Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સસ્પેન્ડેડ કલેક્ટર આયુષ ઓકની વધી શકે છે મુશ્કેલી

Amreli : સુરતના ડુમસની 2 હજાર કરોડની જમીનના કૌંભાડમાં સુરતના તત્કાલિન કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કરાયા બાદ હવે તેમના કારનામાઓ અંગે સવાલો ઉઠાવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ નેતા વીરજી ઠુમ્મરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને આયુષ ઓક જ્યારે અમરેલી (Amreli)...
11:41 AM Jun 12, 2024 IST | Vipul Pandya
Surat Collector Ayush Oak

Amreli : સુરતના ડુમસની 2 હજાર કરોડની જમીનના કૌંભાડમાં સુરતના તત્કાલિન કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કરાયા બાદ હવે તેમના કારનામાઓ અંગે સવાલો ઉઠાવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ નેતા વીરજી ઠુમ્મરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને આયુષ ઓક જ્યારે અમરેલી (Amreli) માં હતા તે સમયની ફાઇલોની તપાસ કરાવાની માગ કરી છે. તેમણે પત્ર લખીને આરોપ લગાવ્યો છે કે સરકારી પડતર જમીન ઉદ્યોગોને ફાળવી દેવાઇ છે તેની ઉંડી તપાસ થવી જોઇએ.

આયુષ ઓકને સુરતના ડુમસની 2હજાર કરોડની જમીન કોભાંડ મામલે સોમવારે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા

વલસાડના કલેક્ટર આયુષ ઓકને સુરતના ડુમસની 2હજાર કરોડની જમીન કોભાંડ મામલે સોમવારે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સુરત કલેક્ટરની ફરજ દરમિયાન જમીનમાં કરેલા ગોટાળા બદલ રાજ્ય સરકારે સસ્પેન્ડ કર્યા છે. લાંબા સમયથી ચાલી રહેલી તપાસના અંતે કલેક્ટર કક્ષાના અધિકારીને સસ્પેન્ડ કરતા સન્નાટો વ્યાપી ગયો છે. IAS અધિકારી આયુષ ઓક જ્યારે સુરતમાં કલેકટર હતા ત્યારે આ જમીન વેચીને રાજ્યના મહેસુલ વિભાગને નુકસાન પહોંચાડવા બદલ રાજ્ય સરકાર દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી છે.

જમીનમાં એકાએક ગણોતિયા ઉભા કરવામાં આવ્યા

કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ આક્ષેપ કર્યો કે  જે જમીનમાં વર્ષોથી ગણોતિયા ન હતા તે જમીનમાં એકાએક આ ગણોતિયા ઉભા કરવામાં આવ્યા છે. એથી પણ વધુ ગંભીર બાબત એ છે કે, સુરતના પૂર્વ કલેકટર રાજેન્દ્રકુમાર દ્વારા આ જમીન સરકારી હોવાનું સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. તો આ સરકારી જમીન બદલી થવાના એક દિવસ પહેલા જ તે સમયે સુરતના કલેક્ટર રહેલા આયુષ ઓક દ્વારા ગણોતિયાનું નામ દાખલ કરવા માટેનો આદેશ કેવી રીતે અપાયો છે. આ સમગ્ર મામલે SITની રચના કરી તપાસ થવી જોઇએ.

સસ્પેન્ડેડ કલેક્ટર આયુષ ઓકની વધી શકે છે મુશ્કેલી

દરમિયાન કોંગ્રેસ નેતા વીરજી ઠુમ્મરે CM ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી આયુષ ઓકના વધુ કારનામાઓની તપાસ કરવાની માગ કરી છે. તેમણે પત્રમાં લખ્યું છે કે આયુષ ઓક જ્યારે અમરેલીમાં ફરજ પર હતા ત્યારની ફાઈલો તપાસવી જરુરી છે. તેમણે તે સમયના મહેસૂલ ટેબલ સંભાળનારા અધિકારીઓ અને કર્મચારીઓની તપાસ કરવા માગ કરી હતી.

જમીન કૌભાંડો પર અનેક સવાલો ઉઠાવ્યા

વીરજી ઠુમ્મરે જમીન કૌભાંડો પર અનેક સવાલો ઉઠાવ્યા છે. તેમણે સરકારી પડતર જમીન ઉદ્યોગોને ફાળવી તેની તપાસ કરવાની માગ કરી હતી. આ સાથે ગૌચરની જમીનો પવનચક્કી માટે ફાળવી દેવાઈ તેની પણ તપાસ કરવાની માગ કરી હતી.

આ પણ વાંચો----Valsad ના કલેક્ટર આયુષ ઓકને કરાયા સસ્પેન્ડ, જમીન ગોટાળા મામલે થઈ કાર્યવાહી

Tags :
AmreliAyush OakCM Bhupendra PatelCongressGujaratGujarat FirstIas OfficerLand scamScamstate governmentSuratSurat CollectorVirji Thummar
Next Article