Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot: ફરજમાં બેદરકાર અધિકારીઓ ચેતી જજો! અગ્નિકાંડ કેસમાં હાઈકોર્ટનો મહત્વનો હુકમ

Rajkot TRP Game Zone: રાજકોટ અગ્રિકાંડ મામલે અત્યારે ગુજરાત હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. તો અત્યારે આ મામેલ મહત્વાના મસાચાર સામે આવ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ (Rajkot) ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો કેસમાં ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ હુકમ...
rajkot  ફરજમાં બેદરકાર અધિકારીઓ ચેતી જજો  અગ્નિકાંડ કેસમાં હાઈકોર્ટનો મહત્વનો હુકમ

Rajkot TRP Game Zone: રાજકોટ અગ્રિકાંડ મામલે અત્યારે ગુજરાત હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. તો અત્યારે આ મામેલ મહત્વાના મસાચાર સામે આવ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ (Rajkot) ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો કેસમાં ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ હુકમ કર્યો છે. વિગતે વાત કરવામાં આવે તો હાઈકોર્ટે તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની કામગીરી બાબતે તપાસનો આદેશ આપ્યો છે. આ સાથે કાયદા પ્રમાણેની ફરજ નિભાવવામાં બેદરકારી દાખવનાર અધિકારીઓ તેમજ પોતાની ફરજ પ્રમાણે કામ ના કરનાર અધિકારીઓની તપાસ કરવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે.

Advertisement

ચૂક કરનાર તમામ સામે કાર્યવાહી કરવા નિર્દેશ

વધારે વિગતે વાત કરીએ તો, તમામ કોર્પોરેશનમાં મ્યુનિસિપલ કમિશનરથી લઈને તમામ અધિકારીઓની તપાસના હુકમ કર્યા છે. નોંધનીય છે કે, આ તપાસ તાજેતરમાં બનેલી દુર્ઘટનાઓ પૂરતી સીમિત નહીં રહે. ગેરકાયદેસર બાંધકામ અને ફાયર સેફટી સહિતના મુદ્દે કાયદેસરની ફરજ નિભાવવામાં ચૂક કરનાર તમામ સામે કાર્યવાહી કરવા નિર્દેશ કરવામાં આવ્યા છે. હાઇકોર્ટે કહ્યું કે, ઉચ્ચ પદ પર બેઠેલા અધિકારીઓની ફરજ ચૂક ના કારણે જાહેર સ્થળો લોકો માટે અસલામત બન્યા છે.

ફરજચૂક કરનાર અધિકારીઓને બક્ષવા નહીં

નોંધનીય છે કે, આવી ફરજચૂક કરનાર અધિકારીઓને બક્ષવા નહીં તેવો પણ કોર્ટ દ્વારા નિર્દેશ કરવામાં આવ્યો છે. આ સાથે સાથે રાજ્ય સરકારના સુપરવિઝનમાં યોગ્ય અને કડક તપાસ અને પગલાના હાઇકોર્ટના નિર્દેશ છે. તમને જણાવી દઇએ કે, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીને 4 જુલાઈ સુધીમાં રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, રાજકોટમાં બનેલા અગ્નિકાંડ બાદ ગુજરાત હાઈકોર્ટે સરકારા અને સરકારી અધિકારીઓ સામે આકરૂ વલણ દાખ્યું છે.

Advertisement

ઉલ્લેખનીય છે કે, રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકો જીવતા હોમાયા હતા. જે મામલે અત્યારે ગુજરાત હાઈકોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે. ખાસ કરવામાં આવે તો સરકાર દ્વારા પણ આ કેસના આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહીં છે.

આ પણ વાંચો: Rajkot: માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, સ્વિમિંગ પુલમાં ડૂબવાથી બે બાળકીઓના મોત

આ પણ વાંચો: Rajkot TRP: સરકાર દ્વારા ત્રણ ઉચ્ચતર અધિકારીઓની બનાવાઇ સમિતિ

આ પણ વાંચો: Ahmedabad: લોકોને કરવું પડશે ચિપકો આંદોલન! વિકાસના નામે થઈ રહ્યું છે વૃક્ષોનું નિકંદન

Advertisement
Tags :
Advertisement

.