સસ્પેન્ડેડ IAS ઓફિસર કે.રાજેશને કોર્ટમાં રજૂ કરાયા, જાણો કેમ કોર્ટે CBIને ઠપકો આપ્યો
CBI દ્વારા લાંચ અને ભ્રષ્ટાચાર કેસમાં IAS કે.રાજેશની આખરે ચકચારી ભષ્ટાચારના કેસમાં આઇ .એ.એસ ઓફિસર કે.રાજેશની ધરપકડ કરાઇ હતી. મહત્વનું છે કે કલેક્ટર પદેથી વ્યાપક ભ્રષ્ટાચારનો IAS અધિકારી કે.રાજેશ પર આરોપ છે. સાથે જ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં જ્યા બંન્ને પક્ષે રજૂઆત કરાઇ હતી. કે.રાજેશ કેસને લઈને સુનવણી શરૂ થઇ ત્યારે કોર્ટે કે.રાજેશને પૂછ્યું કે સી.બી.આઈ વિરુદ્ધમાં તમને કોઈ àª
Advertisement
CBI દ્વારા લાંચ અને ભ્રષ્ટાચાર કેસમાં IAS કે.રાજેશની આખરે ચકચારી ભષ્ટાચારના કેસમાં આઇ .એ.એસ ઓફિસર કે.રાજેશની ધરપકડ કરાઇ હતી. મહત્વનું છે કે કલેક્ટર પદેથી વ્યાપક ભ્રષ્ટાચારનો IAS અધિકારી કે.રાજેશ પર આરોપ છે. સાથે જ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં જ્યા બંન્ને પક્ષે રજૂઆત કરાઇ હતી. કે.રાજેશ કેસને લઈને સુનવણી શરૂ થઇ ત્યારે કોર્ટે કે.રાજેશને પૂછ્યું કે સી.બી.આઈ વિરુદ્ધમાં તમને કોઈ ફરિયાદ છે કે નહીં જેમાં કે.રાજેશે જવાબ આપ્યો કે ના કોઈ ફરિયાદ નથી.
જ્યારે CBI તરફથી કહેવામાં આવ્યું હતું કે CD છે, કેસ ડાયરી નથી આ જવાબથી કોર્ટે આશ્ચર્ય વ્યકત કર્યું. સાથે જ કોર્ટે સીબીઆઇને ટકોર કરી હતી કે કોર્ટનો સમય ખરાબ ન થવો જોઈએ સાથે જ કોર્ટે કહ્યું કે રિમાન્ડ અરજી પર કેસ ડાયરી જરૂરી છે. કેસ ડાયરી થોડી વારમાં આવશે તેવી CBIની રજુઆત બાદ કોર્ટમાં CBIના દરોડામાં સામેલ તમામ અધિકારીઓના નિવેદન નોંધવામાં આવ્યા હતાં. જે તમામ નિવેદન કે.રાજેશની વિરુદ્ધમાં છે. સાથે જ આ પહેલાં અનેક ફરિયાદો પણ કે.રાજેશ સામે થઈ છે. સુરેન્દ્રનગરમાં પણ તેમની સામે ડોનેશન બાબતે ફરિયાદ થઇ હતી. તેમજ દરોડા સમયે રોકડ રકમ પણ જમા લેવાઇ છે. સાથે જ સુરતમાં પણ દરોડા સમયે રોકડ રકમ જપ્ત કરાઈ છે. આ કેસમાં વધુ તપાસ માટે CBI દ્વારા કોર્ટ પાસે આરોપીના 10 દિવસના રિમાન્ડ મંગવામાં આવ્યા હતા. જેમાં કોર્ટે સોમવાર સુધી એટલે કે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
જ્યારે કે.રાજેશના વકીલ દ્વારા કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, દેશની સૌથી ટોચની એજન્સી એક સરકારી કર્મચારીને ટાર્ગેટ કરી રહી છે. સાથે જ બચાવપક્ષના વકીલે દલીલ કરી હતી કે આ કેસમાં ધરપકડ એટલા માટે કરવામાં આવી કે કે.રાજેશ તપાસમાં સહયોગ આપતા નથી બેંકમાં જે જોઇન્ટ એકાઉન્ટ હતું તે એકાઉન્ટ તો મારા અસીલનું પહેલાથી જ હતું.અને જે કઈ પણ ડૉનેશન આપ્યું તે સરકારી ખાતામાં ગયું છે ,તો પૈસા લીધા છે તેવા આક્ષેપ કેવી રીતે ટકવા પાત્ર છે. અને માત્ર એક વ્યક્તિના આક્ષેપ પર ફરિયાદ કેવી રીતે નોંધી દેવામાં આવી છે. સાથે જ આ કેસમાં ફરિયાદ કરી તેને લાગતા પુરાવાઓ પણ નથી. સાથે જ Cbiની ધરપકડ પર બચવપક્ષએ કોર્ટમાં વાંધો ઉઠાવ્યો હતો કે આ પહેલાં કોઈ એવો ઓર્ડર નથી કે આવા કેસમાં રિમાન્ડ મળ્યા હોય. ઓર્ડર તપાસનો થયો હોય તો ધરપકડ શા માટે કરાઇ
આ પહેલાં સીબીઆઈ દ્વારા કે.રાજેશની સધન પૂછપરછ કરવામાં આવી છે. સાથે જ બચાવ પક્ષે દલીલ કરી હતી કે41/A ની નોટિસ મળી ત્યારે કે.રાજેશ સરકારી કામથી બેંગ્લોર ગયા હતાં. અને બીજા દિવસે તરત જ આવી ગયા હતાં. આ આખા કેસની સમાજમાં વિપરિત અસર પડી રહી છે કે એક પ્રમાણિક અધિકારી સાથે આવું થાય છે પ્રમાણિક કામ કરવાનું પરિણામ આવું મળે છે. સાથે જ ફરિયાદીએ પણ જે આક્ષેપો કર્યા છે તેમા પણ વિભિન્નતાઓ જોવા મળી રહી છે. અને અંતે ફરિયાદીએ જે આક્ષેપો કર્યા છે તેના પણ આધારભૂત પુરાવાઓ મળ્યા નથી.
કે.રાજેશને કોર્ટે સમક્ષ રજૂઆત કરી હતી કે છેલ્લાં બે દિવસથી મને 35 સવાલ પૂછવામાં આવ્યા છે. આ બધા જ સવાલના જવાબ મેં આપ્યા છે. સાથે જ બધા જ જવાબ મેં વિગતવાર આપેલા છે. સાથે જ તમામ જવાબ વિસ્તૃત રીતે ફકરાના સ્વરૂપમાં જવાબ આપ્યા છે.
કે.રાજેશ 2011 બેચના IAS અધિકારી છે. ધરપકડ પહેલા સામાન્ય વહીવટી વિભાગમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા. કે.રાજેશ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવી ચુક્યા છે. સુરેન્દ્રનગર કલેક્ટર બાદ ગૃહ વિભાગમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે બદલી થઇ હતી. ગૃહ વિભાગમાં બદલીના ગણતરીના દિવસોમાં જ તેમને સાઈડ પોસ્ટ કરાયા હતા. CBI તપાસના કારણે કે.રાજેશની મુશ્કેલી સતત વધતી જાય છે. કે. રાજેશ સુરેન્દ્રનગરના કલેક્ટર હતાં તે સમયે સરકારી જમીનનો ખેલ પાડવાના વિવાદમાં તેઓ ફસાયા હતા. સૌરાષ્ટ્રમાં એરપોર્ટ નજીક 1 હજાર 47 એકર જમીનમાં કે. રાજેશ ફસાયા હતા. આ કેસમાં કે.રાજેશને સજા નહોતી મળી. જ્યારે અન્ય 2 GAS કેડરના અધિકારીને જેલની સજા ફટકારવામાં આવી હતી. આ બોગસ સરકારી દસ્તાવેજથી ચોટીલા, બામણબોર, મેવાસા અને શેખલીયામાં કૌભાંડ થયું હતું હતું. જેથી બામણબોરની જમીન મુદ્દે તપાસ થવા પર રાજકોટ કનેક્શન ખુલ્યું હતું.