Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Dashama Visarjan : દશામા વ્રતની પૂર્ણાહુતિ, કુંડ હોવા છતાં રસ્તાઓ પર મૂર્તિઓ મૂકી જતાં ખંડિત થઈ

અમદાવાદમાં દશામાનાં વ્રતની આજે પૂર્ણાહુતિ AMC એ મૂર્તિ વિસર્જન માટે કુંડ બનાવ્યા છતાં મૂર્તિઓ રસ્તાઓ પર લોકો દશામાની મૂર્તિઓ રસ્તા પર મૂકી જતાં ખંડિત હાલતમાં જોવા મળી ભરૂચમાં નર્મદા નદીમાં દશા માતાની મૂર્તીનું વિસર્જન કરાયું રાજ્યભરમાં આજે દશામા વ્રતની...
dashama visarjan   દશામા વ્રતની પૂર્ણાહુતિ  કુંડ હોવા છતાં રસ્તાઓ પર મૂર્તિઓ મૂકી જતાં ખંડિત થઈ
  1. અમદાવાદમાં દશામાનાં વ્રતની આજે પૂર્ણાહુતિ
  2. AMC એ મૂર્તિ વિસર્જન માટે કુંડ બનાવ્યા છતાં મૂર્તિઓ રસ્તાઓ પર
  3. લોકો દશામાની મૂર્તિઓ રસ્તા પર મૂકી જતાં ખંડિત હાલતમાં જોવા મળી
  4. ભરૂચમાં નર્મદા નદીમાં દશા માતાની મૂર્તીનું વિસર્જન કરાયું

રાજ્યભરમાં આજે દશામા વ્રતની (Dashama Vrat) પૂર્ણાહુતિ થઈ. છેલ્લા 10 દિવસ ભક્તિભાવથી માતાજીની આરાધના કરીને આજે ભક્તોએ વહેલી સવારે માતાજીની મૂર્તિનું વિસર્જન કર્યું હતું. જો કે, અમદાવાદમાં (Ahmedabad) AMC દ્વારા માતાજીની મૂર્તિ માટે વિસર્જન કુંડ બનાવ્યા હોવા છતાં કેટલાક લોકોએ મૂર્તિઓ રસ્તા પર મૂકીને જતા રહ્યા હતા. કોર્પોરેશને માતાજીની મૂર્તિ હટાવવાની કામગીરી હાથ ધરી છે. બીજી તરફ ભરૂચમાં (Bharuch) પણ નર્મદા નદીમાં મોટી સંખ્યામાં ભક્તો દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવા પહોંચ્યા હતા. શહેરમાં વિસર્જન યાત્રા (Dashama Visarjan) નીકળી હતી.

Advertisement

Advertisement

અમદાવાદમાં લોકો મૂર્તિઓ કુંડની બહાર મૂકીને ગયા

આ પણ વાંચો - VADODARA : દશામાં ની મૂર્તિઓના વિસર્જનની તૈયારીઓમાં તંત્ર કાચુ પડ્યું

Advertisement

લોકો રસ્તા અને કૂંડની બહાર મૂર્તિઓ મૂકીને ગયા

છેલ્લા 10 દિવસથી ચાલતા દશામાના વ્રતની આજે પૂર્ણાહુતિ (Dashama Visarjan) થઈ છે. અમદાવાદમાં આજે વહેલી સવારે ભક્તો સાબરમતી નદીનાં (Sabarmati River) તટ પર માતાજીની મૂર્તિનું વિસર્જન કરવા માટે પહોંચ્યા હતા. જો કે, AMC દ્વારા મૂર્તિ વિસર્જન માટે કૂંડ બનાવવામાં આવ્યા હતા. પરંતુ, તેમ છતાં કેટલાક લોકો રસ્તા પર અને કૂંડની બહાર મૂર્તિ મૂકીને જતા રહ્યા હતા, જેના કારણે મોટાભાગની મૂર્તિઓ ખંડિત હાલતમાં જોવા મળી હતી. ત્યારે હવે કોર્પોરેશન દ્વારા મૂર્તિ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે.

ભરૂચમાં શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન પૂર્ણ થયું

આ પણ વાંચો - શું છે તિલક કરવા પાછળનું વૈજ્ઞાનિક કારણ?

ભરૂચમાં વિસર્જન યાત્રા નીકળી

બીજી તરફ ભરૂચમાં (Bharuch) પણ આજે વહેલી સવારે વિસર્જન યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. ભરૂચમાં ઝાડેશ્વર ગ્રામ પંચાયતનો (Zadeshwar Gram Panchayat) ઘાટ વિસર્જન માટે બંધ કરાયો હતો, જેના કારણે ભક્તોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. માહિતી મુજબ, નર્મદા નદીમાં (Narmada River) ડેમનાં નીર આવતા હોવાનાં કારણે ઘાટ બંધ કરી ત્યાં પોલીસ કાફલો મૂકાયો હતો. ભરૂચનાં દશાશ્વમેઘ ઘાટ (Dashashwamegha Ghat) પર દશામાની મૂર્તિઓનું ભક્તો દ્વારા વિસર્જન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, મક્કમપુર પોસ્ટ ફળ્યા નજીકનાં નર્મદા નદીનાં કાંઠા પર પણ વિસર્જન કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ પણ વાંચો - Rajkot Gamezone Fire : લાંચિયા અધિકારી અનિલ મારૂ પર કાર્યવાહીનો કોરડો વીંઝાયો

Tags :
Advertisement

.