Bopal માં MICA નાં વિદ્યાર્થીની હત્યા કરનારો નીકળ્યો પોલીસકર્મી!
- આ ઘટનાને લઈ પોલીસ વિરુદ્ધ અનેક સવાલો ઉઠ્યા હતા
- સરખેજ પોલીસ સ્ટેશનમાં કામ કરતા હેડ કોન્સ્ટેબલ
- યુવક લોહીલુહાણ થતાં કારચાલક ત્યાંથી ફરાર થયો હતો
Bopal Murder Case : તાજેતરમાં અમદાવાદનાં (Ahmedabad) બોપલ વિસ્તારમાં રવિવારે રાત્રે એક ચોંકાવનારી ઘટના બની હતી. આ ઘટના એક વ્યક્તિએ નજીવી બાબતમાં એક યુવકને ઘાતકરીતે ઝરીના ઘા ઝીંક્યા હતા. તેના કારણે યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જોકે આ ઘટનાને લઈ પોલીસ અને અમદાવાદના વહીવટી તંત્ર વિરુદ્ધ અનેક સવાલો ઉઠાવ્યા હતા. ત્યારે આ ઘટનાને લઈ વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે.
સરખેજ પોલીસ સ્ટેશનમાં કામ કરતા હેડ કોન્સ્ટેબલ
મળતી માહિતી મુજબ, આ ઘટનામાં માયકાના એક વિદ્યાર્થીનું મોત થયું હતું. ત્યારે એવા અહેવાલો સામે આવ્યા છે, જેમાં આ વિદ્યાર્થીનું મોત સરખેજ પોલીસ સ્ટેશનમાં કામ કરતા હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ પઢેરિયા કરવામાં આવ્યું હોય, તેવું સામે આવી રહ્યું છે. તો અમદાવાદ ક્રાઈમ બોન્ચે પંજાબમાંથી વિક્રમસિંહ પઢેરિયાની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ અંગે કોઈ સ્પષ્ટ માહિતી પોલીસ દ્વારા શેર કરવામાં આવી નથી. તો ત્યારે હવે, આગળ એ જોવાનું રહ્યું કે, આ અંગે તપાસમાં કેવા ખુલાસાઓ થાય છે.
યુવક લોહીલુહાણ થતાં કારચાલક ત્યાંથી ફરાર થયો હતો
ઘટનાની વાત કરીએ તો રવિવારે રાત્રે 10 કલાકની આસપાસ બોપલ ફાયર સ્ટેશન (Bhopal fire station) નજીક બે બાઈક સવાર યુવાનો પસાર થઈ રહ્યા હતા. ત્યારે, એક મોંઘી કાર લઈને પૂરઝડપે પસાર થઈ રહેલી વ્યક્તિ એ MICA કોલેજમાં અભ્યાસ કરતા મૂળ ઉત્તરપ્રદેશનાં 23 વર્ષીય પ્રિયાંશુ જૈન નામનાં યુવકને ચપ્પુનાં ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો. કારચાલક સ્પીડમાં જઈ રહ્યો હોવાથી બાઈક પર સવાર બંને યુવકોએ કાર ધીમે હંકારવા માટે ટકોર કરી હતી, જેથી કારચાલકે ગાડી રોકીને બંને યુવકો સાથે તકરાર કરી ઝઘડો કર્યો હતો. દરમિયાન, ઉશ્કેરાયેલા કારચાલકે પોતાનાં વાહનમાંથી ચપ્પુ કાઢીને યુવકને પાછળ પીઠનાં ભાગે ઘા માર્યા હતા. યુવક લોહીલુહાણ થતાં કારચાલક ત્યાંથી ફરાર થયો હતો. સારવાર દરમિયાન યુવકનું મોત (Bopal Murder Case) નીપજ્યું હતું.
આ પણ વાંચો: