રભાઇની ખૂબી છે દરેકને જોડવા, ટીમ સ્પિરીટ તૈયાર કરવી'

જાણીતા ઈતિહાસકાર રીઝવાન કાદરીએ (Rizwan Qadri) કહ્યું કે, ભારતનું સર્વપ્રથમ વર્લ્ડ હેરીટેજ સિટી એટલે અમદાવાદ. એક અભિગમ, એક સ્વપ્નથી અમદાવાદ બદલાયું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇની ખૂબી છે દરેકને જોડવા, ટીમ સ્પિરીટ તૈયાર કરવી. પીએમ નરેન્દ્ર મોદીનું વિઝન સ્વર્ણિમ ગુજરાત એટલે ગુજરાતની યશોગાથા. વાંચે ગુજરાત, ખેલે ગુજરાત, વાઇબ્રન્ટ ગુજરાત જેવી ઉજવણી શરૂ કરાઇ છે. ઉદ્યોગપતિ સુહાગ મોદીએ (Suhag Modi) કહ્યું કે, કલ્પના પણ નહોતી કે અહીં આટલી સરસ ક્રૂઝ ફરશે. PM નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન હતું કે એક દિવસ રિવરફ્રન્ટ પર ક્રૂઝ ફરતી હશે. આજે દુબઇ જેવી ક્રૂઝ અમદાવાદમાં પણ ફરે છે તે ગૌરવવંતુ છે.

આ પણ વાંચો - Botad : જીવનમાં જ્યારે પણ સંકટ આવ્યું ત્યારે દાદાને યાદ કરી સંકટમાંથી મુક્તિ મેળવી છે : અમિત શાહ

Tags :
Advertisement

.