જીજ્ઞેશ મેવાણીના આરોપોનો Neha Kumari એ આપ્યો જવાબ
- વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના આરોપનો જિલ્લા કલેક્ટર નેહા કુમારીએ જવાબ આપ્યો
- કદાચ તેમને ખબર નહિ હોય તે માસૂમ વ્યક્તિ સામે અનેક ગુના નોંધાયેલા છે
- વિજય પરમાર પોલીસના કર્મચારી અને અધિકારીઓ વિરોધ ફરિયાદ દાખલ કરવા માટે દબાણ કરતા હતા
- હું જાતિવાદમાં માનતી નથી એટલે મે મારી જાતિ રેકર્ડ પર રાખી નથી
Neha Kumari : આઈપીએસ રાજકુમાર પાંડિયન બાદ વધુ એક આઈએએસ અધિકારી અને મામલતદાર દલિત સમાજ વિશે તથા વકીલ-પત્રકાર વિશે કરવામાં આવેલી અત્યંત વાંધાજનક ટિપ્પણી બાબતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને દશાડાના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ પત્રકાર પરિષદને સંબોધન કરી આરોપો લગાવ્યા હતા. આ આરોપ બાબતે મહિસાગરના જિલ્લા કલેક્ટર નેહા કુમારી (Neha Kumari) એ જવાબ આપીને જીજ્ઞેશ મેવાણી પર નિશાન સાધ્યુ હતું.
ધારાસભ્ય જે વ્યક્તિને માસૂમ બતાવી રહ્યા છે પણ કદાચ તેમને ખબર નહિ હોય તે માસૂમ વ્યક્તિ સામે અનેક ગુના નોંધાયેલા છે
વાયરલ વિવાદિત વિડિયો મામલે મહિસાગર જિલ્લા કલેકટર નેહા કુમારી આવ્યા મીડિયા સામે આવ્યા છે. અને વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાની પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યું કે ધારાસભ્ય જે વ્યક્તિને માસૂમ બતાવી રહ્યા છે પણ કદાચ તેમને ખબર નહિ હોય તે માસૂમ વ્યક્તિ સામે અનેક ગુના નોંધાયેલા છે.અરજદાર વિજય પરમાર અને તેમના સગા ભાઈ પંકજ પરમાર સામે દુષ્કર્મ, કીડનેપ તેમજ મારામારી જેવા ગંભીર ગુના નોંધાયેલા છે.
વિજય પરમાર પોલીસના કર્મચારી અને અધિકારીઓ વિરોધ ફરિયાદ દાખલ કરવા માટે દબાણ કરતા હતા
તેમણે કહ્યું કે આ અરજદાર અનેકવાર વિવિધ કચેરીઓની ફરિયાદો લઈને આવતા હોય છે અને તેમને સંભાળવામાં આવે છે..23 તારીખે યોજાયેલા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વિજય પરમાર પોલીસના કર્મચારી અને અધિકારીઓ વિરોધ ફરિયાદ દાખલ કરવા માટે દબાણ કરતા હતા. નેહા કુમારીએ કહ્યું કે અમે તેમને શાંતિ પૂર્વક જણાવ્યું કે ફરિયાદ દાખલ કરવાની સત્તા અમારી પાસે નથી, તમે તેના માટે પોલીસ વડાને મળો છતાં તમને સંતોષ ના થાય તો નામદાર કોર્ટમાં તમે ફરિયાદ દાખલ કરી શકો છો છતાં વારંવાર તેઓ દબાણ કરતા હતા અને અધિકારીઓ સામે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતા હતા.
આ પણ વાંચો---MLA Jignesh Mevani નો ગંભીર આરોપ, કહ્યું - ‘હત્યા કે એન્કાઉન્ટર થશે તો IPS પાંડિયન જવાબદાર’
તમને ખબર પડશે કે હું કોણ છું
નેહા કુમારીએ કહ્યું કે બધા અધિકારીઓ સામે તે એવું બોલી ગયા કે હું બધાને જોઈ લઈશ અને એવું કહ્યું કે નેહા કુમારી દુબે તું તો બ્રહ્મણ છે ને તને તો હું એક્ટ્રોસિટીની સેક્શન 4 શું છે તે હું બતાવી દઈશ.હું વકીલ પણ છું અને પત્રકાર પણ છું , મારા ઘણા મિત્રો પત્રકારો છે અને વકીલો છે . તમારી ઓફિસ સામે બેસાડી દઈશ તમને ખબર પડશે કે હું કોણ છું..
હું જાતિવાદમાં માનતી નથી એટલે મે મારી જાતિ રેકર્ડ પર રાખી નથી
તેમણે કહ્યું કે રાજ્ય સરકાર નાની બાળકીઓને અને મહિલાઓને લઈને સંવેદનશીલ છે ત્યારે આ ધારાસભ્ય ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિને સાથે રાખીને કાયદો વ્યવસ્થાને કઈ દિશામાં લઈ જવા માંગે છે તે આપ સમજી શકો છો. ધારાસભ્ય આવા ખોટા વકીલ અને પત્રકારને સાથે રાખી સમગ્ર પત્રકારો અને વકીલો ની સાથે તુલના કરે છે. અને સાચા પત્રકારોને મલિન કરે છે. આ એક પોલિટિકલ સ્ટંટ ઊભો કરે છે જે ગેરમાર્ગે દોરે છે તેમનો એ ઈરાદો ક્યારેય સફળ નહિ થાય. ધારાસભ્ય જાણી જોઈને મારું નામ નેહા કુમારી હોવા છતાં નેહા કુમારી દુબે નો ઉલ્લેખ કરે છે જેથી મારી જાતિ બાબત ખબર પડે ને સામાજિક દ્વેષ ઉતપન્ન થાય.. હું જાતિવાદમાં માનતી નથી એટલે મે મારી જાતિ રેકર્ડ પર રાખી નથી. મારી જાતિ ક્યાંય પણ ઓફિશિયલ રેકોર્ડ પર નથી છતાં તેનો ઉલ્લેખ કરી તેઓ મારી સરનેમ બોલી જાતિવાદને ઉત્તેજન આપી રહ્યા છે. હું દરેક જાતિનું સન્માન કરું છું.
જે સાચે પીડિત છે તેવા લોકોને ન્યાય મળવામાં મુશ્કેલી થાય
તેમણે એમ પણ કહ્યું કે હું પોતે બંધારણનું સન્માન કરું છું અને બાબા સાહેબના સિદ્ધાંતો પર ચાલી અહીંયા સુધી પહોંચી છું. વિજય પરમાર દ્વારા સરકારી કર્મચારીઓને એક્ટ્રોસિટી કાયદા ના નામે જે રીતે બ્લેકમેઇલ કરવામાં આવે છે તે બિલકુલ યોગ્ય નથી.ધારાસભ્ય દ્વારા આવા લોકોને સમર્થન આપવામાં આવે છે એનાથી જે સાચા ફરિયાદીઓ છે જે સાચે પીડિત છે તેવા લોકોને ન્યાય મળવામાં મુશ્કેલી થાય..
આ પણ વાંચો---MLA Jignesh Mevani ના આક્ષેપને લઈને IPS Rajkumar Pandianનો ખુલાસો