Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Digital Arrest : ડ્રગ્સ ટ્રાફિકિંગ, મની લોન્ડરિંગમાં ફસાવવાનું કહી 20 લાખ પડાવ્યા!

મહેસાણાનાં બહુચરાજીમાં 'Digital Arrest' ની ઘટના! મારુતિ સુઝુકી કંપનીનાં પ્રોડક્શન મેનેજર સાથે છેતરપિંડી ડ્રગ્સ ટ્રાફિકિંગ, મની લોન્ડરિંગ, ક્રિપ્ટો કરન્સી ટ્રાંજેકશન થયા હોવાનું જણાવ્યું સમગ્ર મામલે સાઇબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ ડિજિટલ એરેસ્ટની (Digital Arrest) વધુ એક ઘટના સામે આવી...
digital arrest   ડ્રગ્સ ટ્રાફિકિંગ  મની લોન્ડરિંગમાં ફસાવવાનું કહી 20 લાખ પડાવ્યા
Advertisement
  1. મહેસાણાનાં બહુચરાજીમાં 'Digital Arrest' ની ઘટના!
  2. મારુતિ સુઝુકી કંપનીનાં પ્રોડક્શન મેનેજર સાથે છેતરપિંડી
  3. ડ્રગ્સ ટ્રાફિકિંગ, મની લોન્ડરિંગ, ક્રિપ્ટો કરન્સી ટ્રાંજેકશન થયા હોવાનું જણાવ્યું
  4. સમગ્ર મામલે સાઇબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ

ડિજિટલ એરેસ્ટની (Digital Arrest) વધુ એક ઘટના સામે આવી છે. મહેસાણા (Mehsana) જિલ્લાનાં બહુચરાજીમાં મારુતિ સુઝુકી કંપનીનાં પ્રોડક્શન મેનેજરને ડિજિટલ એરેસ્ટ કરી ડ્રગ્સ ટ્રાફિકિંગ, મની લોન્ડરિંગ, ક્રિપ્ટો કરન્સી ટ્રાન્ઝેક્શન સહિતનાં કેસોમાં ફસાવી દેવાની ધમકીઓ આપી રૂ. 20 લાખ પડાવ્યા હતા. આ મામલે મેનેજરે સાઇબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - માધ્યમિક શાળાઓમાં ખાલી જગ્યાઓ અંગે Yuvraj Singh Jadeja એ કરી પોસ્ટ!

Advertisement

બહુચરાજીમાં 'Digital Arrest' કરી રૂ. 20 લાખ પડાવ્યા

મહેસાણા જિલ્લાનાં બહુચરાજીમાં (Bahucharaji) મારુતિ સુઝુકી કંપનીનાં પ્રોડક્શન મેનેજર મોહનકુમાર મુદલીયાર સાથે છેતરપિંડીની ફરિયાદ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં (Cyber Crime Police Station) નોંધાઈ છે. ફરિયાદમાં આરોપ મુજબ, ગત 8 ઓકટોબરે મેનેજર મોહનકુમાર મુદલીયારે એક અજાણ્યા નંબરથી ફોન (Digital Arrest) આવ્યો હતો. મુંબઈ ફેડેક્સ કુરિયર કંપનીમાંથી જેમ્સ પ્રિન્સ નામે આ કોલ આવ્યો હતો. કોલમાં મેનેજર મોહનકુમાર મુદલીયારને કહ્યું હતું કે, કસ્ટમ ઓફિસમાં તમારા નામનું કુરિયર પકડાયેલ છે. કુરિયરમાં પાસપોર્ટ, 3 હાર્ડ ડિસ્ક, 5.5 kg દવાઓ, 450 gm MD ડ્રગ્સ મળ્યું છે. આ કુરિયર ઈરાન ખાતે મહોમ્મદ સાજિદને મોકલાઈ રહ્યું છે. ડેબિટ કાર્ડથી રૂ. 93,180 પેમેન્ટ પણ કરવામાં આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો - લોક કલાકાર Rajbha Gadhvi સામે FIR ? જાહેરમાં કરી એવી ટિપ્પણી કે સર્જાયો વિવાદ!

ડ્રગ્સ ટ્રાફિકિંગ, મની લોંડરીંગ, ક્રિપ્ટો કરન્સી ટ્રાન્ઝેક્શનનું જણાવ્યું

ફોનમાં જેમ્સ પ્રિન્સે આગળ કહ્યું કે, તમે મુંબઈ આવી જાઓ, કહીં નાર્કોટિક્સ અધિકારી પ્રદીપ સાવન સાથે વાત કરવી પડશે. ત્યાર બાદ Skype થી વાત કરતા ફરિયાદીનાં આધાર કાર્ડથી અલગ-અલગ રાજ્યોમાં એકાઉન્ટ ખોલાવ્યાનું પણ જણાવ્યું હતું. જેમ્સ પ્રિન્સે મુંબઈ, કર્ણાટક, કેરલા, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, જમ્મુ કાશ્મીર સ્ટેટમાં એકાઉન્ટ ખુલ્યા હોવાનું કહીં ડરાવ્યા હતા. સાથે જ ડ્રગ્સ ટ્રાફિકિંગ, મની લોન્ડરિંગ (Money Laundering), ક્રિપ્ટો કરન્સી ટ્રાન્ઝેક્શન થયાં હોવાનું પણ જણાવ્યું હતું. ત્યાર બાદ ઇન્ટ્રોગેશન કરવાનું કહીને વીડિયો કોલમાં icici બેંકમાંથી ઓલનાઈન રૂ. 20 લાખની લોન લેવડાવી હતી. ગઠિયાએ કહ્યું - લોનની રકમ ગવર્મેન્ટની છે પાછી આપવી પડશે. તમામ મેટર સોલ્વ કરી કુરિયર કેસમાં નિર્દોષ સાબિત કરી તપાસમાં લીધેલા રૂ. 20 લાખ પણ પરત કરી દેવાની વાત કરી હતી. ગઠિયાએ RBI અને NCRB નાં લેટર મોકલીને ફરિયાદીને સતત ભયજનક સ્થિતિમાં (Digital Arrest) રાખ્યા હતા. જો કે, મોહનકુમાર મુદલીયારને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા સાઇબર ક્રાઇમ પોલીસ મથકે (Cyber Crime Police Station) ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર મામલે સાઇબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Mayabhai Ahir in Australia : માયાભાઈ આહીર ઓસ્ટ્રેલિયાની સંસદનાં સ્પીકર બન્યા ?

Tags :
Advertisement

Related News

featured-img
રાજકોટ

Rajnikumar Pandya : પત્રકાર અને સાહિત્યકાર રજનીકુમાર પંડ્યાનું 86 વર્ષે નિધન

featured-img
Top News

WPL 2025 Final : મુંબઈ ઇન્ડિયન્સ ફરી બની 'Champion', રોમાંચક મેચમાં ઐતિહાસિક જીત

featured-img
ગાંધીનગર

Gandhinagar : ગુજરાત વાહન વ્યવહાર વિભાગ "E-Detection” પ્રોજેકટનું અમલીકરણ કરશે

featured-img
ગુજરાત

Kutch : ભચાઉ તાલુકામાં કેનાલમાં નહાવા પડેલા 5 માસૂમ ડૂબ્યા, 4 બાળકોનાં મૃતદેહ મળ્યા

featured-img
ગાંધીનગર

RTE હેઠળ બાળકનાં શાળા પ્રવેશ માટે પરિવારની આવક મર્યાદામાં કરાયો વધારો! વાંચો વિગત

featured-img
રાષ્ટ્રીય

Amritsar temple blast કેસમાં 3 આરોપીઓની ધરપકડ, બિહારથી નેપાળ ભાગી જવાની ફિરાકમાં હતા ત્રણેય

×

Live Tv

Trending News

.

×