Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

લાશો પગમાં, તારની વાડ ઉપર 36 લાશો, 1998 માં કંડલા વાવાઝોડાનો કિસ્સો વર્ણવતા નિવૃત કેમેરામેન કાંતિલાલ કડિયા

હાલ ગુજરાત પર બિપરજોય વાવાઝોડાનો ખતરો છે અને સરકારની કામગીરી અને તંત્ર સજ્જ છે, પ્રાથના કરીએ કે ૦ કેઝ્યુલિટી અને કોઈ નુકસાન જાનહાનીનું ના થાય. પરંતુ આ વાવાઝોડા સાથે ગુજરાતનું 1998 માં આવેલું કંડલાનું વાવાઝોડાની તસવીરો અને તે વખતના માહિતી...
12:17 PM Jun 15, 2023 IST | Hardik Shah

હાલ ગુજરાત પર બિપરજોય વાવાઝોડાનો ખતરો છે અને સરકારની કામગીરી અને તંત્ર સજ્જ છે, પ્રાથના કરીએ કે ૦ કેઝ્યુલિટી અને કોઈ નુકસાન જાનહાનીનું ના થાય. પરંતુ આ વાવાઝોડા સાથે ગુજરાતનું 1998 માં આવેલું કંડલાનું વાવાઝોડાની તસવીરો અને તે વખતના માહિતી ખાતાના કેમેરામેને કાંતિલાલ કડિયાએ ગુજરાત 1st સમક્ષ પોતાની એ વખતે કંડલાના વાવાઝોડા વખતે કરેલ કવરેજની આપવીતી વર્ણવી. માહિતી ખાતામાં 35 વર્ષ સુધી નોકરી કરનાર હાલ નિવૃત કેમેરામેને કાંતિલાલ કડિયા જ્યારે કંડલામાં વાવાઝોડું આવ્યું હતું તે સમયે પ્રત્યક્ષ પોતાની આંખે જોયેલા દ્રશ્યો અને કેમેરામાં કેદ કરેલા દ્રશ્યો જોઈને સૌ કોઈ કહી દેશે કે અરે બાપ રે આવી તારાજી....

આંખોમાં પાણી આવી જાય તેવા જોવા મળ્યા દ્રશ્યો

માહિતી ખાતામાં 35 વર્ષ સુધી નોકરી કરનાર શરૂઆત માહિતી ખાતાના કેમેરામેને જ્યારે કંડલામાં વાવાઝોડું આવ્યું ત્યારે સરકારી કચેરી તરફથી કંડલા જવાનું થયું. 1948 માં જન્મેલા કાંતિલાલ કડિયાએ બી.કોમ. સુધીનો અભ્યાસ કરેલો છે અને તે પછી માહિતી ખાતામાં બ્લેક એન્ડ વ્હાઈટ ફોટા ડેવલોપ કરનાર ડાર્કરૂમ મેન તરીકેની નોકરી પ્રાપ્ત થઈ અને ત્યાર પછી કચેરીના કેટલાંક લોકો જ્યારે કચેરીમાં વરસાદમાં પલળીને આવતા તેમના ફોટા ખેંચતા તેમના ફોટાના વખાણ થતા અને ત્યાર પછી તેમને ફોટોગ્રાફીમાં સ્થાન આપવામાં આવ્યું. તે સમયના અધિકારી અભય રાવલે જ્યારે કંડલામાં વાવાઝોડું આવ્યું ત્યારે કહ્યું ચલો આપડે કંડલામાં જવાનું છે અને ત્યાર પછી કંડલા ગયા અને ત્યારે જે દ્રશ્યો સામે આવતા ત્યારે અરેરાટી વ્યાપે તેવા ભયાનક દ્રશ્યો જોઈ કાંતિભાઈ ચોંકી ઉઠ્યા.

આ દ્રશ્યો જોઈ તેમને થયું આ લોકોની આવી હાલત કેવી રીતે, આ લોકોએ આ સમય જોયો હશે એક દ્રશ્ય તેમની આંખોમાં પાણી આવી જાય તેવુ દ્રશ્ય હતું. એક મહિલા ગર્ભવતી હતી અને તેની ત્યાં જ વાવાઝોડામાં જ ડિલિવરી થઈ હતી. આ મહિલા તારની વાળ પાસે પડી હતી અને બાળકીની નાડ પણ કપાઈ નહોતી મહિલા અને બાળક બને મૃત્યુ પામ્યા હતા. યાદ ઉપરાંત ત્યાં અને તેઓ જ્યારે ગાંધીનગરથી કંડલા રવાના થયા ત્યારે ગાંધીધામ આવે છે અને ત્યાંથી કંડલાનું અંતર 13 કિમી હતું ત્યાં થોડા કન્ટેનર હતા અને સ્થાનિકોને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આ કન્ટેનર કંડલાથી ઉડીને આવ્યા છે ત્યારે આવી ભયાનક તારાજીમાં દ્રશ્યો આ કેમેરામેને તેમના કેમેરામાં કેદ કર્યા અને તે સમયે કેટલું ભયાનક વાવાઝોડું હતું અને તેની કેટલી ભયાનકતા હતી તે આ દ્રશ્યો જોઈને ખ્યાલ આવી જાય છે.

કંડલાના એ વાવાઝોડામાં એક તારની વાડ ઉપર 36 લાશો લટકેલી હતી

કંડલાના તે વખતમાં વાવઝોડાની એક તાર ઉપર 36 લાશો લટકતી હતી અને ઉડી ને ફંગોળાઈ ગયેલા લોકો તારની વાડમાં ફસાયા અને મૃત્યુ પામ્યા હશે તેવી એ સમયની વાસ્તવિકતા હતી. દરિયામાં પણ ઘણી લાશો હતી જેની તસ્વીર અને તે ફોટા લેવા આપડે જવું જોઈએ તેમ તેમણે કહ્યું પણ ત્યાંના અધિકારીએ દરિયામાં જવાની પરવાનગી નહોતી આપી. તદુપરાંત ત્યાંની ઘણી લાશો હતી અને તે ઓળખી ન શકાય તેવી હતી. ત્યાર પછી આ લાશોને ભુજની સરકારી હોસ્પિટલમાં રાખવામાં આવી હતી અને 2 લાશો વચ્ચે બરફની પાટ મૂકવામાં આવી હતી. આ લાશો જોઈ અને અરેરાટી વ્યાપી જાય તેવા દ્રશ્યો હતા.

કાંતિલાલ પાસે કંડલાની તેવી 25 તસવીરો હતી તે સમયની અને ત્યારબાદ આવેલા 2001 ના ભૂકંપની પણ તેમણે તસવીરો કેદ કરી. જ્યારે મોરબીમાં મચ્છુ ડેમ તૂટ્યો અને તારાજી સર્જાઈ તેની પણ તેમની પાસે તસવીરો છે અને કંડલામાં વાવાઝોડું તો પૂરું થયું ૩ દિવસ થયા હતા પણ વાતાવરણ ખૂબ જ દુઃખદ હતું અને ત્યાં ઢીંચણ સુધીના કાદવ હતા અને આવા કાદવ વચ્ચે થઈને માહિતી ખાતાનો સ્ટાફ તે સમયે ત્યાંથી નીકળ્યો હતો જ્યા ઘણી લાશો ઉપરથી જવું પડ્યું હતું. જ્યારે ચાલતા ત્યારે ખબર પડતી કે આ લાશો છે અને કાદવમાં ફસાયેલી છે.

ખૂબ જ દયનીય અને વિચિત્ર પરિસ્થિતિ સામે આવેલી લોકો જોઈ ને તે વખતે આ દ્રશ્યો ખૂબ દયનીય હતા. કાંતિભાઈ કડિયાએ કરેલા આ કવરેજના ફોટા જોતા તેમને આ સમયે પણ એ દ્રશ્યો જોઈ રાતે ઊંઘી ના શકે તે હદ સુધી વિચલિત થાય અને રાતે પણ લાશો દેખાય તેવા આ દ્રશ્યો હતા જે વર્ણવતા આજે પણ તેઓ ભાવુક અને આંખો નમ થઈ હતી.

આ પણ વાંચો - બિપરજોય વાવાઝોડાને લઇ અંબાલાલ પટેલે એકવાર ફરી જાણો શું કરી આગાહી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ - સચિન કડિયા

Tags :
1998 hurricaneBiparjoyBiparjoy CycloneCyclonephotographer described
Next Article