ધ્રાંગધ્રામાં આર્ય સમાજે અનોખા શિબિરનું 7 દિવસ માટે કર્યું આયોજન
- આ શિબિર આશરે 7 દિવસ માટે તૈયાર કરવામાં આવ્યું
- શારીરિક મજબૂતાઈ કેળવવાની તાલીમ આપવામાં આવી રહી
- શિબિરમાં હાલ 45 થી વધુ બાળકો, યુવાનો અને યુવતીઓ
Dhrangadhra Arya Samaj : આ આધુનિક યુગમાં બાળકો અને યુવાનો સોશિયલ મિડીયામાં જ મોટા ભાગનો સમય પસાર કરી રહ્યા છે. ત્યારે રાજ્ય સહિત દેશ વિદેશમાં વિવિધ જાગૃતત્તા માટે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના અંતર્ગત મોટાભાગે શારીરિક અને માનસિક રીતે સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. તેની સાથે વિવિધ રમતો વિશે માહિતી આપવામાં આવે છે. કારણ કે... મોટાભાગે બાળકો અને યુવાનો તેમના નવરાશના સમયમાં માત્ર ફોનનો જ ઉપયોગ કરતા હોય છે.
આ શિબિર આશરે 7 દિવસ માટે તૈયાર કરવામાં આવ્યું
ત્યારે તાજેતરમાં ગુજરાતના સુરેન્દ્રનગરમાં આવેલા ધાંગ્રધામાં એક ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર આશરે 7 દિવસ માટે તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં શારીરિક અને માનસિક વિકાસ થાય, તે અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. તેની સાથે આ શિબિરમાં ખાસ કરીને યુવતીઓ અને મહિલાઓને સ્વરક્ષણ અંગે માહિતી આપવામાં આવી રહી છે. આ સાત દિવસીય પ્રશિક્ષણ શિબિરમાં આજની યુવા પેઢીને ભારતીય સંસ્કૃતિ તેમજ ધાર્મિક વેદો વિશે સાચી માહિતી આપવામાં આવે છે.
આ પણ વાંચો: ગોંડલના ધારાસભ્ય પરિવારે 4 હજાર જાનૈયા સાથે ઐતિહાસિક તુલસી વિવાહનું કર્યું આયોજન
શારીરિક મજબૂતાઈ કેળવવાની તાલીમ આપવામાં આવી રહી
તેમજ યુવક અને યુવતીઓ પોતાનું સ્વરક્ષણ સારી રીતે કરી શકે તે પ્રકારની તાલીમ પણ આપવામાં આવે છે. બાળકો અને યુવાનોને ભવિષ્યમાં ઉચિત સંસ્કારો અને ગુણોનાં સિંચન સાથે બાળાઓને યોગ, જિમનેસ્ટિક, કસરત, લેજીમ,જિમ, લાઠી દાવ, તલવાર બાજી અને યજ્ઞ હવનથી લઈને રમત-ગમતથી માનસિક અને શારીરિક મજબૂતાઈ કેળવવાની તાલીમ આપવામાં આવી રહી છે. ધાંગધ્રા આર્ય સમાજમાં આ શિબિર ચાલી રહી છે. જે આગામી તારીખ 17 નવેમ્બર સુધી ચાલશે.
શિબિરમાં હાલ 45 થી વધુ બાળકો, યુવાનો અને યુવતીઓ
આ શિબિરમાં જોડાયેલ બાળકો તેમજ યુવાનો અને યુવતીઓને વિવિધ તાલીમ તેમજ યોગ, સૂર્ય નમસ્કાર તેમજ વિવિધ કસરતો કરવવામાં આવે છે. આ વ્યાયામ શિબિરમાં હાલ 45 થી વધુ બાળકો, યુવાનો અને યુવતીઓ જોવા મળે છે. આ વ્યાયામ શિબિરનો મુખ્ય હેતુ આવનારી પેઢીમાં હિન્દુ સંસ્કૃતિ અંગે જાગૃતિ આવે તેમજ ખાસ કરીને હાલ મોટા શહેરોમાં નાની બાળાઓ અને યુવતીઓ સાથે જે અનિચ્છનીય બનાવો બને છે. તેવા બનાવો સમયે યુવતિઆઓ સ્વરક્ષણ કરી શકે તેવા ઉમદા ઉદ્દેશથી આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: હદ છે યાર! US ના વિસા માટે ગે બન્યો યુવક, પત્નીને છોડી અમેરિકન યુવકને પરણી ગયો