Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

India-Canada Dispute : 40 કેનેડિયન રાજદ્વારીઓને 10 ઓક્ટોબર સુધી ભારત છોડી દેવા આદેશ

કેનેડાના PM જસ્ટિન ટ્રૂડો દ્વારા ભારત વિરુદ્ધ નિવેદન બાદથી જ બંને દેશોના સંબંધો પર અસર પડતી જોવા મળી રહી છે. ત્યારે હાલમાં ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાનને લઈને વિવાદ ઉગ્ર બન્યો છે. ભારત સરકારે ડઝનેક કેનેડિયન રાજદ્વારીઓને દેશ છોડવાનો આદેશ જારી...
india canada dispute   40 કેનેડિયન રાજદ્વારીઓને 10 ઓક્ટોબર સુધી ભારત છોડી દેવા આદેશ

કેનેડાના PM જસ્ટિન ટ્રૂડો દ્વારા ભારત વિરુદ્ધ નિવેદન બાદથી જ બંને દેશોના સંબંધો પર અસર પડતી જોવા મળી રહી છે. ત્યારે હાલમાં ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાનને લઈને વિવાદ ઉગ્ર બન્યો છે. ભારત સરકારે ડઝનેક કેનેડિયન રાજદ્વારીઓને દેશ છોડવાનો આદેશ જારી કર્યો છે. આ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી છે.

Advertisement

40 કેનેડિયન રાજદ્વારીઓને ભારત છોડવા આદેશ

ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલ વિવાદનો અંત નથી આવી રહ્યો અને તે દરમિયાન એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ભારત સરકારે કેનેડાને દેશમાંથી ડઝનબંધ રાજદ્વારીઓને પાછા બોલાવવાનું કહ્યું છે. એક અખબાર અનુસાર, ભારત સરકારે કેનેડાને કહ્યું કે તેના રાજદ્વારીઓ ભારત છોડી દે. સમગ્ર મામલાની જાણકારી ધરાવતા લોકોએ કહ્યું કે મોદી સરકારે કહ્યું છે કે 40 કેનેડિયન રાજદ્વારીઓ 10 ઓક્ટોબર સુધીમાં ભારત છોડી દે.

Advertisement

વિવાદની શરૂઆત

ભારત અને કેનેડા વચ્ચેનો વિવાદ અટકવાનું નામ નથી લઇ રહ્યો. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો હતો. તેમણે નિજ્જરને પોતાનો નાગરિક ગણાવ્યો હતો અને કહ્યું હતું કે આ હત્યામાં ભારતીય એજન્ટ સામેલ છે. ભારતે તેમના આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા હતા. ત્યારથી બંને દેશો વચ્ચેના સંબંધો સતત બગડતા રહ્યા છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે ભારતમાં કેનેડાનો રાજદ્વારી સ્ટાફ કેનેડામાં ભારતના રાજદ્વારી સ્ટાફ કરતા મોટો છે અને સમાનતા હોવી જોઈએ.
ભારતને કેમ લેવું પડ્યું આ પગલું ?
જણાવી દઈએ કે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો આ દિવસોમાં સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. જણાવી દઇએ કે, ગયા જૂનમાં કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં એક ગુરુદ્વારાની બહાર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરવામાં આવી હતી. કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ આ માટે ભારતીય એજન્ટોને જવાબદાર ઠેરવ્યા હતા અને સંસદમાં ઊભા રહીને કહ્યું હતું કે તેમની ગુપ્તચર એજન્સીઓને માહિતી મળી હતી કે આ હત્યામાં ભારત સામેલ હોઈ શકે છે.
જયશંકરે અમેરિકામાં કેનેડા સરકાર પર પ્રહારો કર્યા હતા
જસ્ટિન ટ્રુડોના આરોપોને ભારતે વાહિયાત ગણાવીને ફગાવી દીધા હતા. જ્યારે કેનેડાએ એક ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યો હતો, ત્યારે ભારતે પણ જવાબમાં કેનેડિયન રાજદ્વારીને હાંકી કાઢ્યો હતો. આ પછી ભારતે કેનેડાના નાગરિકો માટે વિઝા સેવાઓ પણ સ્થગિત કરી દીધી. ભારત સરકારે કેનેડાને નિજ્જરની હત્યામાં તેની કથિત સંડોવણીના પુરાવા આપવા માંગ કરી હતી, પરંતુ કેનેડા દ્વારા હજુ સુધી કોઈ પુરાવા આપવામાં આવ્યા નથી. તાજેતરમાં જ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અમેરિકાના પ્રવાસે હતા. ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદ પર પણ બંને દેશો વચ્ચે ચર્ચા થઈ હતી. આ દરમિયાન જયશંકરે કેનેડા પર આકરા પ્રહારો કર્યા હતા.
કેનેડાની સરકાર પર કટ્ટરવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ
એક કાર્યક્રમ દરમિયાન એસ જયશંકરે કહ્યું કે કેનેડાની સરકાર છેલ્લા કેટલાક વર્ષોથી આતંકવાદ, કટ્ટરવાદ અને હિંસાને પ્રોત્સાહન આપી રહી છે. જયશંકરે કહ્યું કે, ભારતે ઘણી વખત કેનેડા સરકારને ખાલિસ્તાની આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા કહ્યું હતું પરંતુ કેનેડા સરકારે તેના પર ધ્યાન આપ્યું ન હતું. જયશંકરે એમ પણ કહ્યું કે કેનેડામાં ભારતીય મિશન અને રાજદ્વારીઓને ધમકીઓ અને હુમલા કરવામાં આવી રહ્યા છે. આ કોઈ સામાન્ય બાબત નથી અને જો વિશ્વના અન્ય કોઈ દેશના રાજદ્વારીઓ સાથે આવું બન્યું હોત તો શું વિશ્વના દેશોએ પણ તેના પર પ્રતિક્રિયા ન આપી હોત?

આ પણ વાંચો - ‘PM મોદીએ શીખો માટે બહુ સારા કામ કર્યા છે, ખાલિસ્તાન માત્ર મુઠ્ઠીભર લોકોની માંગ’ શીખ સમુદાયના ઉદ્યોગપતિનું મોટુ નિવેદન

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.