Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શું AFGHANISTAN ની ટીમે મેચ જીતવા માટે કરી હતી CHEATING?

 AFGHANISTAN VS BANGLADESH : આજે અફઘાનિસ્તાનની (AFGHANISTAN) ટીમે બાંગ્લાદેશ સામે જીત મેળવીને સેમી ફાઇનલમાં પોતાનું સ્થાન પાક્કું કર્યું છે. અફઘાનિસ્તાનની ટીમે આ મેચમાં રોમાંચક રીતે જીત મેળવીને બાંગ્લાદેશ સાથે સાથે ઓસ્ટ્રેલિયાના સફરનો અંત લાવ્યો છે. ચોક્કસપણે અફઘાનિસ્તાન માટે પોતાની જીત...
12:34 PM Jun 25, 2024 IST | Harsh Bhatt

 AFGHANISTAN VS BANGLADESH : આજે અફઘાનિસ્તાનની (AFGHANISTAN) ટીમે બાંગ્લાદેશ સામે જીત મેળવીને સેમી ફાઇનલમાં પોતાનું સ્થાન પાક્કું કર્યું છે. અફઘાનિસ્તાનની ટીમે આ મેચમાં રોમાંચક રીતે જીત મેળવીને બાંગ્લાદેશ સાથે સાથે ઓસ્ટ્રેલિયાના સફરનો અંત લાવ્યો છે. ચોક્કસપણે અફઘાનિસ્તાન માટે પોતાની જીત ખૂબ જ જરૂરી હતી. આ બધી બાબતો વચ્ચે હવે AFGHANISTAN ઉપર મેચમાં ચીટિંગ કરવાનો આરોપ લાગી રહ્યો છે. ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના

ગુલબદ્દીનની ઇજા ઉપર પ્રશ્નાર્થ ચિહન

અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશની આ મેચમાં AFGHANISTAN ની ટીમે પ્રથમ બેટિંગ કરીને 115 રન બનાવ્યા હતા. આ મેચમાં વરસાદનો ખતરો પણ વારંવાર આવી રહ્યો હતો. બાંગ્લાદેશ આ લક્ષ્યનો પીછો કરી રહ્યું હતું ત્યારે 11.4 ઓવર દરમિયાન ફરી વરસાદ પડ્યો હતો. ત્યાર બાદ મેદાનની બહારથી અફઘાનિસ્તાનના કોચ જોનાથન ટ્રોટે ખેલાડીઓને રમત ધીમી કરવાનો સંકેત આપ્યો હતો. ત્યારબાદ ગુલબદ્દીન નાયબ સ્નાયુ ખેંચાઈ જવાને કારણે નીચે પડી ગયો અને મેચ થોડીવાર માટે રોકાઈ ગઈ. આ પછી વરસાદને કારણે મેચ પણ રોકી દેવામાં આવી હતી. ગુલબદિનની ઈજા પર લોકોની પ્રતિક્રિયા ખૂબ જ વાયરલ થઈ રહી છે.

વિડીયો થઈ રહ્યો છે વાયરલ

સમગ્ર ઘટના એમ છે કે, જ્યારે ગુલબદિનને ઇજા થઈ હતી તે સમય દરમિયાન અફઘાનિસ્તાન DLS ના સ્કોર અનુસાર 2 રન આગળ હતું. ત્યારે બાંગ્લાદેશનો સ્કોર 81/7 હતો અને જો વરસાદને કારણે મેચ પૂર્ણ ન થઈ હોત તો DLS પદ્ધતિ અનુસાર અફઘાનિસ્તાન મેચ જીતીને સીધું સેમીફાઈનલમાં પહોંચી ગયું હોત. આટલું જ નહીં વરસાદ બંધ થયા બાદ મેચ શરૂ થતાં જ ગુલબદ્દીન ફરી મેદાનમાં આવ્યો હતો. જોકે મેચ ચાલુ થયા બાદ મેચ ખૂબ જ રોમાંચક બની હતી. પરંતુ ગુલબદ્દીનની ઇજા ઉપર હવે ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.

આ પણ વાંચો : અફઘાનિસ્તાનની આંધીમાં ખોરવાયું બાંગ્લાદેશ, ઓસ્ટ્રેલિયાના સફરનો પણ આવ્યો અંત

Tags :
Afghanistanbangladesh teamdls coreGujarat Firstgulbadin naibGulbadin Naib afghanistanGulbadin Naib Injuryjonthan trottslow matchT20 World CupWorld Cup 2024
Next Article