Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાલડી પોલીસ સ્ટેશનમાં ચાઈલ્ડ ફ્રેન્ડલી રૂમ બનાવાયો, જાણો શું છે કારણ

અમદાવાદ શહેર પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના પાલડી પોલીસ સ્ટેશનમાં ચાઈલ્ડ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન રૂમ (Child Friendly Police Station Room) નું આનવરણ રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી (Harsh Sanghavi) ના હસ્તે કરવામાં આવ્યુ...
પાલડી પોલીસ સ્ટેશનમાં ચાઈલ્ડ ફ્રેન્ડલી રૂમ બનાવાયો  જાણો શું છે કારણ

અમદાવાદ શહેર પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના પાલડી પોલીસ સ્ટેશનમાં ચાઈલ્ડ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન રૂમ (Child Friendly Police Station Room) નું આનવરણ રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી (Harsh Sanghavi) ના હસ્તે કરવામાં આવ્યુ હતું. જણાવી દઇએ કે, વિપરીત પરિસ્થિતિમાં ફસાયેલાં બાળકોને બચાવી તેમના માટે સાનુકૂળ માહોલનું સર્જન કરી ફરી સામાન્ય જીવન ગુજારવામાં મદદરૂપ થવા શહેર પોલીસ દ્વારા પાલડી પોલીસ સ્ટેશન ખાતે ફાઉન્ડેશનના સહયોગથી એક ચાઈલ્ડ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન રૂમ તૈયાર કરાયો છે.

Advertisement

રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી હસ્તે અનાવરણ

જણાવી દઇએ કે, નાના બાળકોમાંથી પોલીસનો ભય દૂર થાય તે હેતુથી અમદાવાદ શહેરમાં પાલડી પોલીસ સ્ટેશનમાં એક ચાઈલ્ડ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન રૂમ બનાવવામાં આવ્યો છે. જેનું અનાવરણ રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી (Harsh Sanghavi) ના હસ્તે થયુ હતુ. આ રૂમનો મુખ્ય હેતુ બાળકોમાં પોલીસનો ભય દૂર થાય તે રહેશે. રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીના વિચારથી શહેરના પાલડી પોલીસ સ્ટેશનમાં આ રૂમ બનાવવામાં આવ્યો છે.

Advertisement

હર્ષભાઈ સંઘવીએ શહેર પોલીસને અભિનંદન પાઠવ્યા

આ પ્રસંગે ચાઈલ્ડ ફ્રેન્ડલી વિષય પર સ્પેશિયલ ટ્રેનિંગ સેશન કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં ખાસ કરીને બાળકો માટે સુધારાત્મક અને વિકાસશીલ અભિગમ માટેના સાનુકૂળ વાતાવરણનું સર્જન થાય તે માટે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ અમદાવાદ શહેર પોલીસ દ્વારા પાલડી પોલીસ સ્ટેશનમાં ચાઈલ્ડ ફ્રેન્ડલી રૂમ તૈયાર કરાયો તે બદલ સમગ્ર શહેર પોલીસને અભિનંદન. હર્ષભાઈ સંઘવીએ આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પણ વિશેષ આભાર માન્યો હતો. ગુજરાત પોલીસ માનવીય અભિગમ સાથે સારું કામ કરી રહી છે, એવું હર્ષભાઈ સંઘવીએ ઉમેર્યું હતું.

Advertisement

હર્ષભાઈ સંઘવીએ ગુજરાત પોલીસની કામગીરી વિશે વાત કરતા કહ્યું હતું કે, રાજ્ય પોલીસ વિભાગ હાલ પાંચ જેટલા વિષય પર ઉત્તમ કામગીરી કરી રહી છે. જેમાં સૌથી પહેલો વિષય ડ્રગ્સ સામેની લડાઈ. આ વિષય પર તેમણે જણાવ્યું કે, ડ્રગ્સનું દૂષણ નાબૂદ કરવા પોલીસ કટિબદ્ધ છે. બીજો વિષય છે મહિલાઓની સુરક્ષા. આ મુદ્દે હર્ષભાઈ સંઘવીએ કહ્યું હતું કે, ગુજરાત મહિલાઓની સુરક્ષામાં મોખરે છે તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક મહિલાઓ વિરુદ્ધ થતા ગુનાઓ અટકાવવા માટે પોલીસે ગુનેગારો સામે ઝડપી કાર્યવાહી કરી સમાજમાં આવી ઘટના ફરી ન બને તે દિશામાં કામગીરી કરી છે. આ ઉપરાંત રાજ્ય પોલીસે અનેક કિસ્સાઓમાં ખૂબ જ ટૂંકા ગાળામાં ચાર્જશીટો તૈયાર કરી આરોપીઓને સજા અપાવવાનું કામ કર્યું છે.

જાણો કેમ બનાવવામાં આવ્યો ચાઈલ્ડ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન રૂમ 

પાલડી પોલીસ સ્ટેશનમાં બનાવવામાં આવેલા આ રૂમમાં નાના બાળકો માટેના રમકડા, અભ્યાસમાં ઉપયોગી થાય તેવા રમકડા અને સાથે સાથે દીવાલો ઉપર ચિત્રો બનાવવામાં આવ્યા છે. આજના સમયમાં બાળકો ઉપર વધારેમાં વધારે ધ્યાન આપી શકાય તે હેતુથી આ રૂમ બનાવવામાં આવ્યો છે. આ રૂમ બનાવ્યા બાદ દરેક બાળકને પોલીસ પ્રત્યે એક મિત્ર ભાવના જાગશે અને પોલીસનો મિત્ર બનશે. પોલીસ બાળકોની સમસ્યા, જરૂરિયાત શું છે, તે દિશામાં કામગીરી કરવામાં આવશે.

ગુનાખોરીમાંથી બહાર લાવવા અભિયાન

બાળકો સાથે થતા ગુનાઓ અને ઘટનાઓ થી અસર ને દૂર કરીને બાળકોને સલામત રાખવા અને તેમને ગુનાખોરી માંથી બહાર લાવવા અભિયાન શરૂ કર્યું. પાલડી પોલીસ સ્ટેશનમાં બનાવેલા ચાઈલ્ડ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન રૂમની જેમ આગામી સમયમાં બાળકોના ઉપર વધારે ધ્યાન આપી શકાય અને તેમનું કાઉન્સિલ કરવા માટે આગામી સમયમાં બીજા અન્ય પોલીસ સ્ટેશનમાં પણ રૂમ બનાવશે.

આ પણ વાંચો - CM Bhupendra Patel બાળકો સાથે માંડી ગોઠડી, વિદ્યાર્થીઓને જીવન જીવવાના પાઠ ભણાવ્યા

આ પણ વાંચો - શૂન્યમાંથી સર્જન કરનારા ભુપેશભાઈ પ્રજાપતિએ કેટરિંગ બિઝનેસને આપી છે નવી ઓળખ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ - પ્રદિપ કચિયા

Tags :
Advertisement

.