Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કુલદીપની ફીરકી સામે બાંગ્લાદેશી ટીમ પાંદડાની જેમ વિખેરાઈ, ભારતે 188 રનથી જીતી પ્રથમ ટેસ્ટ મેચ

ભારત અને બાંગ્લાદેશ (IND vs BAN) વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ જોરદાર પ્રદર્શન કર્યું અને બાંગ્લાદેશને 188 રનથી હરાવ્યું છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 404 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો જેના જવાબમાં બાંગ્લાદેશ 150 રન જ બનાવી શકી અને ઓલ આઉટ થઇ ગઇ હતી. આ પછી ભારતીય ટીમે બીજી ઇનિંગમાં જોરદાર બેટિંગ કરતા 258 રન પર ઇનિંગ ડિકલેર કરી હતી અને બાંગ્લાદેશને 572 રનનો ટાર્ગેટ આપ્યો
કુલદીપની ફીરકી સામે બાંગ્લાદેશી ટીમ પાંદડાની જેમ વિખેરાઈ  ભારતે 188 રનથી જીતી પ્રથમ ટેસ્ટ મેચ
ભારત અને બાંગ્લાદેશ (IND vs BAN) વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ જોરદાર પ્રદર્શન કર્યું અને બાંગ્લાદેશને 188 રનથી હરાવ્યું છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 404 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો જેના જવાબમાં બાંગ્લાદેશ 150 રન જ બનાવી શકી અને ઓલ આઉટ થઇ ગઇ હતી. આ પછી ભારતીય ટીમે બીજી ઇનિંગમાં જોરદાર બેટિંગ કરતા 258 રન પર ઇનિંગ ડિકલેર કરી હતી અને બાંગ્લાદેશને 572 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેનો પીછો કરતા ટીમ પાંદડાની જેમ વિખેરાઈ ગઈ અને માત્ર 324 રન બનાવી શકી. ટીમ ઈન્ડિયાની જીતનો હીરો કુલદીપ યાદવ રહ્યો હતો જેણે તેની ફીરકીથી બાંગ્લાદેશના બેટ્સમેનોને હેરાન કરી દીધા હતા. 
Advertisement

ટીમ ઈન્ડિયા WTC ના પોઈન્ટ ટેબલ પર ત્રીજા નંબરે પહોંચી
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ચટ્ટોગ્રામમાં રમાઈ હતી. આ મેચના પાંચમા દિવસે ભારતે બાંગ્લાદેશને 188 રનથી હરાવ્યું છે. ભારત તરફથી ચેતેશ્વર પૂજારા અને શુભમન ગીલે શાનદાર સદી ફટકારી હતી. જ્યારે કુલદીપ યાદવે બંને ઇનિંગ્સમાં કુલ 8 વિકેટ ઝડપી હતી. આ જીત બાદ ભારત શ્રેણીમાં 1-0થી આગળ છે. આ સાથે જ ભારતીય ટીમ WTCના પોઈન્ટ ટેબલ પર ત્રીજા નંબર પર પહોંચી ગઈ છે. મહત્વનું છે કે, ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ચેતેશ્વર પૂજારા (90), શ્રેયસ અય્યર (86) અને આર અશ્વિને (58) પ્રથમ ઇનિંગમાં અડધી સદી ફટકારી હતી. ભારતે પ્રથમ ઇનિંગમાં 404 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશની પ્રથમ ઇનિંગ 150 રનમાં સમેટાઈ ગઇ હતી. પ્રથમ ઇનિંગમાં કુલદીપ યાદવે 16 ઓવરમાં 40 રન આપીને 5 વિકેટ લીધી હતી. મોહમ્મદ સિરાજે પણ સારી બોલિંગ કરી, 13 ઓવરમાં 3 વિકેટ લઇને 20 રન આપ્યા હતા.

બાંગ્લાદેશની ઓપનિંગ જોડીએ કરી શાનદાર શરૂઆત
બીજી ઇનિંગમાં ચેતેશ્વર પૂજારા (102) અને શુભમન ગિલ (110)એ સદી ફટકારી હતી. ભારતે તેની બીજી ઇનિંગ 258 રન પર ડિકલેર કરી હતી. બાંગ્લાદેશની બીજી ઇનિંગમાં નજમુલ હુસૈન (67) અને ઝાકિર હસન (100)ની ઓપનિંગ જોડીએ શાનદાર શરૂઆત કરી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 124 રન જોડ્યા હતા, પરંતુ આ જોડી તૂટતાં જ બાંગ્લાદેશ ટીમ એકવાર ફરીથી વિખેરાઈ ગઇ હતી. પાંચમાં દિવસની રમત શરૂ થઈ ત્યારે ભારત જીતથી 4 વિકેટ દૂર હતું. કુલદીપ યાદવે 2, મોહમ્મદ સિરાજ અને અક્ષર પટેલે 1-1 વિકેટ ઝડપી હતી. ભારતે પ્રથમ ટેસ્ટ 188 રને જીતી હતી.
ભારત (પ્લેઇંગ ઇલેવન): 
શુભમન ગિલ, કેએલ રાહુલ (c), ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઋષભ પંત (wk), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ
બાંગ્લાદેશ (પ્લેઇંગ ઇલેવન):
ઝાકિર હસન, નજમુલ હુસૈન શાંતો, લિટન દાસ, શાકિબ અલ હસન (c), મુશ્ફિકુર રહીમ, યાસિર અલી, નુરુલ હસન (wk), મેહદી હસન મિરાજ, તૈજુલ ઇસ્લામ, ખાલિદ અહેમદ, ઇબાદત હુસૈન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.