ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Cricket Bookie : ગુજરાતની એક એવી ક્રિકેટ ટુર્નામેન્ટ જેના પર પાંચ પૈસાનો સટ્ટો નથી રમાતો

ગુજરાતની એક એવી ક્રિકેટ ટુર્નામેન્ટ છે જેના પર Cricket Bookie ઓ કે પછી પંટરો સટ્ટો રમાડવાનું કે રમવાનું તો ઠીક, પરંતુ તેની તરફ નજર નાંખવાની પણ હિંમત કરતા નથી.
07:56 PM Apr 13, 2025 IST | Bankim Patel
featuredImage featuredImage
Cricket_Tournament_DGP_Cup_Gujarat_Chharodi_Gurukul_Cricket_Bookie_HoPF_Vikas_Sahay_Gujarat_First

Cricket Bookie : ગુજરાત સહિત દેશભરના સટ્ટોડીયાઓ દુબઈ, જર્યોજિયા, UK અને શ્રીલંકામાં બેઠાં બેઠાં અસંખ્ય ખેલીઓને કાઉન્ટીથી લઈને ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડી રહ્યાં છે. IPL 2025 પર અત્યાર સુધીમાં અબજો રૂપિયા સટ્ટામાં લાગી ચૂક્યાં છે. Cricket Bookie ઓ સટ્ટો રમાડવાની એક પણ તક ચૂકતાં નથી. ગુજરાતની એક એવી ક્રિકેટ ટુર્નામેન્ટ છે જેના પર Cricket Bookie ઓ કે પછી પંટરો સટ્ટો રમાડવાનું કે રમવાનું તો ઠીક, પરંતુ તેની તરફ નજર નાંખવાની પણ હિંમત કરતા નથી. કઈ છે આ ક્રિકેટ ટુર્નામેન્ટ ? જાણો આ અહેવાલમાં...

અમદાવાદમાં 68 દિવસ ચાલી આ ટુર્નામેન્ટ

IPL 2025 ની ત્રણ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડીયમ (Narendra Modi Stadium) માં રમાઈ ચૂકી છે અને આગામી દિવસોમાં બીજી મેચો રમાનારી છે. મોટેરા ખાતે રમાતી IPL 2025 થી અગિયારેક કિલોમીટર દૂર છારોડી ગુરૂકુળ (Chharodi Gurukul) ખાતે 2 ફેબ્રુઆરીથી ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી હતી. શુક્રવારે 11 એપ્રિલના રોજ એટલે કે, 68 દિવસ ચાલેલી આ ટુર્નામેન્ટનું સમાપન થયું. 50 ઑવર, T20 અને વીમેન્સ 12 ઑવર ટેનિસ બોલ એમ ત્રણ અલગ-અલગ ફોર્મેટમાં આ ક્રિકેટ ટુર્નામેન્ટ (Cricket Tournament) યોજાઈ હતી. આ ટુર્નામેન્ટનો શુભારંભ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) ના હસ્તે કરાયો હતો.

કેટલાં વર્ષોથી યોજાય છે ક્રિકેટ ટુર્નામેન્ટ ?

50 ઑવરના ફોર્મેટમાં રમાતી 31મી ક્રિકેટ ટુર્નામેન્ટ હતી. T20 ફોર્મેટમાં રમાયેલી આ 18મી ક્રિકેટ ટુર્નામેન્ટ હતી. જ્યારે વીમેન્સ 12 ઑવર ટેનિસ બોલ ફોર્મેટમાં આ ત્રીજી ટુર્નામેન્ટ હતી. આ ત્રણેય ફોર્મેટમાં રમાતી ક્રિકેટ ટુર્નામેન્ટનો એકપણ સ્પોર્ન્સસ નથી હોતો. સ્પોર્ટસ ફંડમાંથી દર વર્ષે આ ક્રિકેટ ટુર્નામેન્ટનો ખર્ચો કરવામાં આવે છે. અત્રે નોંધનીય છે કે, આ મેચમાં ભાગ લેનારા અનેક ખેલાડીને ગુનેગારો ઓળખતા હોય છે, પરંતુ આ ગુનેગારો ભૂલથી પણ મેચ જોવા જતાં નથી.

આ ત્રણ ટીમો વિજેતા બની

પહેલાં આપને જણાવી દઈ કે, આ ક્રિકેટ ટુર્નામેન્ટનું નામ DGP Cup Gujarat છે. આ વખતે રમાયેલી  DGP Cup Gujarat 2024-2025 માં 50 ઑવરના ફોર્મેટમાં સુરત શહેર પોલીસ ટીમ (Surat City Police) વિજેતા બની છે. જ્યારે રાજકોટ રેન્જ ટીમ (Rajkot Range) રર્નસ અપ રહી છે. 18મી T20 ફોર્મેટમાં અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police) ની ટીમે ગાંધીનગર રેન્જને હરાવી જીત નોંધાવી છે. જ્યારે વીમેન્સ 12 ઑવર ટેનિસ બોલ ફોર્મેટમાં ગાંધીનગર રેન્જ ટીમે (Gandhinagar Range) જીત નોંધાવી છે. જ્યારે અમદાવાદ શહેર પોલીસની ટીમ રનર્સ અપ રહી છે. સમાપનના દિવસે તમામ વિજેતા ટીમો અને રનર્સ અપ ટીમોને DGP Vikas Sahay અને G S Malik Ahmedabad CP ના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે સુરત પોલીસ કમિશનર અનુપમસિંઘ ગહલોત (Anupam Singh Gahlaut), એસીબીના વડા પીયૂષ પટેલ (Piyush Purusottamdas Patel), એટીએસના વડા અમિત વિશ્વકર્મા (Amit Kumar Vishwakarma), રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ (Ashok Kumar), પંચમહાલ-ગોધરા રેન્જ આઈજી આર. વી. અસારી (R V Asari), ગાંધીનગર રેન્જ ડીઆઈજી વિરેન્દ્રસિંઘ યાદવ (Virendra Singh Yadav), ગાંધીનગર એસપી રવિ તેજા વસામશેટ્ટી (Ravi Teja Vasamsetty) અમદાવાદ ટ્રાફિક ડીસીપી સફીન હસન (Safin Hasan), આઈબી એસપી જગદીશ ચાવડા (Jagdish Chavda) સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

આ પણ વાંચો - ભ્રષ્ટાચારને નિત્યક્રમ બનાવનારા પીઆઈ સામે BJP MLA ની ફરિયાદ, ઉત્તર ગુજરાતના PI ફરી હાંસિયામાં ધકેલાયા

કોનો દેખાવ સૌથી શ્રેષ્ઠ રહ્યો ?

T20 ફોર્મેટમાં ગાંધીનગર રેન્જના પીઆઈ હાર્દિકસિંહ પરમારે (PI Hardiksinh Parmar) 9 છક્કા, 27 બાઉન્ડ્રી ફટકારી 208 રન અને 20.5 ઑવરમાં 17 વિકેટ મેળવી પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ બન્યાં છે. બેસ્ટ બેસ્ટમેનનો એવૉડ અમદાવાદ રેન્જના પ્રિયાંક બરંડાને મળ્યો છે. તેમણે 7 છગ્ગા, 27 ચોક્કા ફટકારી 203 રન બનાવ્યા છે. રાજકોટ શહેર પોલીસ ટીમના પ્રદ્યુમનસિંહ ઝાલાએ 23 ઑવરમાં 3 મેડન નાંખી 14 વિકેટ મેળવી બેસ્ટ બૉલર બન્યા છે. ગોધરા રેન્જના ઝાયેદખાને 8 કેચ પકડી તેમજ એક ખેલાડીને રન આઉટ કરી બેસ્ટ ફિલ્ડર બન્યાં છે. ઉભરતા ખેલાડી તરીકે ગોધરા રેન્જના વિપુલ બારીયાએ 1 સિક્સ, 6 બાઉન્ડ્રી સાથે 47 રન ફટકાર્યા છે. 50 ઑવર ફોર્મેટમાં સુરત શહેરના રત્નાભાઈ રબારીએ 12 સિક્સ, 14 બાઉન્ડ્રી સાથે 177 રન અને 56.5 ઑવર ફેંકી તેમાં 6 મેડન તથા 16 વિકેટ મેળવી પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ બન્યાં છે. સુરત શહેરના રોનિત પટેલે 6 છગ્ગા, 32 ચોક્કા સાથે 278 રન ફટકારી બેસ્ટ બેટર બન્યા છે. 29 ઑવરમાં 4 મેડન નાંખી 15 વિકેટ લેનારા જુનાગઢ રેન્જના ભૂમિત બારોટ બેસ્ટ બૉલર બન્યાં છે. જયારે 7 કેચ અને બે ખેલાડીને રનઆઉટ કરીને જુનાગઢ રેન્જના રાજુ ભેડા બેસ્ટ ફિલ્ડર બન્યાં છે.

આ પણ વાંચો - Gujarat High Court ના નકલી સરકારી વકીલને સોલા પોલીસે પકડ્યો, હત્યારો 9 મહિનાથી હતો ફરાર

એક-બીજાની મદદે રહે છે 300 ક્રિકેટર્સનું ગ્રુપ

છેલ્લાં કેટલાંક વર્ષથી ક્રિક્રેટ સાથે સંકળાયેલા Gujarat Police ના અધિકારી/જવાનો એક-બીજાની તકલીફમાં સાથ દેવા હંમેશા તૈયાર રહે છે. ફૂલ નહીં તો ફૂલની પાંખડી આ તેમનો મંત્ર છે. અત્યાર સુધીમાં ચાલુ ફરજ પર/અકસ્માતમાં મૃત્યુ પામેલા પોલીસ કૉન્સ્ટેબલ ભાવેશ બહ્મભટ્ટ, ભીખુભા બુકેરા, મયુરસિંહ ઝાલાના પરિવારને 2.51-2.51 લાખની આર્થિક મદદ કરી છે. જ્યારે કચ્ઢના હેડ કૉન્સ્ટેબલ ઉમર નોડેના પરિવારને 1.51 લાખનો આર્થિક ટેકો કર્યો છે.

આ પણ વાંચો - Naroda Police : રાજ્યભરના ગુંડાઓને ફરી જેલમાં ધકેલવાની વાતો વચ્ચે નરોડા પોલીસે આવું કર્યું કામ

Tags :
Ahmedabad City PoliceAmit Kumar VishwakarmaAnupam Singh GahlautAshok KumarBankim PatelChharodi GurukulCricket Bookiecricket tournamentDGP Cup GujaratDGP Cup Gujarat 2024-2025DGP Vikas SahayG S Malik Ahmedabad CPGandhinagar RangeGujarat FirstGujarat PoliceHarsh SanghaviJagdish ChavdaNarendra Modi StadiumPI Hardiksinh ParmarPiyush Purusottamdas PatelR V AsariRajkot RangeRavi Teja VasamsettySafin HasanSurat City PoliceVirendra Singh Yadav