ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat Assembly: કોંગ્રેસના ધારાસભ્યો આજના દિવસ માટે સસ્પેન્ડ

આજે વિધાનસભા ગૃહની કાર્યવાહી શરૂ થતા સાથે જ હોબાળો થયો કોંગ્રેસના સભ્યોએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસે પુછેલા ટુંકી મુદ્દતના પ્રશ્નો રદ કરી દેવાયા સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા દરખાસ્ત કરાઇ કોંગ્રેસના ધારાસભ્યો આજના દિવસની...
12:39 PM Aug 22, 2024 IST | Vipul Pandya
gujarat vidhansabha congress

Gujarat Assembly: ગુજરાત વિધાનસભા (Gujarat Assembly) ના ત્રણ દિવસના સત્રના આજના બીજા દિવસે ગૃહની કાર્યવાહી શરુ થતાં જ કોંગ્રેસે બેનર્સ અને કાગળો બતાવીને હોબાળો કર્યો હતો અને દેખાવો કર્યા હતા. વિધાનસભા ગૃહમાંથી કોંગ્રેસના સભ્યોએ વોકઆઉટ કર્યો હતો. બીજી તરફ સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા દરખાસ્ત કરાયા બાદ કોંગ્રેસના 12 સભ્યોને આજના દિવસ માટે સસ્પેન્ડ કરાયા હતા.

ગૃહની કાર્યવાહી શરૂ થતા સાથે જ હોબાળો

આજે વિધાનસભા ગૃહની કાર્યવાહી શરૂ થતા સાથે જ હોબાળો થયો હતો. કોંગ્રેસે બેનર્સ અને કાગળો બતાવી દેખાવો કર્યા હતા અને વિધાસનભા ગૃહમાંથી કોંગ્રેસના સભ્યોએ વોકઆઉટ કર્યો હતો. કોંગ્રેસના સભ્યોએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસે પુછેલા ટુંકી મુદ્દતના પ્રશ્નો રદ કરી દેવાયા છે. કોંગ્રેસ પક્ષે અગ્નિકાંડ સહિતના 12 પ્રશ્નો રદ કરાયા હોવાના પણ આરોપ લગાવ્યા હતા.

આ પણ વાંચો--- Ahmedabad : 4 પોલીસ કમિશનર, 9 IG હાજર રહ્યા, DGP એ કહ્યું- રાજ્યમાં ક્રાઈમ રેટમાં ઘટાડો થયો..!

આપ પહેલાથી જ વિરોધના મૂડમાં આવ્યા છો

વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના વિરોધ મુદ્દે વિધાનસભા અધ્યક્ષનું નિવેદન આવ્યું હતું. તેમણે કહ્યું કે આપ પહેલાથી જ વિરોધના મૂડમાં આવ્યા છો. ત્યારબાદ સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા દરખાસ્ત કરાઇ હતી. વિધાનસભા અધ્યક્ષની સૂચના હોવા છતાંય દેખાવો કરાતા કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોને આજના દિવસની ગૃહની કાર્યવાહી માંથી સસ્પેન્ડ કરવા દરખાસ્ત કરવામાં આવી હતી.

કોંગ્રેસના ધારાસભ્યો આજના દિવસની ગૃહની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ

ત્યારબાદ વિધાનસભા અધ્યક્ષ દ્વારા કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોને આજના દિવસની ગૃહની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો--- Black Magic Bill : કાળા જાદુ બિલ પર ચર્ચા વચ્ચે BJP-કોંગ્રેસનાં નેતાઓની રમૂજી ટીખળથી સૌ ખડખડાટ હસ્યાં

ટૂંકી મુદ્દતના બે પ્રશ્નો પર આજે ચર્ચા

બીજી તરફ વિધાનસભા ગૃહમાં ટૂંકી મુદ્દતના બે પ્રશ્નો પર આજે ચર્ચા થશે. વ્યાજખોર વિરૂદ્ધ કાર્યવાહી તથા કોલેજ વિદ્યાર્થીઓને અકસ્માત મૃત્યુ સહાય બાબતે ચર્ચા થશે. વિવિધ વિભાગોના અહેવાલો હિસાબો મેજ પર મુકાશે. જાહેર હિસાબ સમિતિ તથા પંચાયતની રાજ સમિતિની ખાલી પડેલી જગ્યા બાબતે અધ્યક્ષ જાહેરાત કરી શકે છે. આ ઉપરાંત ત્રણ અલગ અલગ વિધાનસભા સમિતિના અહેવાલ રજૂ થશે. પાણીના પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ બાબતે વૈધાનિક ચર્ચા થશે. મંત્રી મુળુ બેરા ગૃહમાં ચર્ચા લાવશે અને 60 મિનીટ ચર્ચા ચાલશે. આવતીકાલે ગૃહમાં બે સરકારી વિધયેક રજૂ થશે. ગુજરાત માલ અને સેવા સુધારા વિધેયક તથા ગુજરાત નશાબંધી સુધારા વિધેયક પર ચર્ચા થશે.

આ પણ વાંચો---- Black Magic Bill : કાળા જાદુ અટકાવવા અંગેનું વિધેયક ધર્મ અને અધર્મ વચ્ચેનો મહત્ત્વનો ભેદ સ્પષ્ટ કરશે : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

Tags :
BJPCongress MLAGujarat vidhansabhaGujarat-AssemblyPoliticssuspend
Next Article