વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની મોડી રાત્રે આસામ પોલીસે કરી ધરપકડ
વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જીગ્નેશ મેવાણીની આસામ પોલીસે પાલનપુરથી ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ આસામમાં એક કેસના સંબંધમાં જીગ્નેશ મેવાણીની ધરપકડ કરવામાં આવી છે. મેવાણીની ટીમ સાથે જોડાયેલા એક કાર્યકર્તાએ આ માહિતી આપી હતી. મળતી માહિતી મુજબ જીગ્નેશ મેવાણી બુધવારે પાલનપુરના સર્કિટ હાઉસમાં રોકાયા હતા જ્યાંથી આસામ પોલીસે તેમની ધરપકડ કરી હતી.આસામ પોલીસ બુધવારે મોડી રાત્રે 11.3
વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જીગ્નેશ મેવાણીની આસામ પોલીસે પાલનપુરથી ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ આસામમાં એક કેસના સંબંધમાં જીગ્નેશ મેવાણીની ધરપકડ કરવામાં આવી છે. મેવાણીની ટીમ સાથે જોડાયેલા એક કાર્યકર્તાએ આ માહિતી આપી હતી. મળતી માહિતી મુજબ જીગ્નેશ મેવાણી બુધવારે પાલનપુરના સર્કિટ હાઉસમાં રોકાયા હતા જ્યાંથી આસામ પોલીસે તેમની ધરપકડ કરી હતી.
આસામ પોલીસ બુધવારે મોડી રાત્રે 11.30 વાગ્યે પાલનપુર સર્કિટ હાઉસ પહોંચી હતી. મેવાણીની ટીમના જણાવ્યા અનુસાર તેમની ધરપકડ શા માટે કરવામાં આવી તે કારણ જાણી શકાયું નથી. આસામ પોલીસ પાલનપુર સર્કિટ હાઉસમાંથી ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ધરપકડ કરી અને બાદમાં તેમને અમદાવાદ લઈ ગઈ હતી અને ત્યારબાદ તેમને ત્યાંથી આસામ લઈ જવામાં આવી રહ્યા છે. કહેવાય છે કે, બુધવારે રાત્રે પાલનપુર સર્કિટ હાઉસમાંથી તેમની ધરપકડ કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ તેમને ગુવાહાટી લઈ જવામાં આવી રહ્યા છે. જીગ્નેશ મેવાણીના સમર્થકોના જણાવ્યા અનુસાર, આસામ પોલીસની ટીમે તેમની સામે નોંધાયેલા કેસને ટાંકીને ધરપકડની પ્રક્રિયા હાથ ધરી છે. હાલમાં જીગ્નેશ મેવાણીની ધરપકડના પગલે રાજ્યના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. કોંગ્રેસના મોટા દલિત ચહેરા જીગ્નેશ મેવાણીની ધરપકડ એવા સમયે થઈ છે જ્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે.
Advertisement
જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, મારી એક ટ્વીટના સંબંધમાં મારી ધરપકડ કરવામાં આવી છે. જોકે, પોલીસે મને કોઈ ચોક્કસ માહિતી આપી નથી. મેવાણીએ કહ્યું, 'હું કોઈ ખોટી ફરિયાદથી ડરતો નથી. હું મારી લડાઈ ચાલુ રાખીશ.' જીગ્નેશ મેવાણીના સમર્થનમાં મધ્યરાત્રિએ કોંગ્રેસના નેતાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને અન્ય અનેક ધારાસભ્યો અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. તેઓએ જીગ્નેશના સમર્થનમાં અને આસામ પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. જગદીશ ઠાકોરે કહ્યું કે, જીગ્નેશ વિરુદ્ધ RSS પર ટ્વીટ કરવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ધારાસભ્યને ડરાવવાનો આ પ્રયાસ છે.
પાલનપુરમાં ધરપકડ બાદ પોલીસ મેવાણીને રોડ માર્ગે અમદાવાદ લઈ ગઈ. મેવાણીને અમદાવાદથી આસામના ગુવાહાટી સુધી ટ્રેનમાં લઈ જઈ શકાય છે. જોકે માનવામાં આવી રહ્યું છે કે, જીગ્નેશ મેવાણીની ધરપકડથી ગુજરાતમાં રાજકારણ ગરમાઈ શકે છે. ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી પણ થવાની છે અને આવા સમયે કોંગ્રેસના મોટા દલિત ચહેરા તરીકે જીગ્નેશની ધરપકડ રાજ્યમાં રાજકારણમાં મોટા ભૂકંપના આંચકા બરોબર છે.