Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોટેરાના ક્રિકેટ સ્ટેડિયમના નામ મામલે ભાજપ નેતા સુધાંશુ ત્રિવેદીએ કોંગ્રેસને લીધી આડે હાથ

અમદાવાદના(Ahmedabad)ભાજપ મિડીયા સેન્ટર( BJP Media Centre)ખાતે  ભારતીય  જનતા  પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા અને સાંસદ સુધાંશુ ત્રિવેદીએ (Sudhanshu Trivedi)મિડીયા સેન્ટર ખાતે એક પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું હતું કે, ગુજરાતમાં લોકતંત્રના પર્વ યોજાવા જઇ રહી છે. પરંતુ ચૂંટણીના આ વાતાવરણમાં અનેક પ્રકારના દ્રશ્યો અને વક્તવ્યો જોવા મળી રહ્યાં છે કે જેમાં લોકતંત્રની ભાવના અને ભારતની સંવૈધાનિક ગરીમા અને ગુજરાતનà
મોટેરાના ક્રિકેટ સ્ટેડિયમના નામ મામલે  ભાજપ નેતા સુધાંશુ ત્રિવેદીએ કોંગ્રેસને લીધી આડે હાથ
અમદાવાદના(Ahmedabad)ભાજપ મિડીયા સેન્ટર( BJP Media Centre)ખાતે  ભારતીય  જનતા  પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા અને સાંસદ સુધાંશુ ત્રિવેદીએ (Sudhanshu Trivedi)મિડીયા સેન્ટર ખાતે એક પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું હતું કે, ગુજરાતમાં લોકતંત્રના પર્વ યોજાવા જઇ રહી છે. પરંતુ ચૂંટણીના આ વાતાવરણમાં અનેક પ્રકારના દ્રશ્યો અને વક્તવ્યો જોવા મળી રહ્યાં છે કે જેમાં લોકતંત્રની ભાવના અને ભારતની સંવૈધાનિક ગરીમા અને ગુજરાતના ગૌરવ એમ ત્રણેય ઉપર આઘાત કરનારા છે. મુખ્ય વિપક્ષ કોંગ્રેસના યુવરાજ દ્વારા ભારત જોડો યાત્રા કરી રહયાં છે. આજે કોંગ્રેસ (Congress)દ્વારા તેમનો ચૂંટણી ઢંઢોરો જાહેર કરવા માટે તેમના રાષ્ટ્રીય અધ્યક્ષ (National President)આવવાના હતાં પરંતુ તેઓ આવ્યા નથી. 
સુધાંશુ ત્રિવેદીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર 
સુધાંશુ ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના દિગ્ગજ નેતા મધુસુદન મિસ્ત્રી એ આજે દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી  નરેન્દ્રભાઇ મોદી ઉપર જે શબ્દ પ્રયોગ કર્યો છે તેની ભારતીય જનતા પાર્ટી વખોડી કાઢે છે આ કોઇ નવી વાત નથી. કોંગ્રેસ દ્વારા ભૂતકાળમાં પણ ભારતની ગરીમા અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ઉપર ઔકાત અને મોતના સોદાગર જેવા શબ્દો વાપરીને અપમાન કર્યું છે. ૧૯૪૬માં દેશના વડાપ્રધાન માટે વોટીંગ કરવામાં આવ્યું હતું ત્યારે પણ જવાહરલાલ નહેરૂને શૂન્ય મત મળેલ હોવા છતાં અને સરદાર વલ્લભભાઇ પટેલને પૂર્ણ બહુમતી હોવા છતાં વડાપ્રધાન તરીકે જવાહરલાલ નહેરૂને બનાવી સરદાર સાહેબનું અને ગુજરાતનું અપમાન કર્યું હતું. ગુજરાતની આ ચૂંટણી આઝાદીકા અમૃત મહોત્સવમાં યોજાતી હોવાથી કોંગ્રેસ દ્વારા ગુજરાતનું અપમાન અને ગુજરાતના સપૂતોનું વારંવાર અપમાન કરતાં હોવાથી સન્માનનીય પદોનું અપમાન કરતાં હોવાથી વધુ કષ્ટદાયક બની જાય છે.
સુધાંશુ ત્રિવેદીએ વડાપ્રધાનશ્રી કર્યા  વખાણ 
સુધાંશુ ત્રિવેદીજી વધુમાં જણાવ્યું હતું કે, દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રીશ્રી અમીતભાઇ શાહ દ્વારા ઓગષ્ટ ૨૦૨૧ના રોજ સરદાર સાહેબના સ્વપ્નોને સાકાર કરવા માટે લોકસભામાં પ્રસ્તાવ લાવ્યા હતાં તે પ્રસ્તાવ આજે પુરો થયો છે. સરદાર સાહેબના સ્વપ્નોને સાકાર કરવાનું કામ દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની  સરકારમાં થયું છે. કોંગ્રેસ દ્વારા સંવૈધાનિક પદો પર બેઠેલા મહિલાઓ સહિતના વ્યક્તિઓનું અપમાન કરવાનું ચૂકતી નથી. આમ કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત પ્રત્યે વારંવાર જે ઝહેર ઓકે છે તેને ગુજરાતની જનતા જોઇ રહી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની સરકાર અને ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી  ભૂપેન્દ્રભાઇ પટેલ સાહેબની સરકારમાં વિકાસની જે અવિરત યાત્રા કરી રહી છે તેને અવિરત ચાલુ રાખવા માટે ગુજરાતની જનતા વર્ષ ૨૦૨૨માં ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ઉપર પોતાની મહોર મારી પૂર્ણ બહુમતી વાળી સરકારના નિર્માણમાં પોતાનો પક્ષ રાખવાની છે. 
સુધાંશુ ત્રિવેદીએ શું  કહ્યું 
સુધાંશુ ત્રિવેદી એ પત્રકારોના પ્રશ્નોમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીની ભારતની રાજનીતિમાં કથની અને કરની અલગ અલગ હોય છે. ૨૦૧૯માં રાજસ્થાનની કોંગ્રેસ સરકાર દ્વારા દેશદ્રોહના કાનુનનો કડક અમલવારી કરી દેશમાં દેશદ્રોહીઓને બચાવી પોતાની જ પાર્ટીના મંત્રીઓ અને ધારાસભ્યો ઉપર કરી તેમની કથની અને કરનીમાં ભેદ કોંગ્રેસે બતાવી આપ્યો હતો. ૨૦૧૮માં મધ્યપ્રદેશની કમલનાથની સરકારની રચના સમયે દેશના ખેડૂતોનું દેવું માફ કરવાની વાત કરી હતી જે આજે પણ દેવું માફ કરી શકી નથી. કોંગ્રેસ દ્રારા આજે જાહેર થયેલ મેન્યુફેસ્ટોમાં આપેલ વચનો ગુજરાતની જનતા કોંગ્રેસની કથની અને કરની જોઇ રહી છે ત્યારે તેમના આ મેન્યુફેસ્ટો ઉપર પણ ભરોસો કરવાની નથી. કોંગ્રેસ દ્વારા આયોજીત ભારત જોડો યાત્રા તેમના જ નેતાઓના સ્થાન ઉપર પહોંચી શકતી નથી 
દેશમાં ગુજરાત મોડેલને પ્રસ્થાપિત કરી
જ્યારે અમે તો દેશના લોહપુરૂષ સરદાર સાહેબની સૌથી ઉચી પ્રતિમાને તેમના જ ગૃહ રાજ્યમાં પ્રસ્થાપિત કરી સન્માન આપવાનું કામ કર્યું છે. અમે માત્ર ગુજરાતમાં જ વિકાસની વાત કરતાં નથી પરંતુ દેશમાં ગુજરાત મોડેલને પ્રસ્થાપિત કરી દેશને વિશ્વ ફલક ઉપર બેસાડી દીધું છે. ગુજરાતમાં આજે ત્રીજો પક્ષ મેદાનમાં આવ્યો છે તેમાં કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા અને આમ આદમી પાર્ટી ગુજરાતમાં પગ પેસારો કરવા મેદાનમાં આવી છે રાજ્યમાં વિકાસની અવિરત યાત્રા ચાલુ રહે તે માટે સરકાર તો ભારતીય જનતા પાર્ટી જ બનાવવા જઇ રહી છે. દિલ્હી મોડેલ એ દેશનું હાસ્યાસ્પદ મોડેલ છે. દિલ્હી મોડેલના પ્રણેતાના મંત્રીમંડળના મંત્રીઓ જ આજે આરોપો સાબીત થતાં જેલના સળીયા ગણી રહ્યાં છે. 
સુધાંશુ ત્રિવેદીએ મેન્યુફેસ્ટો  કયારે જાહેર કરવામાં આવશે
રાજ્યની જનતાને હાલમાં કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે જાણવા માટે સમગ્ર રાજ્યમાં સૂચન પેટીઓ મૂકવામાં આવી છે તેમજ અન્ય પધ્ધતિઓથી સૂચનો મંગાવવામાં આવેલ છે  જે પ્રદેશ સમક્ષ આવી ગયા બાદ અને તેનો અભ્યાસ કર્યા બાદ ખૂબ જ ટુંકા સમયગાળામાં અમે ભારતીય જનતા પાર્ટીનો મેન્યુફેસ્ટો જાહેર કરીશું. ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર શિસ્તમાં માનનારો છે તેમની ગેરસમજ પાર્ટી દ્વારા દૂર કરવામાં આવશે અને તેઓ પણ પક્ષ દ્વારા જાહેર કરવામાં આવેલ ઉમેદવારોને સમર્થન આપી જંગી બહુમતીથી જિતાડશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ગુજરાતની નંબર ૧ ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ - જે ગુજરાતીઓ ને દરેક સમાચાર માં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ. 
Advertisement
Tags :
Advertisement

.