Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

'CM આતિશીની થશે ધરપકડ, મનીષ સિસોદિયાના ઘરે CBIના દરોડા પડશે', અરવિંદ કેજરીવાલનો મોટો દાવો

દિલ્હીમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયુ છે. દરમિયાન, અરવિંદ કેજરીવાલે મોટો દાવો કર્યો છે
 cm આતિશીની થશે ધરપકડ  મનીષ સિસોદિયાના ઘરે cbiના દરોડા પડશે   અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Advertisement
  • દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયુ
  • અરવિંદ કેજરીવાલે મોટો દાવો કર્યો છે
  • CM આતિશીની ધરપકડ કરવામાં આવશે
  • મનીષ સિસોસિયાના ઘર પર CBI દરોડા પાડશે

Arvind Kejriwal Claim CM Atishi And Manish Sisodia : દિલ્હીમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયુ છે. દરમિયાન, અરવિંદ કેજરીવાલે મોટો દાવો કર્યો છે કે, CM આતિશીની ધરપકડ કરવામાં આવશે અને મનીષ સિસોસિયાના ઘર પર CBI દરોડા પાડશે.

Advertisement

કેજરીવાલનો મોટો દાવો

દિલ્હીમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ અંગે રાજકીય પક્ષોએ તૈયારીઓ તેજ કરી દીધી છે. વરિષ્ઠ નેતાઓમાં આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. દરમિયાન, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સીએમ આતિશી અને પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને લઈને મોટો દાવો કરતા ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું છે.

Advertisement

કેજરીવાલે કહ્યું.....

દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે સોમવારે X પર પોસ્ટ કરીને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, મેં થોડા દિવસો પહેલા કહ્યું હતું કે દિલ્હીના સીએમ આતિશીની ધરપકડ કરવામાં આવશે અને આમ આદમી પાર્ટી (આપ)ના કેટલાક નેતાઓના ઘરો પર દરોડા પાડવામાં આવશે. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી કેટલાક દિવસોમાં દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ઘરે સીબીઆઈના દરોડા પડશે.

Advertisement

ભાજપ દિલ્હી ચૂંટણી હારી રહી છેઃ કેજરીવાલ

તેમણે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી (BJP) દિલ્હી વિધાનસભા ચૂંટણી હારી રહી છે. આ ધરપકડો અને દરોડા તેમની ગભરાહટનું પરિણામ છે. કેજરીવાલે વધુમાં કહ્યું કે, તેઓને અમારી વિરુદ્ધ આજ સુધી કંઈ મળ્યું નથી અને ભવિષ્યમાં પણ કંઈ મળશે નહીં. આમ આદમી પાર્ટી (AAP) એક કટ્ટર ઈમાનદાર પાર્ટી છે.

મતદાર યાદીમાં છેતરપિંડી થઈ રહી છેઃ પૂર્વ સી.એમ

અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે, નવી દિલ્હી વિધાનસભામાં મતદારોના નામ ઉમેરવા અને કાઢી નાખવામાં મોટા પાયે છેતરપિંડી થઈ રહી છે. દિલ્હીના સીએમ આતિશીએ મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખીને પુરાવા રજૂ કર્યા છે અને તેમને મળવા માટે સમય માંગ્યો છે.

આ પણ વાંચો : 'શું તમે વૃદ્ધ વ્યક્તિને ગાળો બોલશો?', પિતા પર બિધુડીના વિવાદાસ્પદ નિવેદન પર CM આતિશી થયા ભાવુક

Tags :
Advertisement

Trending News

.

×