Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Harsh Sanghvi : પાકિસ્તાન અને ઇરાન દ્વારા ચાલતા ષડયંત્રને રોકવામાં આપણને સફળતા મળી

Harsh Sanghvi : આવતીકાલથી 2 દિવસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ અને જામનગરની મુલાકાતે આવી રહ્યા છે તે પૂર્વે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) સુરક્ષા વ્યવસ્થાનું વિરીક્ષણ કરવા માટે રાજકોટ પહોંચ્યા હતા. આ તબક્કે Harsh Sanghvi એ ગુજરાત પોલીસે...
harsh sanghvi   પાકિસ્તાન અને ઇરાન દ્વારા ચાલતા ષડયંત્રને રોકવામાં આપણને સફળતા મળી

Harsh Sanghvi : આવતીકાલથી 2 દિવસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ અને જામનગરની મુલાકાતે આવી રહ્યા છે તે પૂર્વે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) સુરક્ષા વ્યવસ્થાનું વિરીક્ષણ કરવા માટે રાજકોટ પહોંચ્યા હતા. આ તબક્કે Harsh Sanghvi એ ગુજરાત પોલીસે વેરાવળના દરિયાકિનારેથી પકડેલા 350 કરોડ રુપિયા ઉપરાંતના ડ્રગ્સની કામગિરીને બિરદાવી હતી. તેમણે ગીર સોમનાથ પોલીસને અભિનંદ પાઠવ્યા હતા.

Advertisement

રાજકોટમાં યોજાનારી વડાપ્રધાનની જાહેરસભામાં 1 લાખથી વધુ લોકો હાજર રહેશે

રાજકોટમાં પત્રકારો સાથે વાત કરતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનથી દરેક સમાજના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં યોજાનારી વડાપ્રધાનની જાહેરસભામાં 1 લાખથી વધુ લોકો હાજર રહેશે તેમ તેમણે કહ્યું હતું.

Advertisement

વડાપ્રધાન AIIMS હોસ્પિટલ ના IPD વિભાગ અને હોસ્પિટલનું લોકાર્પણ કરશે

હર્ષ સંઘવીએ રાજકોટમાં વડાપ્રધાનની જ્યાં જાહેરસભા યોજવામાં આવી છે તે સ્થળની મુલાકાત લીધી હતી અને અધિકારીઓ સાથે વાતચીત કરી તૈયારીઓની સમિક્ષા કરી હતી. વડાપ્રધાનની જાહેરસભામાં 1 લાખથી વધુની જનમેદની હશે ત્યારે સુરક્ષા વ્યવસ્થા બાબતે ખાસ તૈયારીઓ કરાઇ છે તેની પણ તેમણે સમિક્ષા કરી હતી. ઉલ્લેખનિય છે કે વડાપ્રધાન મોદીની 25 તારીખે રાજકોટમાં જાહેરસભા યોજાઇ છે, જેમાં આખા સૌરાષ્ટ્રમાંથી લોકો હાજર રહેશે. વડાપ્રધાન AIIMS હોસ્પિટલ ના IPD વિભાગ અને હોસ્પિટલનું લોકાર્પણ કરશે

ગીર સોમનાથ પોલીસને ખાસ અભિનંદન

આ તબક્કે તેમણે ગુજરાત પોલીસે પકડેલા ડ્રગ્સ બાબતે ગુજરાત પોલીસ અને ગીર સોમનાથ પોલીસને ખાસ અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું કેગુજરાત પોલીસ ડ્રગ્સ સામે લડાઇ લડી રહી છે. ડ્રગ્સ એ સામાજીક લડાઇ છે. ગુજરાત પોલીસના જવાનોએ ભારત-પાકિસ્તાનની બોર્ડર પર જઇને ડ્રગ્સ પકડ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે કોઇ પણ મિત્ર કે સ્વજન આ પ્રકારના દૂષણમાં ફસાયા હોય તો જાણ કરજો. અમે તેને સાચા રસ્તે લઇ આવવાનો પ્રયત્ન કરીએ છીએ. તેમણે કહ્યું કે હું ગીર સોમનાથ પોલીસને અભિનંદન આપું છું. ડ્રગ્સની બાતમી ગીર સોમનાથ પોલીસને મળી હતી અને 350 કરોડનું હેરોઇન પકડવામાં સફળતા મળી છે. હું રાજ્યના ગૃહમંત્રી તરીકે અને નાગરીક તરીકે પોલીસને અભિનંદન આપું છું,. તેમણે કહ્યું કે પાકિસ્તાન અને ઇરાન દ્વારા ચાલતા આ ષડયંત્રને રોકવામાં આપણને સફળતા મળી છે. સલાયામાં 2 વર્ષમાં 4 મોટા ઓપરેશન પોલીસે પકડ્યા છે.

Advertisement

આ પણ વાંચો----BIG BREAKING : વેરાવળ બંદરેથી નશીલા પ્રદાર્થનો ૩૫૦ કરોડનો જથ્થો ઝડપાયો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.