Breaking Vadodara : શાળા સંચાલક ખુદ ઉઘાડા પડી ગયા..વાંચો આ અહેવાલ
Breaking Vadodara : વડોદરા (vadodara)માં ગઈ કાલે હરણી તળાવમાં બનેલી ગોઝારી ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષિકાના મૃત્યુ થયા છે. આ લોકો માટે કાલનો દિવસ કાળ બનીને ઉગ્યો હતો. વડોદરા બોટ દુર્ઘટનામાં માસૂમોનો ભોગ લેવાયા બાદ હવે શાળા સંચાલક મીડિયા સામે આવીને મગરના આંસુ સારી રહ્યો છે. જો કે શાળા સંચાલકની બેવડી નીતિ હવે ઉઘાડી પડી ગઇ છે. લેક ઝોનની બેદરકારી તો સ્પષ્ટ દેખાય જ છે પણ શાળા સંચાલક પણ દૂધે ધોયેલા નથી કારણ કે વડોદરાના જિલ્લા શિક્ષણાધીકારીએ કહ્યું કે DEO કચેરીએથી પિકનિકની મંજુરી મેળવી ન હોવાનું સામે આવ્યું છે. બીજાને દોષીત ગણાવનાર રુસી વાડિયા હવે ખુદ કઠેડામાં આવી ગયા છે.
શાળા સંચાલક રુસી વાડીયા જૂઠ્ઠુ બોલે છે
શુક્રવારે સવારે શાળા સંચાલક રુસી વાડીયાએ કહ્યું કે બોટવાળાએ ના પડવા છતાં વધારે લોકોને બેસાડ્યા હતા. તેમણે કહ્યું કે અમારું રોજનું છે કહીં જબરદસ્તી પાણીમાં લઈ ગયા હતા. હવે સવાલ એ થાય છે કે માસૂમ બાળકોને જબરજસ્તીથી બોટમાં બેસાડાય છે ત્યાં સુધી તેનો વિરોધ કેમ ના કરાયો. વાલીઓએ આરોપ પણ લગાવ્યો છે કે પિકનીકમાં ક્યાં લઇ જવાના છે તે વિશે શાળાએ કોઇ જ જાણ કરી ન હતી.
ન્યૂ સનરાઈઝ સ્કૂલ પાસે પ્રવાસ માટેની વિગતો મંગાવી છે
જો કે વડોદરા જિલ્લા શિક્ષણાધીકારી આર.આર.વ્યાસે કહ્યું કે શાળાએ DEO કચેરીએથી પિકનિકની મંજુરી મેળવી ન હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. તેમણે કહ્યું કે ન્યૂ સનરાઈઝ સ્કૂલ પાસે પ્રવાસ માટેની વિગતો મંગાવી છે. આ સ્કૂલે DEO કચેરી પાસેથી પિકનિકની મંજુરી મેળવી ન હતી અને જો પિકનિકની મંજુરી મેળવી હોય તો કાગળ રજૂ કરવા આદેશ કર્યો છે.
પ્રાથમિક તપાસમાં સ્કૂલે DEO કચેરીએથી પિકનિકની મંજુરી મેળવી ન હોવાનું સામે આવ્યું
ડીઇઓ વ્યાસે કહ્યું કે સ્કૂલ પાસેથી પ્રવાસ માટે ક્યા શિક્ષકને ઇન્ચાર્જ બનાવ્યા તેની માહિતી માંગી છે. પ્રાથમિક તપાસમાં સ્કૂલે DEO કચેરીએથી પિકનિકની મંજુરી મેળવી ન હોવાનું સામે આવ્યું છે. સ્કૂલના શિક્ષકો સામે શિસ્ત વિષયક કાર્યવાહી કરાશે અને સ્કૂલ સામે તપાસ કર્યા બાદ કાર્યવાહી કરાશે . સ્કૂલમાં મોટી સંખ્યામાં વિધાર્થીઓ ભણે છે એટલે માન્યતા રદ કરવી એ ઉચિત નથી તેમ જણાવી ડીઇઓએ કહ્યું કે
સંચાલકોનો ખુલાસો આવ્યા બાદ આગળનો નિર્ણય કરાશે.
આ પણ વાંચો---HARNI KAND: માસૂમોના ભોગ બાદ શાળા સંચાલકે પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેર્યા..
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ