Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Dwarka ના અનેક પૂરગ્રસ્ત વિસ્તારોનું CM એ હવાઈ નિરીક્ષણ કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દેવભૂમિ દ્વારકાની મુલાકાતે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ સાથે CMની બેઠક વરસાદ અને પૂરની સ્થિતિને લઈને અધિકારીઓ સાથે ચર્ચા દ્વારકાના અનેક વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યા Gujarat Rain: ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું...
06:11 PM Aug 29, 2024 IST | Hiren Dave

Gujarat Rain: ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ભારે વરસાદ (Gujarat Rain)અને પૂરને કારણે સૌરાષ્ટ્ર-કચ્છના મોટા ભાગના જિલ્લાઓ પ્રભાવિત થયા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી બે દિવસ પણ હજી ભારે વરસાદની આગાહી છે. આ પૂરને કારણે મુખ્યમંત્રી(CM Bhupendra Patel) ભૂપેન્દ્ર પટેલ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે નીકળ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભારે વરસાદથી અસરગ્રસ્ત જામનગરમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમીક્ષા બેઠક યોજવા માટે જામનગર (Jamnagar)પહોંચ્યા હતા. જ્યાં એરપોર્ટ ખાતે વહીવટી તંત્ર અને તમામ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી છે. આ બેઠક યોજ્યા બાદ હવાઈ નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીએ દ્વારકાના અનેક વિસ્તારોનું હવાઇ નિરિક્ષણ કર્યું હતું. જ્યાં તેમની સાથે ખંભાળિયાના ધારાસભ્ય અને મંત્રી મૂળુ બેરા, જામનગરના સાંસદ પૂનમ મામડ (Jamnagar MP Poonam Mamd) તથા ચીફ સેક્રેટરી પણ સાથે હતા.

આ પહેલા જામનગર એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Pate)સહિત જિલ્લા કલેકટર મનપા કમિશનર મેયર સાંસદ ધારાસભ્ય સહિત સમીક્ષા બેઠક યોજી હતી. જામનગર બાદ મુખ્યમંત્રી વડોદરાની મુલાકાતે જશે. ઉલ્લેખનીય છે કે, ખંભાળિયામાં પાછલા પાંચ દિવસમાં રાજ્યમાં સૌથી વધુ 38 ઇંચ વરસાદ થવાના કારણે સર્જાયેલી સ્થિતિની જાત માહિતી મેળવી હતી. તેમજ દેવભૂમિ દ્વારકાના જિલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ પણ  વાંચો -Vadodara: આ વિસ્તારમાં એટલું પાણી ભરાયું કે મગર ઘરની છત પર પહોંચી ગયો, જુઓ video

જામનગરમાં ​​​​​સતત ચોથા દિવસે 11.5 ઇંચ વરસાદ ખાબક્યો

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રવિવારે મોડીસાંજે શરૂ થયેલા મેઘતાંડવે સતત ચોથા દિવસે પણ મુકામ કર્યો હતો, જેમાં દેવભૂમિના ખંભાળિયા પંથકને વધુ એકવાર ધમરોળ(Gujarat Rain)તાં મોડીસાંજ સુધીમાં ધોધમાર 17.75 ઇંચ પાણી વરસી જતાં ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. જામનગર શહેરમાં વરસાદી કહેરે લોકોને બાનમાં લીધા હોય એમ વધુ 11.5 ઇંચ પાણી વરસતાં જળપ્રલય સમી સ્થિતિની ભીતિ સર્જાઇ હતી. જામનગરમાં અસંખ્ય ઘરોમાં પાણી ઘૂસી ગયાં છે. તંત્ર દ્વારા 2000 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે, જ્યારે 300થી વધુ લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. મહાનગરપાલિકા દ્વારા 65 હજારથી વધુ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે અને હજુ પણ આ કામગીરી અવિરતપણે ચાલુ છે. સતત વરસતા વરસાદ અને પાણીની આવકના કારણે જામનગર શહેરની સ્થિતિ અત્યંત દયામણી થઈ ગઈ છે.

આ પણ  વાંચો -Gujarat CM શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની બેઠક

ખંભાળિયામાં 16 ઇંચ વરસાદથી પૂર આવ્યું

હાલારમાં સાર્વત્રિક સાડાપાંચથી સોળ ઇંચ વરસાદ વરસી જતાં ઠેર-ઠેર પાણી ભરાયાં હતાં. ખંભાળિયામાં સતત બીજા દિવસે મેઘરાજાના અવિરત તાંડવના પગલે જનજીવન ખોરવાઇ ગયું હતું. મોડીસાંજ સુધીમાં જ વધુ સોળ ઇંચ પાણી વરસી જતાં તમામ માર્ગો જળબંબાકાર બની ગયા હતા. જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં જલભરાવની સ્થિતિ જોવા મળી હતી. યાત્રાધામ દ્વારકામાં જન્માષ્ટમી પર્વે મેઘરાજા મંડાયા બાદ સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદે સાડાઅગિયાર ઇંચ પાણી વરસાવી દીધું હતું. એના પગલે ઠેર-ઠેર જલભરાવની સ્થિતિ જોવા મળી હતી. ઇસ્કોન ગેટ સહિતના વિસ્તારમાં પાણી ભરાયાં હતાં. કલ્યાણપુર અને ભાણવડમાં નવ ઇંચથી વધુ વરસાદ મોડીસાંજ સુધીમાં વરસ્યો હતો.

Tags :
Aerial observation District CollectorBhupendra PatelChief MinisterDevbhoomi Dwarkadistrictsgujarat rainJamnagarMayorMeetingMPMunicipal CommissionerVadodaravisits
Next Article