Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat Assembly: કોંગ્રેસના ધારાસભ્યોના દેખાવો...

વિધાનસભાના પગથિયા પાસે કોંગ્રેસના દેખાવો કોંગ્રેસના ધારાસભ્યોએ એપ્રોન પહેરી કર્યા સૂત્રોચાર ટૂંકી મુદ્દતના પ્રશ્નોને લઇ વિરોધપક્ષના દેખાવો વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાનું નિવેદન ભ્રષ્ટાચાર ભાજપ સરકારમાં શિષ્ટાચાર બન્યો હોય એવી સ્થિતિ Gujarat Assembly : ગુજરાત વિધાનસભા (Gujarat Assembly)...
gujarat assembly  કોંગ્રેસના ધારાસભ્યોના દેખાવો
  • વિધાનસભાના પગથિયા પાસે કોંગ્રેસના દેખાવો
  • કોંગ્રેસના ધારાસભ્યોએ એપ્રોન પહેરી કર્યા સૂત્રોચાર
  • ટૂંકી મુદ્દતના પ્રશ્નોને લઇ વિરોધપક્ષના દેખાવો
  • વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાનું નિવેદન
  • ભ્રષ્ટાચાર ભાજપ સરકારમાં શિષ્ટાચાર બન્યો હોય એવી સ્થિતિ

Gujarat Assembly : ગુજરાત વિધાનસભા (Gujarat Assembly) સત્રનું આજથી ત્રણ દિવસનું ટૂંકુ સત્ર શરુ થયુ છે ત્યારે પહેલા જ દિવસે વિધાનસભાના પગથિયા પાસે કોંગ્રેસના ધારાસભ્યોએ દેખાવો કર્યા હતા. ટૂંકી મુદ્દતના પ્રશ્નોને લઇ વિરોધપક્ષે દેખાવો કર્યા હતા.

Advertisement

વિધાનસભાના પગથિયા પાસે કોંગ્રેસે આજે દેખાવો કર્યા

ગુજરાત વિધાનસભાના પગથિયા પાસે કોંગ્રેસે આજે દેખાવો કર્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યોએ એપ્રોન પહેરી સૂત્રોચાર કર્યા હતા.
ટૂંકી મુદ્દતના પ્રશ્નોને લઇ વિરોધપક્ષે દેખાવો કર્યા હતા. આ મામલે વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ આરોપ લગાવ્યો કે ભ્રષ્ટાચાર ભાજપ સરકારમાં શિષ્ટાચાર બન્યો હોય એવી સ્થિતિ છે.

Advertisement

આ પણ વાંચો---Assembly: વિધાનસભાના 3 દિવસનું ટૂંકુ સત્ર આજથી શરુ...

ભ્રષ્ટાચારનો ભોગ બનેલ લોકો અંગે વિધાનસભામાં ચર્ચા થવી જોઈએ

Advertisement

અમિત ચાવડાએ કહ્યું કે સરકારના ભ્રષ્ટાચારનો ભોગ બનેલ લોકો અંગે વિધાનસભામાં ચર્ચા થવી જોઈએ . ગુજરાતમાં બનતી ઘટનાની ચર્ચા વિધાનસભામાં થવી જરૂરી છે. તેમણે કહ્યું કે વધારે ચર્ચા ના થાય એ માટે ટૂંકી મુદ્તના પ્રશ્નો લાવવામાં આવ્યા છે.

અમારા પ્રશ્નો કાઢી નખાયા

તેમણે કહ્યું કે મંત્રીઓ કોંગ્રેસના પ્રશ્નોની ચર્ચા ના થાય એવું ઈચ્છતા હતા એટલે અમારા પ્રશ્નો કાઢી નખાયા છે. કોંગ્રેસના સભ્યોએ પ્રજાના પ્રશ્નોને ચર્ચા અંગે માંગ કરી હતી તેમ તેમણે જણાવ્યું હતું.

આ પણ વાંચો---- Gandhinagar : તાંત્રિકો-ભુવાઓ પર સકંજો કસવા તૈયારી, કડક સજાની જોગવાઈ સાથે સરકાર લાવશે બિલ!

આ પણ વાંચો---- Banaskantha : જૈન સાધ્વીજી સાથે છેડતીનાં પ્રયાસ મામલે ગેનીબેન ઠાકોરની પ્રતિક્રિયા, કહ્યું- જરૂર પડશે તો..!

આ પણ વાંચો---- અહો આશ્ચર્યમ્... 20 મહિના ઘરે બેસીને 15 લાખનો પગાર આરોગી ગઈ અધિકારી! પૂર્વ RTO અધિકારીનો આક્ષેપ

Tags :
Advertisement

.