Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Budget 2024 : PM મોદીએ બજેટને ઐતિહાસિક ગણાવ્યું, કહ્યું- 'તે ચાર સ્તંભોને મજબૂત કરશે...'

નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે સંસદમાં વર્ષ 2024-25 માટે વચગાળાનું બજેટ (Budget) રજૂ કર્યું. વચગાળાનું બજેટ રજૂ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન પણ આવ્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ બજેટ (Budget) ચાર સ્તંભોને મજબૂત બનાવશે. તેમણે કહ્યું કે...
budget 2024   pm મોદીએ બજેટને ઐતિહાસિક ગણાવ્યું  કહ્યું   તે ચાર સ્તંભોને મજબૂત કરશે

નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે સંસદમાં વર્ષ 2024-25 માટે વચગાળાનું બજેટ (Budget) રજૂ કર્યું. વચગાળાનું બજેટ રજૂ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન પણ આવ્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ બજેટ (Budget) ચાર સ્તંભોને મજબૂત બનાવશે. તેમણે કહ્યું કે યુવાનો, મહિલાઓ, ગરીબો અને ખેડૂતોને આનો લાભ મળશે. તેમણે કહ્યું કે આ બજેટ (Budget) દરેકનો વિકાસ કરનારું છે. તેમણે કહ્યું કે બજેટમાં તમામ વર્ગોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

Advertisement

વડાપ્રધાન મોદીએ કહ્યું કે 'આજનું બજેટ (Budget) માત્ર વચગાળાનું બજેટ નથી, પરંતુ તે સમાવેશક અને નવીન પણ છે. આ બજેટ વિકસિત ભારતના ચાર સ્તંભોને સશક્ત બનાવશે - યુવા, ગરીબ, મહિલાઓ, ખેડૂતો. આ બજેટ દેશના ભવિષ્યના નિર્માણ માટેનું બજેટ છે.

Advertisement

તેમણે કહ્યું કે આ બજેટ (Budget) યુવા ભારતની યુવા આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે. બજેટમાં બે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. રિસર્ચ અને ઈનોવેશન માટે 1 લાખ કરોડ રૂપિયાનું ફંડ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે, સ્ટાર્ટઅપ માટે ઉપલબ્ધ કર મુક્તિના વિસ્તરણની પણ બજેટ (Budget)માં જાહેરાત કરવામાં આવી છે. આમાં રાજકોષીય ખાધને અંકુશમાં રાખીને મૂડી ખર્ચને 11 લાખ 11 હજાર 111 કરોડ રૂપિયાની ઐતિહાસિક ઉચ્ચતમ સપાટી આપવામાં આવી છે.

Advertisement

વડાપ્રધાને કહ્યું કે આજે આ બજેટ (Budget)માં ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. NANO DAP નો ઉપયોગ, પ્રાણીઓ માટે નવી યોજનાઓ, PM મત્સ્ય સંપદા યોજનાનું વિસ્તરણ અને સ્વનિર્ભર તેલ બીજ અભિયાન ખેડૂતોની આવકમાં વધારો કરશે અને ખર્ચમાં ઘટાડો કરશે.

આ પણ વાંચો : Budget 2024 : નાણામંત્રીએ 2024 માં BJP ની વાપસીની કરી ભવિષ્યવાણી, જુલાઈમાં આવશે સંપૂર્ણ Budget…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.