Canada : વાનકુવરમાં મોટી દુર્ઘટના, ફેસ્ટીવલમાં SUV ઘૂસી, અનેકના મોત
Canada : કેનેડાના વાનકુવરમાં ચાલુ રહેલા વાર્ષિક લાપુ લાપુ સ્ટ્રીટ ફેસ્ટીવલ (Lapu Lapu Festival) માં ભયાનક દુર્ઘટના (Vancouver Tragedy) સામે આવી છે. મોટી સંખ્યામાં લોકોની હાજરી વચ્ચે પુરઝડપે આવતી એસયુવી કાર ઘૂસી છે. અને અનેકને કચડી કાઢ્યા છે. આ ઘટનામાં અનેકના મોત નિપજ્યા હોવાનું સપાટી પર આવ્યું છે. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. ઘટના બાદ પોલીસ, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી છે. અને રસ્તા પર પડેલા મૃતકો અને ઘાયલોની મદદ કરી રહી છે.
દુર્ઘટના અને આતંકી હુમલા બંને એંગલથી તપાસ
વાનકુવરની સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે રાત્રે 8 કલાકે ઇ. 41 વેં એવન્યુ અને ફ્રેઝરમાં સ્ટ્રીટ ફેસ્ટીવલ ચાલી રહ્યું હતું. દરમિયાન અચાનક દુર્ઘટના સામે આવી છે. આ ઘટના સર્જનાર ચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઘટનામાં કેટલા લોકોના મોત નિપજ્યા છે, તે હજીસુધી જાણી શકાયું નથી. આ ઘટનાને દુર્ઘટના અને આતંકી હુમલા બંને એંગલથી તપાસવામાં આવી રહ્યા છે.
અચાનક એક પુરઝડપે આવતી કાર તેમાં ઘૂસી ગઇ
વાનકુવરના મેયર કિમ સિમ દ્વારા દુર્ઘટનાની પુષ્ટિ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, આ વાત જાણીને હું સ્તબ્ધ છું. આ ડરાવની ઘટના હતી. લાપુ લાપુ ડે ફેસ્ટીવલ ચાલી રહ્યો હતો, અને લોકો તેનો આનંદ માણી રહ્યા હતા. તેવામાં અચાનક એક પુરઝડપે આવતી કાર તેમાં ઘૂસી ગઇ હતી. અને ઘટના સ્થળે મરણચીસો સંભળાઇ હતી. લોકો પોતાનો જીવ બચાવવા માટે આમતેમ દોડી રહ્યા હતા.
27 એપ્રિલને લાપુ લાપુ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે
આ મોટી ઘટનામાં ચાલક નશાની હાલતમાં હતો કે, પછી કારની બ્રેક ફેઇલ થઇ ગઇ હતી, સહિતના તમામ પાસાઓને ધ્યામાં રાખીને તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. વર્ષ 2023 થી 27 એપ્રિલને લાપુ લાપુ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. આ ફેસ્ટીવલ બીસી અને સનસેટ ઓન ફ્રેઝર બિઝનેસ એસો. દ્વારા દક્ષિણ વાનકુવરમાં આયોજિત કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો --- Pahalgam Attack : પાકિસ્તાનમાં ઇમરજન્સી જેવી સ્થિતી, કરાચીમાં કલમ 144 લાગુ