Diwali 2024 માં ફટાકડાના ઘોંઘાટ અને પ્રદૂષણથી આ રીતે રાહત મેળવો
- અન્ય રૂમના દરવાજાઓ બંધ રાખવા જોઈએ
- ઘરના એક ખુણામાં ધ્યાન ધરી શકો છો
- એરોમાથેરાપી ચિંતા ઘટાડવામાં મદદ કરે છે
Diwali 2024 Firecracker : Diwali એ રોશની, ખુશીઓ, કૌટુંબિક સંગમ અને મીઠાઈઓનો તહેવાર છે. તો Diwali ની રાત્રે દરેક વ્યક્તિ Firecracker ફોડીને તેની ઉજવણી કરે છે. જોકે છેલ્લા ઘણાં વર્ષોથી ભારતના અનેક રાજ્યો અને વિવિધ દેશમાં Firecracker ફોડવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્યારે ભારતમાં ખાસ કરીને છેલ્લા 5 થી વધુ વર્ષથી દિલ્હીમાં Firecracker ન ફોડવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તે ઉપરાંતા આ નિયમનું ભંગ કરનારને કડક સજા ફટકારવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. તો Firecracker ને કારણે અશાંતિ ફેલાય છે. તો આવા સમયે શાંતિનો અનુભવ કરવા માટે ઘણા ઉપાય છે. જે નીચે દર્શાવવામાં આવ્યા છે.
અન્ય રૂમના દરવાજાઓ બંધ રાખવા જોઈએ
Diwali માં માત્ર Firecracker નો જ નહીં, પરંતુ સંગીતનો પણ ઘોંઘાટ સાંભળવા મળશે. આવી સ્થિતિમાં તમારે આ બંનેથી પોતાને સુરક્ષિત રહેવા માટે આ ઉપાય કરવો જોઈએ. તમારે ઘરની અંદર એવા રૂમમાં રહેવું જોઈએ જ્યાં બહારનો અવાજ ઝડપથી પહોંચી ન શકે. બાલ્કની, બારી અને મુખ્ય રૂમ ઉપરાંત અન્ય રૂમના દરવાજાઓ બંધ રાખવા જોઈએ. તમે પુસ્તકો વાંચીને શાંતિ મેળવી શકો છો.
ઘરના એક ખુણામાં ધ્યાન ધરી શકો છો
Firecracker નો અવાજ કાન સુધી આખી રાતથી હેરાન કરી છે. જેના કારણે તમે તણાવમાં આવી શકો છો. જેના કારણે માથાનો દુખાવો અને શ્વાસ સંબંધિત બીમારીઓ થઈ શકે છે. તો આ પરિસ્થિતમાં શાંતિથી ઘરના એક ખુણામાં બેસીને ઊંડો શ્વાસ લઈને પોતાનું ધ્યાન એકત્રિત કરી શકો છો. તેના કારણે તમારા તણાવવામાં પણ ઘટાડો જોવા મળશે.
આ પણ વાંચો : Deepawali : દિવાની જેમ જાતે બળી જગને ઝળહળ કરવાનું પર્વ
એરોમાથેરાપી ચિંતા ઘટાડવામાં મદદ કરે છે
લૈવંડર, કૈમોમાઈલ અને ચંદન જેવા આવશ્યક તેલ તેમના ખાસ ગુણધર્મો માટે જાણીતા છે. તમે તમારા ઘરમાં આ સુગંધ ફેલાવવા માટે ડિફ્યુઝરનો ઉપયોગ કરી શકો છો અથવા તમે ઘરમાં સુગંધિત મીણબત્તી રાખી શકો છો. એરોમાથેરાપી ચિંતા ઘટાડવામાં મદદ કરે છે અને તમને Firecracker ના મોટા અવાજથી રાહત મેળવવામાં મદદ કરે છે.
કેટલીક પ્રવૃત્તિઓ કરવી જોઈએ
Diwali પર લોકો રમતો રમે છે. તો જો તમે Diwali ના ઘોંઘાટથી પરેશાન છો, તો Diwali પર કેટલીક પ્રવૃત્તિઓ કરવી જોઈએ. જે તમારા મનને ડાયવર્ટ કરી શકે અને તમારું મન શાંત રાખે. તે ઉપરાંત Diwali પર તમારા આનંદમાં કોઈ કમી નહીં આવે.
આ પણ વાંચો : દિવાળીમાં ઘરના આ સ્થાને મંદરિ રાખવાથી ધનની ભરમાર થશે, જાણો કેવી રીતે