Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કેનેડાના PM જસ્ટીન ટ્રુડોનો સોશિયલ મીડિયામાં ઉડી રહ્યો છે ખૂબ મજાક, મીમ્સ જોઇ તમારી હસી છુટી જશે

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના એક નિવેદન બાદ ભારત સાથે તેના સંબંધને મોટી અસર પડી રહી છે. ખાલિસ્તાની આતંકવાદીની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી વિવાદે સોશિયલ મીડિયા પર હોબાળો મચાવ્યો છે. બંને દેશોના વચ્ચે હાલમાં ચાલી રહેલા રાજદ્વારી વિવાદ...
કેનેડાના pm જસ્ટીન ટ્રુડોનો સોશિયલ મીડિયામાં ઉડી રહ્યો છે ખૂબ મજાક  મીમ્સ જોઇ તમારી હસી છુટી જશે

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના એક નિવેદન બાદ ભારત સાથે તેના સંબંધને મોટી અસર પડી રહી છે. ખાલિસ્તાની આતંકવાદીની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી વિવાદે સોશિયલ મીડિયા પર હોબાળો મચાવ્યો છે. બંને દેશોના વચ્ચે હાલમાં ચાલી રહેલા રાજદ્વારી વિવાદ વચ્ચે સોશિયલ મીડિયામાં કેનેડાના PM જસ્ટિન ટ્રુડોનો મજાક શરૂ થઇ ગયો છે. તેમને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

Advertisement

સોશિયલ મીડિયામાં ટ્રુડોનો ઉડ્યો મજાક

આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના વલણને લઈને સમગ્ર વિશ્વમાં તેમની મજાક ઉડાવવામાં આવી રહી છે. કેનેડિયન PM ના વાહિયાત નિવેદન પછી ભારતની કાર્યવાહીએ ટ્રુડો વિશે સોશિયલ મીડિયા પર મીમ્સનું પૂર લાવી દીધુ છે. યુઝર્સ કેનેડિયન પીએમને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. બંને દેશો વચ્ચેની આ લડાઈને ઈન્ટરનેટ યુઝર્સે હાસ્યાસ્પદ વળાંક આપ્યો છે. ભારત અને કેનેડા વચ્ચેના તણાવ પર લોકો એવા મીમ્સ શેર કરી રહ્યા છે કે જોનારા પેટ પકડી લેશે. કેટલાક તેને 2021માં વાયરલ થયેલી 'બાગપત ફાઇટ' સાથે જોડી રહ્યા છે, જ્યારે અન્ય લોકોએ ભારત અને કેનેડા વચ્ચેની લડાઈની સરખામણી ફિલ્મ 'ગોલમાલ'ના એક દ્રશ્ય સાથે કરી છે. તમામ મીમ્સમાં લોકો કેનેડાના PM જસ્ટિન ટ્રુડોની આકરી ટીકા કરી રહ્યા છે.

Advertisement

જુઓ સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવેલા આ ફની મીમ્સ

2021માં વાયરલ થયેલી 'બાગપત ફાઇટ' ને ભારત અને કેનેડાની ફાઈટ સાથે સરખાવવામાં આવી

Advertisement

એક યુઝરે લખ્યું છે કે, કેનેડા આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રય બનવાની દોડમાં છે

ભારત અને કેનેડા વચ્ચેની લડાઈની સરખામણી ફિલ્મ 'ગોલમાલ'ના એક દ્રશ્ય સાથે

ગયા મહિને, સ્વતંત્રતા દિવસના અવસર પર, અક્ષય કુમારે ટ્વિટર પર જાહેરાત કરી હતી કે તે તેની કેનેડિયન નાગરિકતાનો ત્યાગ કરી રહ્યો છે અને ફરીથી ભારતીય પાસપોર્ટ મેળવી રહ્યો છે. 55 વર્ષીય અભિનેતા અક્ષય કુમારે કહ્યું હતું કે તે ફરી એકવાર ભારતીય નાગરિક બની ગયો છે. હવે તે દિલથી અને નાગરિકતા બંને રીતે ભારતીય છે.

ઉલ્લેખનીય છે કે, કેનેડાના PM જસ્ટિન ટ્રુડોને ભારત વિરુદ્ધ નિવેદન આપવાનું મોંઘુ પડી રહ્યું છે. વૈશ્વિક મીડિયા અને વિશ્વભરના નેતાઓએ પણ આ આરોપો પર ચિંતા વ્યક્ત કરી છે. વળી, મોદી સરકારે પણ ટ્રુડોની કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપ્યો છે અને કેનેડિયન રાજદ્વારીને ભારતમાંથી હાંકી કાઢ્યા છે.

આ પણ વાંચો - ભારત સાથે બગડતા સંબંધો વચ્ચે હવે કેનેડામાં વસતા ભારતીયોની સુરક્ષા સામે વધી ગયો છે ખતરો : શશિ થરૂર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.