Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Anand : રામપુરા પ્રાથમિક શાળાના બાળકો બહાર બેસી અભ્યાસ કરવા મજબૂર

Anand: આણંદ (Anand) નગરપાલિકા સંચાલિત રામપુરા પ્રાથમિક શાળાની ગંભીર બેદરકારી બહાર આવી રહી છે. એક તરફ સરકાર પ્રાથમિક શિક્ષણને ઉત્તેજન આપવા પ્રયાસ કરી રહી છે ત્યારે બીજી તરફ રામપુરા પ્રાથમિક શાળાના બાળકો માટે પુરતી માળખાકિય સુવિધાના હોવાનો ઘટસ્ફોટ થયો છે....
anand   રામપુરા પ્રાથમિક શાળાના બાળકો બહાર બેસી અભ્યાસ કરવા મજબૂર

Anand: આણંદ (Anand) નગરપાલિકા સંચાલિત રામપુરા પ્રાથમિક શાળાની ગંભીર બેદરકારી બહાર આવી રહી છે. એક તરફ સરકાર પ્રાથમિક શિક્ષણને ઉત્તેજન આપવા પ્રયાસ કરી રહી છે ત્યારે બીજી તરફ રામપુરા પ્રાથમિક શાળાના બાળકો માટે પુરતી માળખાકિય સુવિધાના હોવાનો ઘટસ્ફોટ થયો છે. પ્રાથમિક શાળાના બાળકોને અપૂરતી સુવિધા વચ્ચે અભ્યાસ કરવા મજબૂર થયું પડ્યું છે.

Advertisement

રામપુરા પ્રાથમિક શાળાના બાળકો બહાર બેસી અભ્યાસ કરવા મજબૂર

આણંદ નગરપાલિકા સંચાલિત રામપુરા પ્રાથમિક શાળાના બાળકો બહાર બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. શાળાનું નવીનીકરણ કાર્ય થઇ રહ્યું છે પણ બાળકો માટે કોઇ વૈકલ્પિક વ્યવસ્થા સુદ્ધાં કરાઇ નથી જેથી બાળકોને અભ્યાસ કરવા માટે શાળાની બહાર બેસાડવામાં આવ્યા છે.

Advertisement

નાના ભૂલકાં શાળાની બહાર બેસીને અભ્યાસ કરી રહ્યા છે

હવે શાળામાં નવા સત્રની શરુઆત થઇ ગઇ છે અને બાળકો સ્કૂલમાં આવવા માડ્યા છે ત્યારે કાળઝાળ ગરમી વચ્ચે નાના ભૂલકાં શાળાની બહાર બેસીને અભ્યાસ કરી રહ્યા છે. બાળકો માટે કમસેકમ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હોત તો સારું હોત તેવી માગ ઉઠી રહી છે. સરકારી બાબુઓ તો આ બાબતે લૂલો બચાવ કરીને પોતાની જવાબદારીમાંથી જાણે કે છટકી રહ્યા છે પણ બાળકોની લાચારી સમજવા કોઇ તૈયાર નથી.

Advertisement

શિક્ષણ વિભાગના અધિકારીઓના પાપે બાળકોને બહાર અભ્યાસ કરવો પડી રહ્યો છે

આ શાળાની મુલાકાત લેતાં જ જોવા મળે છે કે બાળકો શાળાની બહાર અભ્યાસ કરી રહ્યા છે. શિક્ષણ વિભાગના અધિકારીઓના પાપે બાળકોને બહાર અભ્યાસ કરવો પડી રહ્યો છે. જવાબદાર અધિકારીઓ દેશના ભવિષ્ય સમાન બાળકો સાથે મજાક કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો----- International Yoga Day : નડાબેટમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ, CM એ યોગ કરી પાઠવી શુભેચ્છા, કહી આ વાત

Tags :
Advertisement

.