Justin Trudeau.. તમે 28 તારીખ સુધીમાં રાજીનામુ આપો નહીંતર...
- કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને પદ પરથી રાજીનામું આપવા કહેવાયુ
- લિબરલ પાર્ટીના સાંસદોએ ટ્રુડોને ચૂંટણી ન લડવા પણ દબાણ કર્યું
- ટ્રુડો પર વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપવા માટે દબાણ
- જસ્ટિન ટ્રુડો અને તેમની પાર્ટીની લોકપ્રિયતામાં ભારે ઘટાડો
An Ultimatum to Justin Trudeau : ભારત સાથે ચાલી રહેલા રાજદ્વારી વિવાદ વચ્ચે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પોતાના જ ઘરમાં હવે ઘેરાઇ ગયા છે. ટ્રુડોની પાર્ટીના સાંસદોએ તેમને ચોથી ટર્મ માટે ચૂંટણી ન લડવા અને પદ પરથી રાજીનામું આપવા (An Ultimatum to Justin Trudeau) કહ્યું છે. એટલું જ નહીં, લિબરલ પાર્ટીના સાંસદોએ ટ્રુડો માટે આ અંગે નિર્ણય લેવા માટે 28 ઓક્ટોબરની સમયમર્યાદા નક્કી કરી હતી. કેટલાક સાંસદોએ તો એમ પણ કહ્યું કે જો ટ્રુડોએ 28 ઓક્ટોબર સુધીમાં પદ છોડવાનો નિર્ણય નહીં લીધો તો તેમને ગંભીર પરિણામો ભોગવવા પડશે.
જસ્ટિન ટ્રુડો અને તેમની પાર્ટીની લોકપ્રિયતામાં ભારે ઘટાડો
કેનેડામાં જસ્ટિન ટ્રુડો અને તેમની પાર્ટીની લોકપ્રિયતામાં ભારે ઘટાડો થયો છે. આ જ કારણ છે કે ટ્રુડો પર વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જસ્ટિન ટ્રુડોએ તેમની પાર્ટીના નેતાઓ સાથે બેઠક પણ કરી હતી. આ મીટિંગ પછી ટ્રુડોએ કહ્યું હતું કે લિબરલ પાર્ટી મજબૂત અને એકજૂથ છે, પરંતુ પાર્ટીના 20 સાંસદોએ અલગ જ વાત કહી. હકીકતમાં, 20 સાંસદોએ પત્ર લખીને ટ્રુડોને પીએમ પદ પરથી રાજીનામું આપવાની માંગ કરી છે. આ સાંસદોએ આગામી ચૂંટણી પહેલા ટ્રુડોના રાજીનામાની માંગણી કરી છે.
આ પણ વાંચો---ભારતના કડક વલણ બાદ Justin Trudeau ના સૂર બદલાયા..કહ્યું..અમે ભારત સાથે લડાઇ નથી ઇચ્છતા
ટ્રુડોને પદ પરથી હટાવવાની માંગ કરતો પત્ર લખ્યો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેનેડાની લિબરલ પાર્ટીના સાંસદ કેન મેકડોનાલ્ડનું કહેવું છે કે 'તેમણે સાંભળવાનું શરૂ કરવું જોઈએ અને લોકોને સાંભળવું જોઈએ.' કેર મેકડોનાલ્ડ પણ એવા 20 સાંસદોમાં સામેલ છે જેમણે ટ્રુડોને પદ પરથી હટાવવાની માંગ કરતો પત્ર લખ્યો છે. મેકડોનાલ્ડે કહ્યું કે તે આગામી ચૂંટણી નહીં લડે. આનું કારણ જણાવતા તેમણે કહ્યું કે આનું કારણ લિબરલ પાર્ટીની ઘટી રહેલી લોકપ્રિયતા છે.
ટ્રુડોની નેતૃત્વ ક્ષમતા પર સવાલો
ઉલ્લેખનીય છે કે જસ્ટિન ટ્રુડોએ સંકેત આપ્યા છે કે તેઓ ચોથી ટર્મ માટે પણ પોતાનો દાવો રજૂ કરશે. જોકે, ટોરોન્ટો અને મોન્ટ્રીયલ એમ બે જિલ્લાઓમાં યોજાયેલી ખાસ ચૂંટણીમાં ટ્રુડોની પાર્ટી લિબરલ્સને હારનો સામનો કરવો પડ્યો છે. જે બાદ ટ્રુડોની નેતૃત્વ ક્ષમતા પર સવાલો ઉઠી રહ્યા છે. તાજેતરના સર્વેમાં પણ ટ્રુડોની લિબરલ પાર્ટી વિપક્ષી કન્ઝર્વેટિવ પાર્ટી કરતા પાછળ છે.
આ પણ વાંચો---Delhi : વિદેશ મંત્રાલય Justin Trudeau પર ભડક્યું, કહ્યું- પુરાવા બતાવો અને પછી...