Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાકિસ્તાનમાં જસ્ટિસ અજમત સઇદ હોઇ શકે કાર્યવાહક પીએમ, જાણો કેવો ઘટનાક્રમ બદલાયો

પાકિસ્તાનમાં રાજકિય માહોલ વીતેલા 24 કલાકમાં બદલાઇ ગયો છે. 5 વર્ષ સુધી સત્તામાં રહેવાનો દાવો કરનારા ઇમરાન ખાન 4 વર્ષ પણ પુરા કરી શકયા નથી અને તે હવે માત્ર પાકિસ્તાનના કેર ટેકર વડાપ્રધાન બની ગયા છે. ઇમરાન ખાનની સિફારીશ  પર એસેમ્બલી ભંગ કરી દેવામાં આવી છે અને ત્યાં ફરીથી ચૂંટણી થાય  તેમ લાગી રહ્યું છે. બીજી તરફ ઇમરાન ખાનની પાર્ટીએ  પાકિસ્તાનના કાર્યવાહક વડાપ્રધાન  તરીકે જસ્ટિસ આર અજમà
પાકિસ્તાનમાં જસ્ટિસ અજમત સઇદ હોઇ શકે કાર્યવાહક પીએમ   જાણો કેવો ઘટનાક્રમ બદલાયો
પાકિસ્તાનમાં રાજકિય માહોલ વીતેલા 24 કલાકમાં બદલાઇ ગયો છે. 5 વર્ષ સુધી સત્તામાં રહેવાનો દાવો કરનારા ઇમરાન ખાન 4 વર્ષ પણ પુરા કરી શકયા નથી અને તે હવે માત્ર પાકિસ્તાનના કેર ટેકર વડાપ્રધાન બની ગયા છે. ઇમરાન ખાનની સિફારીશ  પર એસેમ્બલી ભંગ કરી દેવામાં આવી છે અને ત્યાં ફરીથી ચૂંટણી થાય  તેમ લાગી રહ્યું છે. બીજી તરફ ઇમરાન ખાનની પાર્ટીએ  પાકિસ્તાનના કાર્યવાહક વડાપ્રધાન  તરીકે જસ્ટિસ આર અજમત સઇદનું નામ નક્કી કર્યું હોવાના અહેવાલો પણ આવી રહ્યા છે. 
આ અગાઉ વડાપ્રધાન ઇમરાનખાન સામે લવાયેલા અવિશ્વાસની દરખાસ્તને ડેય્પુટી સ્પીકર કાસિમ સૂરીએ ખારીજ કરી દીધી હતી અને અવિશ્વાસ  પ્રસ્તાવને વિદેશી સાઝીશ બતાવી હતી. તેમણે એમ પણ કહ્યું કે પીએમ ઇમરાનખાન સામે લવાયેલો અવિશ્વાસની  દરખાસ્ત અસંવેધાનિક છે. તેમણે ગૃની કાર્યવાહી 25 એપ્રીલ સુધી  સ્થગીત કરી દીધી હતી. 
અવિશ્વાસની દરખાસ્ત બાદ ઇમરાન ખાને રાષ્ટ્રપતિ આરીફ અલવી સાથે મુલાકાત કરી હતી અને તેમણે એસેમ્બલી ભંગ કરી નવેસરથી ચૂંટણી કરવાની સિફારીશ  કરી હતી. ઇમરાનની સિફારીશ બાદ રાષ્ટ્રપતિએ નીચલા ગૃહ નેશનલ એસેમ્બલી ભંગ કરી  દીધી હતી. રાષ્ટ્રપતિ ની મુલાકાત બાદ ઇમરાન ખાને દેશને સંબોધીત કર્યું હતું અને અવિશ્વાસની દરખાસ્તને વિદેશી સાજીશ દર્શાવી હતી. ત્યારબાદ ઇમરાનખાનને વડાપ્રધાન તરીકે હટાવાયા હતા. 
પાકિસ્તાનના વર્તમાન રાજનીતિક સંકટ ઉપર સુપ્રીમ કોર્ટે જાતે જ સુઓમોટો લીધી હતી. મામલાની સુનાવણી ચીફ જસ્ટિસ કરી રહ્યા છે અને તેઓ નક્કી કરશે તો અવિશ્વાસ દરખાસ્ત ફગાવવા અને એસેમ્બલી ભંગ કરવાના નિર્ણયમાં 
સંવૈધાનીક રીતે યોગ્ય છે કે કેમ. આ મામલાની આજે સુનાવણી થશે. જો સુપ્રીમ કોર્ટ કહે છે કે અવિશ્વાસ દરખાસ્ત
ખારીજ કરવાનો નિર્ણય યોગ્ય ઠેરવે છે તો એસેમ્બલી ભંગ કરવાનો વડાપ્રધાનનો નિર્ણય યોગ્ય સાબિત થઇ જશે. 
Advertisement
Tags :
Advertisement

.