રાજકોટ (Rajkot)માં નબીરાઓ છાકટા બન્યા છે. રાજકોટની સોમનાથ સોસાયટીમાં સ્કોર્પિયો ચાલકે ફુલ સ્પીડમાં કાર ચલાવીને 3 બાઇક અને એક ફેરિયાને અડફેટે લીધા હતા જેમાં ફેરિયાને ગંભીર ઇજા થઇ છે. બીજી તરફ માધાપર ચોકડી પાસે પણ સરકારી ગાડીના ચાલકે ત્રણ વાહનોને...
રાજકોટ (Rajkot)માં નબીરાઓ છાકટા બન્યા છે. રાજકોટની સોમનાથ સોસાયટીમાં સ્કોર્પિયો ચાલકે ફુલ સ્પીડમાં કાર ચલાવીને 3 બાઇક અને એક ફેરિયાને અડફેટે લીધા હતા જેમાં ફેરિયાને ગંભીર ઇજા થઇ છે. બીજી તરફ માધાપર ચોકડી પાસે પણ સરકારી ગાડીના ચાલકે ત્રણ વાહનોને અડફેટે લીધા હતા.
3 બાઇક અને એક શાકભાજીના ફેરિયાને અડફેટમાં લીધા
પ્રાપ્ત માહિતી મુજબ સોમવારે બપોરે 12.30 વાગે રાજકોટની સોમનાથ સોસાયટીમાં સ્કોર્પિયો ચાલકે ફુલ સ્પીડમાં કાર ચલાવીને ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતે અમદાવાદના તથ્ય પટેલ કાંડને યાદ અપાવી હતી. કાર ચાલકે ગમખ્વાર અકસ્માત સર્જીને 3 બાઇક અને એક શાકભાજીના ફેરિયાને અડફેટમાં લીધો હતો જેમાં ફેરિયાને ગંભીર ઇજા થઇ હતી. કાર મકાન સાથે અથડાઇને દિવાલમાં ઘુસી હતી.
કાર ચાલક પાસે લાયસન્સ પણ ન હતું
પ્રાપ્ત માહિતી મુજબ ગાડીના માલિક રાજુ હુંબલ છે અને રાજુ હુંબલે ગાડી યુ.કે.આહિરને આપી હતી અને યુ.કે.આહિરે તેમના મિત્ર કાર ચલાવનારા કેવલ રમેશ ગાણોલીયાને કાર ચલાવવા આવી હતી. તપાસમાં બહાર આવ્યું કે કાર ચાલક પાસે લાયસન્સ પણ ન હતું.
આરોપી કેવલ ભરવાડનો આજે જન્મદિવસ હતો
આ મામલે એસીપી ભાર્ગવ પંડ્યાએ કહ્યું કે લારીવાળાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે અને મ્યુઝિક સિસ્ટમ ચાલુ કરતી વેળાએ અચાનક ગાડી ચાલુ થઇ જતાં આ અકસ્માત સર્જાયો છે. આરોપીની ઉંમર 18 વર્ષની છે અને તેની તપાસ કરાઇ રહી છે. સીસીટીવીના આધારે પોલીસ તપાસ કરી રહી છે. આરોપી કેવલ ભરવાડનો આજે જન્મદિવસ હતો
માધાપર ચોકડી પાસે સરકારી ગાડી દ્વારા અકસ્માત
દરમિયાન આ ઘટના બાદ હિટ એન્ડ રનની બીજી ઘટના બહાર આવી હતી. શહેરના માધાપર ચોકડી પાસે સરકારી ગાડી દ્વારા અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે સિટી બસ, એક્સેસ અને આઇટેન કારને અડફેટે લીધી હતી. ડ્રાઇવરે સ્થાનિક લોકો સમક્ષ તેણે નશો કર્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસ આ મામલાની પણ તપાસ કરી રહી છે.