Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

CM ની હાજરીમાં નીતિન પટેલના જન્મ દિવસની કડીમાં ઉજવણી, કરાઈ રજત તુલા

આજે નીતિન પટેલના 68મા જન્મદિવસ પ્રસંગને ખાસ બનાવવા માટે મહેસાણાના કડીમાં સત્યાવીસ સમાજ સરદાર યુવક મંડળ દ્વારા નીતિન પટેલના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, કડીના ચંપાબેન રતિલાલ પટેલ ટાઉન હૉલ ખાતે મહારક્તદાન શિબિર, અને કડી APMC ખાતે રજતતુલા અને...
12:55 PM Jun 22, 2023 IST | Dhruv Parmar
આજે નીતિન પટેલના 68મા જન્મદિવસ પ્રસંગને ખાસ બનાવવા માટે મહેસાણાના કડીમાં સત્યાવીસ સમાજ સરદાર યુવક મંડળ દ્વારા નીતિન પટેલના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, કડીના ચંપાબેન રતિલાલ પટેલ ટાઉન હૉલ ખાતે મહારક્તદાન શિબિર, અને કડી APMC ખાતે રજતતુલા અને સન્માન સમારંભ પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા પણ નીતિન પટેલના જન્મ દિવસની ઉજવણીમાં હાજરી આપી હતી.
નીતિન પટેલના જન્મદિવસના પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ ઉપસ્થિત રહ્યાં હતા. સાથે સાથે ગુજરાતના નામાંકિત ઉદ્યોગપતિઓ, સાંસદ, આગેવાનો, 10થી પણ વધુ ધારાસભ્યો, કેબિનેટ મંત્રીઓ તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં રાજકીય જમાવડો જોવા મળ્યો હતો.
મહત્વનું છે કે, બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન છેલ્લા નવ વર્ષથી 27 સમાજ સરદાર યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે અને આ વર્ષે 10 વર્ષ પૂર્ણ થતા દશાબ્દી મહોત્સવનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. કડી ભારતીય જનતા પાર્ટી અને કડીના ઉદ્યોગપતિઓ અને નગરજનો દ્વારા પૂર્વ નાયબ મુખ્યમંત્રીની રજત તુલા કરવામાં આવી હતી.
અહીં કડીમાં સીઆર પાટિલે નીતિન પટેલને જન્મ દિવસની શુભેચ્છા પાઠવીને સંબોધન કર્યુ હતુ. નીતિનભાઇ અમારી પાર્ટીના ભીડભંજન છે, તેઓએ પાર્ટીમાં ભીડમાં હોય ત્યારે મહત્વનું કામ કર્યુ છે. નીતિનભાઈ હજુ રાજકીય ક્ષેત્રે આગળ વધે એવી અપેક્ષા છે.  નીતિનભાઈ હમણાં હિન્દી શીખી રહ્યા છે, જે જવાબદારી તેમને સોંપી છે એટલે હિન્દી શીખી રહ્યા છે. નીતિનભાઈનો ગોલ પાક્કો હોય છે, જે કામ હાથમાં લે તે પૂર્ણ કરે જ.
આ પણ વાંચો : AAP MLA ના યુવતી સાથે હોટેલમાં રંગરેલીયા, CCTV વાયરલ
Tags :
Bhupendra PatelBirthday CelibrationBlood Donation CampCMCR PatilFormer Deputy Chief MinisterGujaratMehsanaNitin Patel
Next Article