Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

CBIએ Neet Paper Leak કેસમાં મનીષ પ્રકાશ અને આશુતોષની કરી ધરપકડ

Neet Paper Leak Case : દેશભરમાં ફાટી નીકળેલા NEET વિવાદને લઈને વાતાવરણ દિવસેને દિવસે ગરમ થઈ રહ્યું છે. ત્યારે આ કેસની તપાસ કરી રહેલી CBI ટીમો બિહાર અને ગુજરાતમાં તપાસમાં વ્યસ્ત છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, CBIએ આ કેસમાં...
03:38 PM Jun 27, 2024 IST | Hardik Shah
Neet Paper Leak Case

Neet Paper Leak Case : દેશભરમાં ફાટી નીકળેલા NEET વિવાદને લઈને વાતાવરણ દિવસેને દિવસે ગરમ થઈ રહ્યું છે. ત્યારે આ કેસની તપાસ કરી રહેલી CBI ટીમો બિહાર અને ગુજરાતમાં તપાસમાં વ્યસ્ત છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, CBIએ આ કેસમાં પ્રથમ ધરપકડ કરી છે. CBIની ટીમે ગુરુવારે NEET પેપર લીક કેસમાં 'સેફ હાઉસ'માં રૂમ બુક કરનારા મનીષ પ્રકાશ અને આશુતોષની ધરપકડ કરી છે.

CBI એક્શન મોડમાં

NEET પેપર લીક કેસમાં ખૂબ વિરોધના વંટોળ બાદ CBI એક્શન મોડમાં જોવા મળી રહી છે. મળી રહેલી માહિતી અનુસાર, CBIએ આરોપી મનીષ પ્રકાશને પૂછપરછ માટે બોલાવ્યો હતો અને પછી તેની ધરપકડ કરી હતી. CBIએ પેપર લીકના બે આરોપી ચિન્ટુ અને મુકેશને રિમાન્ડ પર લીધા છે. CBIની બે ટીમો નાલંદા અને સમસ્તીપુરમાં છે. એક ટીમ હજારીબાગ પહોંચી છે. CBI ઓએસિસ સ્કૂલના પ્રિન્સિપાલ સહિત કુલ 8 લોકોની પૂછપરછ કરી રહી છે. મનીષની સાથે CBIએ તેના મિત્ર આશુતોષની પણ ધરપકડ કરી છે. NEET પેપર લીક કેસમાં આશુતોષની આ બીજી ધરપકડ છે.

NEET UG પરીક્ષા રદ કરવામાં આવી નથી

જણાવી દઈએ કે હાલમાં NEET UG પરીક્ષા રદ કરવામાં આવી નથી. હાલમાં જ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીમાં ફેરફારની શક્યતા છે. ઉપરાંત, NEET UG પરીક્ષા હાલ માટે રદ કરવામાં આવી રહી નથી. તેમણે વાલીઓ અને વિદ્યાર્થીઓને ખાતરી આપી હતી કે કોઈપણ વિદ્યાર્થી સાથે કોઈ ખોટું થવા દેવામાં આવશે નહીં અને કેન્દ્ર સરકાર કોઈ પણ વિદ્યાર્થીના ભવિષ્ય સાથે રમવાની નથી. જણાવી દઈએ કે આ પ્રેસ કોન્ફરન્સ બાદ NEET PGની પરીક્ષા રદ કરવામાં આવી હતી.

કોણ છે મનીષ પ્રકાશ?

મનીષ પ્રકાશ એ જ વ્યક્તિ છે જેણે પોતાના મિત્ર આશુતોષની મદદથી ઉમેદવારો માટે લર્ન એન્ડ પ્લે સ્કૂલ બુક કરાવી હતી. વાસ્તવમાં, પટનાના ખેમની ચક સ્થિત લર્ન પ્લે સ્કૂલમાં બળી ગયેલું NEET પેપર લીક કાંડના સૌથી ખાસ પુરાવામાંથી એક છે. સૌથી મોટી વાત એ છે કે મનીષ પ્રકાશે આ પ્લે એન્ડ લર્ન સ્કૂલને આખી રાત માટે ભાડેથી બુક કરાવી હતી. જણાવી દઈએ કે, આ શાળામાંથી બળેલા પેપરના આધાર પર પટના પોલીસ અને ઈકોનોમિક ઓફેન્સ યુનિટ દ્વારા તપાસની સમગ્ર થિયરી આધારિત હતી. EOU ટીમ સતત NTA પાસેથી બળી ગયેલા પ્રશ્નપત્રો વિશે માહિતી માંગી રહી હતી. તપાસની આગળની કડી આ શાળામાંથી બળી ગયેલા પેપરના સીરીયલ નંબર સાથે જોડાયેલી છે. આ પેપર પર આપવામાં આવેલી માહિતીમાં જાણવા મળ્યું છે કે તે હજારીબાગની ઓએસિસ સ્કૂલના પરીક્ષા કેન્દ્રમાંથી લીક થયું હતું.

આ પણ વાંચો - NEET પેપર લીકમાં CBI એ સંભાળ્યો મોરચો, અત્યાર સુધીમાં 25 આરોપીઓની ધરપકડ…

આ પણ વાંચો - Jharkhand : ઈ-રિક્ષા દ્વારા સપ્લાય, સીલબંધ પરબીડિયા સાથે છેડછાડ… જાણો NEET પેપર લીકની નવી કહાની

Tags :
BiharCBI arrests AshutoshCBI arrests Manish PrakashGujarat FirstHardik ShahNEETNEET Paper Leakneet paper leak biharNEET paper leak caseNEET UGpaper leak mastermindpaper-leakUP Police
Next Article