Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CSK vs KKR : ચેન્નઈને જીત અપાવી શકે છે ધોની! બેટિંગમાં આવી શકે છે ઉપરના ક્રમે

CSK vs KKR : IPL 2024ની 22મી મેચ આજે ચેન્નઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમ (MA Chidambaram Stadium) માં ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ (Chennai Super Kings and Kolkata Knight Riders) વચ્ચે રમાશે. રૂતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad) ની આગેવાની...
csk vs kkr   ચેન્નઈને જીત અપાવી શકે છે ધોની  બેટિંગમાં આવી શકે છે ઉપરના ક્રમે

CSK vs KKR : IPL 2024ની 22મી મેચ આજે ચેન્નઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમ (MA Chidambaram Stadium) માં ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ (Chennai Super Kings and Kolkata Knight Riders) વચ્ચે રમાશે. રૂતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad) ની આગેવાની હેઠળની CSK એ ઘરઆંગણે સતત બે જીત સાથે સીઝનની શરૂઆત કરી હતી. પરંતુ તે પછી તેને ઘરથી દૂર સતત બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. CSK ની ટીમ અંતિમ બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જોકે, આજે આ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) જીતના માર્ગે વાપસી કરવાની તૈયારી પર રહેશે.

Advertisement

CSK ને ઘરઆંગણે હરાવવું KKR માટે મુશ્કિલ

ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકતા નાઈટ રાઈડર્સ વચ્ચે આજે રોમાંચક મેચ જોવા મળશે. બંને ટીમના જો પ્રદર્શનની વાત કરીએ તો CSK આ ટૂર્નામેન્ટમાં 4 મેચ રમી ચુકી છે, જેમા તે 2 મેચમાં જીત નોંધાવી શકી છે. જ્યારે KKR ના પ્રદર્શનની વાત કરીએ તો આ સીઝન કોલકાતા નાઈટ રાઈડર્સ માટે શાનદાર રહી છે. તેણે આ ટૂર્નામેન્ટમાં 3 મેચ રમી ચુકી છે, જેમા તે ત્રણેય મેચ જીતવામાં સફળ થઇ છે. ટેબલમાં જ્યા CSK ચોથા ક્રમે તો KKR બીજા ક્રમે છે. છેલ્લી બે મેચમાં પ્લેયર ઓફ ધ મેચ રહેલા સુનીલ નારાયણ પાસેથી કોલકાતા ફરી એકવાર શાનદાર પ્રદર્શનની અપેક્ષા રાખશે. તેણે ઓપનર તરીકે તોફાની બેટિંગ કરી અને એક-એક વિકેટ લીધી. હેડ-ટુ-હેડ આંકડાઓની વાત કરીએ તો, KKR સામે CSKનો હાથ ઉપર છે. બંને વચ્ચે કુલ 29 વખત ટક્કર થઈ છે. ચેન્નઈએ 18 મેચ જીતી છે, જ્યારે કોલકાતાએ 10 મેચ જીતી છે. એક મેચ અનિર્ણિત રહી હતી.

Advertisement

ચેપોકની પિચ કેવી હશે?

ચેપોક મેદાન પર બોલિંગ અને બેટિંગ બંનેમાં કઠિન સ્પર્ધા થઈ શકે છે. અહીં હંમેશા સ્પિન બોલરોનો દબદબો રહ્યો છે. પરંતુ સાંજ પછી પિચ બેટિંગ માટે અનુકૂળ બની જાય છે. બીજી તરફ, નવો બોલ ઝડપી બોલરોને પણ ઘણી મદદ કરે છે. જોકે આ સીઝનમાં અત્યાર સુધી આ મેદાન પર 2 મેચ રમાઈ છે. જ્યાં પિચ બેટિંગ માટે એકદમ યોગ્ય લાગે છે. આ વખતે આ મેચમાં 200 રનનો આંકડો પણ પાર કરી ગયો છે.

Advertisement

MA Chidambaram Stadium ના આંકડા

ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 78 IPL મેચ રમાઈ છે. જેમાંથી પ્રથમ બેટિંગ કરનારી ટીમે 47 મેચ જીતી છે. વળી, ટીમોએ લક્ષ્યનો પીછો કરતી વખતે 31 વખત જીત મેળવી છે. વળી અહીં પ્રથમ ઇનિંગનો સરેરાશ સ્કોર 163 રન છે. પરંતુ આ સીઝનમાં રમાયેલી બંને મેચમાં સરેરાશ સ્કોર કરતા વધુ રન બન્યા છે.

ચેન્નઈમાં આજે હવામાન કેવું રહેશે?  

સોમવારે (8 એપ્રિલ, 2024) ચેન્નઈમાં આકરી ગરમી પડશે. દિવસનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેશે. જોકે આકાશમાં વાદળો છવાયેલા રહેશે, પરંતુ વરસાદની કોઈ શક્યતા નથી. સાંજે તાપમાનમાં ઘટાડો થશે સાંજે મેચ દરમિયાન તાપમાન 31 ડિગ્રીની આસપાસ રહેશે. ગરમીની સાથે સાથે 80 ટકા ભેજ પણ રહેશે જેના કારણે ખેલાડીઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે.

આ ખેલાડીઓ પર નજર રાખશે

સુનીલ નારાયણ આ સીઝનમાં શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યો છે. તેણે દિલ્હી કેપિટલ્સ સામે તેની કારકિર્દીનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો. સુનીલ નારાયણ ફરી એકવાર ચેન્નઈ સુપર કિંગ્સ સામે બોલ અને બેટ બંનેથી અજાયબી પ્રદર્શન કરી શકે છે. સુનીલ નારાયણ સિવાય ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન રૂતુરાજ ગાયકવાડ પણ ટીમ માટે મોટી ઇનિંગ્સ રમી શકે છે. ચેન્નઈના ઓલરાઉન્ડર ખેલાડી શિવમ દુબે માટે પણ આ સીઝન સારી રહી છે. આવી સ્થિતિમાં શિવમ દુબે આ મેચમાં ચેન્નઈના હીરો તરીકે ઉભરી શકે છે.

આ પણ વાંચો - LSG VS GT : લખનૌની ટીમને ભાગે વધુ એક જીત, ગુજરાતની થઈ હાર

આ પણ વાંચો - MI VS DC : હાર્દિકને આખરે થયો હાશકારો, મુંબઈને મળી તેની પહેલી જીત

આ પણ વાંચો - SRH vs CSK: ચેન્નઈને કોની નજર લાગી! ધોનીની આ સતત બીજી હાર, હૈદરાબાદે ચેન્નાઈને છ વિકેટે હરાવ્યું

Tags :
Advertisement

.