CM Kejriwal નો રાજીનામું આપવાનો નિર્ણય જ તેમનો ગુનો કબૂલ કરે છે!
- ભગતસિંહની પ્રતિષ્ઠાને કલંકિત કરવાનો પ્રયાસ કર્યો છે
- BJP એ AAP સરકાર પર સવાલ ઉઠાવ્યા છે
- તેમનું રાજીનામું તેમના ગુનાની કબૂલાત છે
CM Arvind Kejriwal resign : તાજેતરમાં Delhi ના CM Arvind Kejriwal જેલમાંથી બહાર આવ્યા છે. સુપ્રીમ કોર્ટે CM Arvind Kejriwal ને વચગાળાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. સુપીમ કોર્ટે CBI ના કેસમાં મુખ્યમંત્રીને જામીન મંજૂર કર્યા છે. જોકે આ પહેલા ED ના આરોપમાં કોર્ટ તરફથી તેમની જામીન મળી ગયા હતાં. તેમ છતાં CBI ના આરોપના કારણે મુખ્યમંત્રી કારાવાસ ભોગવી રહ્યા હતાં. પરંતુ આખરે 17 ઓગસ્ટના રોજ તેઓ જેલની કેદથી આઝાદ થયા છે.
BJP એ AAP સરકાર પર સવાલ ઉઠાવ્યા છે
આજરોજ Delhi ના CM Arvind Kejriwal એ મુખ્યમંત્રી પદથી પર રાજીનામું આપવાનો નિર્ણય જાહેર કર્યો છે. ત્યારે CM Arvind Kejriwal ના આ નિર્ણય બાદ BJP એ AAP સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. BJP સાંસદ સુધાંશુ ત્રિવેદીએ કહ્યું છે કે, જેલમાંથી બહાર આવ્યા બાદ ફટાકડા ફોડવામાં આવ્યા હતાં. તેઓ આ દેશના પહેલા મુખ્યમંત્રી બન્યા છે, જેમણે જેલમાંથી બહાર આવ્યા બાદ પોતાની જ સરકાર દ્વારા બનાવેલા નિયમોને તોડ્યા છે. Delhi સરકારે ફટાકડા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. જેલમાંથી બહાર આવીને મુખ્યમંત્રીએ Delhi સરકાર દ્વારા જ બનાવેલા નિયમોને તોડ્યા છે.
આ પણ વાંચો: ભારતને 4 અરબ ડોલરમાં અમેરિકા વિધ્વંસક આ ડ્રોન સોંપશે, જાણો ખાસિયત
તેમનું રાજીનામું તેમના ગુનાની કબૂલાત છે
BJP ના નેતા સુધાંશુ ત્રિવેદીએ વધુમાં કહ્યું હતું કે, CM Arvind Kejriwal બહાર આવીને રાજીનામું આપવાની વાત કેમ કરી રહ્યા છો? 48 કલાકમાં શું થયું? દેશ અને Delhi ની જનતા જાણવા માંગે છે કે 48 કલાકનું રહસ્ય શું છે? ભારતીય રાજનીતિના નવા નવા પક્ષના કટ્ટર પ્રામાણિક અને વિચિત્ર પાત્ર દ્વારા જે દાખલો બેસાડવામાં આવ્યો છે. તેની ભારતીય રાજનીતિમાં કોઈ અન્ય સાથે તુલના નથી. તેઓ જેલમાં રહ્યા અને તેમણે મુખ્યમંત્રી પદ છોડવું યોગ્ય ન માન્યું હતું. AAP દ્વારા ભ્રમ અને જુઠ્ઠાણાનો પ્રચાર કરવામાં આવે છે.
ગતસિંહની પ્રતિષ્ઠાને કલંકિત કરવાનો પ્રયાસ કર્યો છે
BJP સાંસદ સુધાંશુ ત્રિવેદીએ કહ્યું હતું કે, અમારી સરકારમાં હેમંત સોરેન અને કેજરીવાલ જેલમાં ગયા છે. પરંતુ શિબુ સોરેન, મધુ કોડા, જયલલિતા, કરુણાનિધિ, લાલુ યાદવ બધા અમારી સરકારમાં જેલમાં નહોતા ગયા. પરંતુ જ્યારે તેઓ જેલમાં ગયા ત્યારે તેમણે રાજીનામું આપી દીધું હતુ. CM Arvind Kejriwal આજે પોતાની સરખામણી ભગત સિંહ સાથે કરી રહ્યા છે. જેઓએ દેશ માટે બલિદાન આપ્યું છે. તેમણે ભગતસિંહની પ્રતિષ્ઠાને કલંકિત કરવાનો પ્રયાસ કર્યો છે. તો CM Arvind Kejriwal પહેલા એવા સીએમ છે, જેમણે સુપ્રીમ કોર્ટે સરકારી કામ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. અને તેમનું રાજીનામું તેમના ગુનાની કબૂલાત છે.
આ પણ વાંચો: કચ્છના યુવાને Jammu And Kashmir માં આતંકવાદ વિરુદ્ધ ભજવી મહત્વની ભૂમિકા, ત્રણ આતંકીઓને કર્યા ઠાર