Dahod : કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, રક્ષાબંધનના દિવસે બે સગા ભાઈઓનાં મોત
- Dahod નાં વરોડ ટોલનાકા પાસે Hit and Run ની ઘટના
- કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં બે સગા ભાઈનાં મોત
- કારચાલક અકસ્માત સર્જી ફરાર, પોલીસે તપાસ આદરી
દાહોદમાં (Dahod) હિટ એન્ડ રનની ઘટના બની છે. કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતાં બાઇકસવાર બે સગા ભાઈનાં મોત નીપજ્યાં છે. જ્યારે અકસ્માત સર્જીને કારચાલક ઘટના સ્થળ પરથી ફરાર થયો હતો. આ મામલે સ્થાનિક પોલીસે ફરાર અજાણ્યા કારચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેની શોધખોળ આદરી છે.
આ પણ વાંચો - Bhavnagar : વાહન ચેકિંગ સમયે મહિલા PSI અને પોલીસકર્મી વચ્ચે ઉગ્ર બોલાચાલી, Video વાઇરલ
અકસ્માતમાં બે સગા ભાઈઓનાં મોત
આજે જ્યારે સમગ્ર ગુજરાત રક્ષાબંધનની (RakshaBandhan) ઉજવણી કરી રહ્યું છે. ત્યારે દાહોદમાં (Dahod) એક પરિવારમાં માતમ છવાયો છે. વરોડ ટોલનાકા પાસે એક કાર અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં બાઇકસવાર બે ભાઈ નીચે પટકાયા હતા. જ્યારે કાર પણ ઊંધી વળી ગઈ હતી. બાઈકસવાર બંને સગા ભાઈઓને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. જ્યારે કારચાલક કાર મૂકીને ત્યાંથી ફરાર થયો હતો.
આ પણ વાંચો - Surat : જાહેરમાં વિદ્યાર્થીનું ગળું કાપી હત્યા, સ્થાનિકોનો ઉગ્ર વિરોધ, સમજાવવા આવેલા ડે. મેયરને લોકોએ આડે હાથ લીધા!
રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ફેરવાયો માતમમાં
આ અકસ્માતને પગલે લોકોની ભીડ ભેગી થઈ હતી. સ્થાનિક પોલીસને જાણ થતા ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ફરાર અજાણ્યા કારચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેની શોધખોળ આદરી છે. જ્યારે રક્ષાબંધનના દિવસે એક જ પરિવારનાં બે સગા દીકરાને ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ છે. રક્ષાબંધનનો તહેવાર માતમમાં ફેરવાયો હતો.
આ પણ વાંચો - Surat : કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે ઘરે કરી રક્ષાબંધનની ઉજવણી, કહ્યું - મહાભારતથી લઇને..!