Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Chandipura Virus : રાજ્યમાં મૃત્યુઆંક 20 એ પહોંચ્યો, CM ની બેઠક, કોંગ્રેસ નેતાનો મુખ્યમંત્રીને પત્ર

ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસનાં (Chandipura Virus) કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં (Rajkot) શંકાસ્પદ ચાંદીપુરાનાં કારણે આજે 5 બાળકોનાં મૃત્યુ થયા હોવાનાં સમાચાર છે. જ્યારે અમદાવાદમાં 2, મહેસાણા (Mehsana), પંચમહાલ અને ગોધરામાં 1-1 બાળકોનાં મોત નીપજ્યા છે. અત્યાર સુધી...
chandipura virus   રાજ્યમાં મૃત્યુઆંક 20 એ પહોંચ્યો  cm ની બેઠક  કોંગ્રેસ નેતાનો મુખ્યમંત્રીને પત્ર

ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસનાં (Chandipura Virus) કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં (Rajkot) શંકાસ્પદ ચાંદીપુરાનાં કારણે આજે 5 બાળકોનાં મૃત્યુ થયા હોવાનાં સમાચાર છે. જ્યારે અમદાવાદમાં 2, મહેસાણા (Mehsana), પંચમહાલ અને ગોધરામાં 1-1 બાળકોનાં મોત નીપજ્યા છે. અત્યાર સુધી રાજ્યમાં ચાંદીપુરા વાઇરસથી કુલ 20 મોત થયા છે. શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસથી સંક્રમિત બાળકોની સંખ્યા 35 થઈ છે. ચાંદીપુરા વાઇરસને લઈ સરકાર પણ એલર્ટ મોડમાં છે. ચાંદીપુરા વાઇરસની ગંભીર જોતા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક પણ યોજાઈ હતી. જ્યારે કોંગ્રેસ (Congress) નેતા અમિત ચાવડાએ સીએમને પત્ર પણ લખ્યો છે.

Advertisement

ચાંદીપુરા વાઇરસથી રાજ્યમાં મૃત્યઆંક 20 એ પહોંચ્યો

રાજ્યમાં ચાંદીપુરા વાઇરસે (Chandipura Virus) હાહાકાર મચાવ્યો છે. ચાંદીપુરા વાઇરસથી રાજ્યમાં મૃત્યઆંક 20 એ પહોંચી ગયો છે. જ્યારે સંક્રમિત બાળકોની સંખ્યા 35 થઈ છે. અમદાવાદમાં (Ahmedabad) ચાંદીપુરા વાઇસરના 3 કેસ નોંધાયા હતા. અસારવા સિવિલમાં દાખલ 3 દર્દીઓ પૈકી 2 નાં મોત નીપજ્યાં છે. જ્યારે રાજકોટમાં (Rajkot) ચાંદીપુરા વાઇરસથી 5 બાળકનાં મોત થયા છે. મહેસાણાનાં વરેઠની બાળકીનું ચાંદીપુરા વાઇરસથી મોત નીપજ્યું છે. જ્યારે પંચમહાલ જિલ્લામાં ઘોઘંબાનાં લાલપુરી ગામની 9 વર્ષીય બાળકીનું ચાંદીપુરા વાઇરસના સંક્રમણથી મોત નીપજ્યું છે. જામનગરમાં (Jamnagar) કૃષિમંત્રી રાઘવજી પટેલે () હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ડોક્ટરો સાથે બેઠક કરી રણનીતિ તૈયારી કરી હતી.

Advertisement

સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના હિંમતનગર તાલુકામાં ચાંદીપુરાના નવા 5 કેસ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં કુલ 7 કેસ નોંધાયા છે. ગોધરાની 4 વર્ષની બાળકી ચાંદીપુરા વાઇરસથી સંક્રમિત થતાં વડોદરાની (Vadodara) SSG હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાઈ હતી, જોકે સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું છે. છેલ્લા 15 દિવસમાં બે બાળકનાં મોતથી તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે યોજાઈ બેઠક

જણાવી દઈએ કે, રાજ્યમાં ચાંદીપુરા વાઇરસની સ્થિતિને લઈને મુખ્યમંત્રી નિવાસ સ્થાને આજે મહત્ત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ ( Rishikesh Patel) અને આરોગ્ય વિભાગનાં અધિકારીઓ, મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ તંત્રના ડોક્ટરો જોડાયા હતા. બેઠકમાં રાજ્યમાં ચાંદીપુરા વાઇરસની સ્થિતિ અને તેના અટકાયતી પગલાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ આ બેઠકમાં રાજ્યનાં તમામ જિલ્લા, મહાનગરનાં આરોગ્ય અધિકારીને વીડિઓ કોન્ફરન્સનાં માધ્યમથી જોડવામાં આવ્યા હતા.

Advertisement

ચાંદીપુરા વાઇરસને લઈ મુખ્યમંત્રીને કોંગ્રેસ નેતાએ લખ્યો પત્ર

બીજી તરફ રાજ્યમાં કહેર મચાવી રહેલા ચાંદીપુરા વાઇરસને (Chandipura Virus) લઈને કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ (Amit Chavda) મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં ચાંદીપુરા વાઇરસને કારણે અત્યાર સુધી 21 જેટલાં બાળકોનાં મૃત્યુ નોંધાયા છે. સાથે જ ચાંદીપુરા વાઇરસથી સંક્રમિત દર્દીઓનાં કેસમાં પણ સતત વધી રહ્યા છે. પત્રમાં લખ્યું કે, અત્યાર સુધીમાં આ વાઇરસની વધુ અસર ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી છે. ચાંદીપુરા વાઇરસને ફેલાતો અટકાવવા માટે જે વિસ્તારોમાં પોઝિટિવ કેસ નોંધાયા છે તે વિસ્તારો અને આજુંબાજુંના વિસ્તારોમાં જરૂરી દવાઓનો છંટકાવ કરીને સેન્ડ ફલાઈ માખીઓ પર નિયંત્રણ કરવું ખૂબ જરૂરી છે. અમિત ચાવડાએ પત્રમાં લખ્યું કે, વાઇરસના સેમ્પલ ટેસ્ટ પુના મોકલવામાં આવે છે તેના કારણે નિદાન થવામાં સમય વધુ જાય છે. ચાંદીપુરા વાઇરસનાં સેમ્પલ ટેસ્ટ પણ સ્થાનિક કક્ષાએ થાય તે પણ જરૂરી છે. જિલ્લા-તાલુકા કક્ષાએ હોસ્પિટલોમાં જરૂરી દવાઓ અને સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવે. આ સાથે વાઇરસને ફેલાતો અટકાવવા તાત્કાલિક પગલાં લેવા અને સેમ્પલ ટેસ્ટ સ્થાનિક કક્ષાએ કરવા રજૂઆત કરાઈ હતી.

આ પણ વાંચો - VADODARA : ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા 3 બાળકો સારવાર હેઠળ

આ પણ વાંચો - Gujarat: રાજ્યમાં વકરેલા ચાંદીપુરા વાયરસને લઈ આરોગ્ય વિભાગ સતર્ક, આજે મહત્વની બેઠક મળશે

આ પણ વાંચો - Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાઇરસનો પગપસેરો! અત્યાર સુધી 14 નાં મોત

Tags :
Advertisement

.