મુખ્ય ન્યાયાધીશે દેશના અન્ય ન્યાયાધીશોને લગાવી ફટકાર, વાંચો અહેવાલ
CJI DY Chandrachud: ભારતના મુખ્ય ન્યાયાધીશ D.Y. ચંદ્રચુડે આજરોજ એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમમાં CJI DY Chandrachud એ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતાં. ત્યારે આ કાર્યક્રમ તુલનાત્મક સમાનતા અને ભેદભાવ વિરોધી બર્કલે સેન્ટરની 11મી વાર્ષિક પરિષદ અંતર્ગત આયોજન કરાયો હતો. ત્યારે આ કાર્યક્રમમાં CJI DY Chandrachud એ ભાષણ આપ્યું હતું. ત્યારે તેમણે અનેક એવા નિવેદન આપ્યા હતાં. જેના કારણે દેશ અન્ય ન્યાયાધીશ શરમમાં મૂકાયા છે.
આરોપીને જામીન આપીને કોઈ જોખમ લેવા માગતા નથી
પહેલા કૃત્ય થાય છે અને પછી માફી માંગવામાં આવે છે
ન્યાયાધીશોએ દરેક કેસની ઝીણવટ અને સૂક્ષ્મતા જોવાની હોય છે
CJI DY Chandrachud એ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, મહત્વપૂર્ણ ફોજદારી કેસમાં શંકાનો અવકાશ હોવાથી, નીચલી કોર્ટના ન્યાયાધીશ આરોપીને જામીન આપીને કોઈ જોખમ લેવા માગતા નથી. જે લોકોને નીચલી કોર્ટમાંથી જામીન મળવા જોઈએ તેઓને, ત્યાંથી જામીન મળતા નથી. જેના પરિણામે તેમને હંમેશા હાઈકોર્ટનો સંપર્ક કરવો પડે છે. તો યોગ્ય સુનાવણીના કારણે હાઈકોર્ટમાં પણ જામીન મળતા નથી, તેના કારણે લોકો Supreme Courtનો દરવાજો ખખડાવવો પડે છે.
#FPNews: Chief Justice of India D Y Chandrachud on Sunday said the trial judges prefer playing safe by not granting bail on important issues of crime when it is looked at with a degree of suspicion.
The Chief Justice underlined the need for a ‘sense of robust common sense’ to… pic.twitter.com/lBF25HuQ1w
— Firstpost (@firstpost) July 28, 2024
પહેલા કૃત્ય થાય છે અને પછી માફી માંગવામાં આવે છે
CJI DY Chandrachud એ વધુમાં કહ્યું કે, આ પ્રકારની સુનાવણીઓને કારણે Supreme Courtમાં કેસનો ભરમાર થઈ રહી છે. તેના કારણે લોકોને કાયદા પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે. તે ઉપરાંત લોકોને વધુ પડતી સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. જેના પરિણામે કેસ વધુ જટિલ બને છે. જોકે CJI DY Chandrachud ને તેમના ભાષણના અંતમાં એક વ્યક્તિએ તેમને પ્રશ્વ પુછ્યો હતો કે, મનમાની રીતે ધરપકડ કરવામાં આવે છે. અમે એવા સમાજમાં રહીએ છીએ જ્યાં પહેલા કૃત્ય થાય છે અને પછી માફી માંગવામાં આવે છે.
ન્યાયાધીશોએ દરેક કેસની ઝીણવટ અને સૂક્ષ્મતા જોવાની હોય છે
ત્યારે જવાબમાં CJI DY Chandrachud એ કહ્યું કે Supreme Court સતત એ બતાવવાનો પ્રયાસ કરી રહી છે કે તેનું એક કારણ દેશની સંસ્થાઓ પ્રત્યે અવિશ્વાસ છે. આજે સમસ્યા એ છે કે અમે નીચલી અદાલતોના ન્યાયાધીશો દ્વારા આપવામાં આવેલી કોઈપણ રાહતને શંકાની નજરે જોઈએ છીએ. આનો અર્થ એ છે કે ગૌણ અદાલતના ન્યાયાધીશો મહત્વપૂર્ણ કેસોમાં જામીન આપીને કોઈ જોખમ લેવા માંગતા નથી. ન્યાયાધીશોએ દરેક કેસની ઝીણવટ અને સૂક્ષ્મતા જોવાની હોય છે.
આ પણ વાંચો: દિલ્હી કોચિંગ સેન્ટર દુર્ઘટનાને લઈ હાઈકોર્ટમાં PIL દાખલ, કરી આ ખાસ માગ!