Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વીડિયોના ચક્કરમાં 630 ફૂટની ઊંચાઈથી Daredevil Influencer નીચે...

આશરે 630 ફૂટની ઊંચાઈથી નીચે પડ્યો હતો કેબેલ અચાનક પુલ ઉપરથી તૂટી ગયો હતો કોઈ સુરક્ષાના સાધનો પણ પહેર્યા ન હતાં Daredevil Influencers Lewis Stevenson : Social Media ના યુગમાં યુવાનો લાઈક્સ અને વ્યૂસ માટે પોતાનો જીવ પણ જોખમમાં...
વીડિયોના ચક્કરમાં 630 ફૂટની ઊંચાઈથી daredevil influencer નીચે
  • આશરે 630 ફૂટની ઊંચાઈથી નીચે પડ્યો હતો
  • કેબેલ અચાનક પુલ ઉપરથી તૂટી ગયો હતો
  • કોઈ સુરક્ષાના સાધનો પણ પહેર્યા ન હતાં

Daredevil Influencers Lewis Stevenson : Social Media ના યુગમાં યુવાનો લાઈક્સ અને વ્યૂસ માટે પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દેતા હોય છે. આપણે એવા અનેક કિસ્સાઓ જોયા છે, જેમાં Reels બનાવવાના ચક્કરમાં યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો હોય. જોકે દુનિયાના દરેક દેશમાં જાહેર સ્થળો ઉપર Reels બનાવવાને લઈ અનેક નિયમો લાગૂ કરવામાં આવ્યા છે. તેમ છતાં અવાર-નવાર અનેક આકસ્મિક કિસ્સાઓનું પુનરાવર્તન થતું હોય છે.

Advertisement

આશરે 630 ફૂટની ઊંચાઈથી નીચે પડ્યો હતો

Spain માં આવેલા સૌથી ઊંચા પુલ ઉપથી એક British influencer ચડવાની કોશિશ કરતો હતો. આ British influencer નું નામ Lewis Stevenson છે. તેની ઉંમર માત્ર 26 વર્ષની છે. ત્યારે Lewis Stevenson એ સ્પેનમાં આવેલા Castilla La Mancha bridge ને ચડવા આજરોજ રવિવારે પહોંચ્યો હતો. ત્યારે Lewis Stevenson એ પુલ ઉપરથી આશરે 630 ફૂટની ઊંચાઈથી નીચે પડ્યો હતો. જોકે Lewis Stevenson સાથે તેનો 24 વર્ષનો એક મિત્ર પણ તેની સાથે હાજર હતો. Lewis Stevenson અને તેનો મિત્રો સોશિયલ મીડિયા ઉપર વીડિયો શેર કરવા માટે આ પુલ ઉપર આવ્યા હતા.

આ પણ વાંચો: World's smallest washing machine ભારતીય યુવકે બનાવી, જુઓ વીડિયો

Advertisement

કેબેલ અચાનક પુલ ઉપરથી તૂટી ગયો હતો

Lewis Stevenson એ આ પુલ ઉપર ચડીને વીડિયો બનાવવા ઈચ્છતો હતો. પરંતુ જે કેબેલના મારફતે તેઓ ચડી રહ્યા હતાં. તે કેબેલ અચાનક પુલ ઉપરથી તૂટી ગયો હતો. તેથી Lewis Stevenson નું ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યુ હતું. જ્યારે તેઓ આ પુલ ઉપર ચડી રહ્યા હતા, ત્યારે ભારે વરસાદ થઈ રહ્યો હતો. તેના કારણે પુલ ઉપર ચડવું પડકારદાયક સાબિત થતું હતું.

Advertisement

કોઈ સુરક્ષાના સાધનો પણ પહેર્યા ન હતાં

જોકે Lewis Stevenson એ Castilla La Mancha bridg ઉપરથી કેવી રીતે નીચે પટકાયો હતો. તેનું કોઈ મુખ્ય કારણ સામે આવ્યું નથી. તે ઉપરાંત Castilla La Mancha bridg ઉપર ચડાઈ કરતા સમયે તેઓએ કોઈ સુરક્ષાના સાધનો પણ પહેર્યા ન હતાં. તેના કારણે Lewis Stevenson નું ભયાવહ રીતે મૃત્યુ થયું છે. જોકે આ કેસમાં સ્પેન સરકારે આગળ તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: કોઈપણ બ્રાંડની દારૂ માત્ર રૂ. 99 માં ! આ રાજ્યમાં દારૂનો સાગર જોવા મળશે

Tags :
Advertisement

.