Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : 'ધંધા તો 2 નંબર કા કરને કા...' દારૂની પેટીઓ વચ્ચે બુટલેગરે બાનાવી રીલ

અમદાવાદમાં (Ahmedabad) બુટલેગરો બેફામ બન્યા હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. બુટલેગરો બેખોફ બની કોઈ પણ ડર વિના રીલ્સ બનાવીને સોશિયલ મીડિયાનાં (Social Media) માઘ્યમથી વાઇરલ કરી અમદાવાદ પોલીસને જાણે ખુલ્લી ચેલેન્જ આપતા હોય તેવી એક ઘટના સામે આવી...
ahmedabad    ધંધા તો 2 નંબર કા કરને કા     દારૂની પેટીઓ વચ્ચે બુટલેગરે બાનાવી રીલ

અમદાવાદમાં (Ahmedabad) બુટલેગરો બેફામ બન્યા હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. બુટલેગરો બેખોફ બની કોઈ પણ ડર વિના રીલ્સ બનાવીને સોશિયલ મીડિયાનાં (Social Media) માઘ્યમથી વાઇરલ કરી અમદાવાદ પોલીસને જાણે ખુલ્લી ચેલેન્જ આપતા હોય તેવી એક ઘટના સામે આવી છે. બિયર અને દારૂની પેટીઓ વચ્ચે રીલ બનાવીને બુટલેગરે અમદાવાદ પોલીસને (Ahmedabad Police) પડકારી છે. આ રીલ જૂહાપુરા વિસ્તારમાં રહેતા અશરફખાન બાપુ નામના બુટલેગરની હોવાનું સામે આવ્યું છે. જો કે, હવે જોવાનું એ રહેશે કે આ મામલે અમદાવાદ પોલીસે ક્યારે અને કેવી કાર્યવાહી કરે છે ?

Advertisement

રીલ બનાવી બુટલેગરની અમદાવાદ પોલીસને ચેલેન્જ!

અમદાવાદમાં (Ahmedabad) ગુનાહિત પ્રવૃત્તિઓ કરનારા ઇસમોને જાણે હવે પોલીસનો કોઈ ખોફ નથી રહ્યો તેવી એક ઘટના સતત સામે આવી રહી છે. ત્યારે હવે વધુ એક એવી ઘટના બની છે. સોશિયલ મીડિયા પર રીલ (Reels) બનાવીને એક બુટલેગરે અમદાવાદ પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી છે. આ રીલ જુહાપૂરામાં (Juhapura) રહેતા અશરફખાન બાપુ (Ashrafkhan Bapu) નામના બુટલેગરની હોવાનું સામે આવ્યું છે. બુટલેગરે બિયર અને દારૂની (liquor) પેટીઓ વચ્ચે રીલ બનાવી હતી. આ રીલ બનાવીને બુટલેગર અશરફખાન બાપુએ અમદાવાદ DCB અને ક્રાઇમ બ્રાન્ચને ખુલ્લો પડકાર આપ્યો છે.

Advertisement

અગાઉ અનેક લુખ્ખાઓ સાથે બનાવ્યા હતા Video

જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી જ્યારે અશરફખાન બાપુએ કોઈ રીલ બનાવીને પોલીસને પડકાર આપ્યો હોય. પરંતુ, આ પહેલા પણ તેણે અમદાવાદના અનેક લુખ્ખાઓ સાથે વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા. કુખ્યાત આરોપી અને માથાભારે શખ્સ કાલુ ગરદન (Kalu Gardan) સાથે પણ અશરફનો એક વીડિયો અગાઉ વાઇરલ થયો હતો. જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર અશરફખાનના હજારોમાં ફોલોવર્સ છે. જો કે, હવે લોકોમાં ચર્ચા છે કે અમદાવાદ પોલીસ આ મામલે ક્યારે અને કેવી કાર્યવાહી કરે છે ?

Advertisement

આ પણ વાંચો - Chandipura Virus ને લઈ મોટા સમાચાર, વધ્યાં કેસ, સૌથી વધુ આ જિલ્લામાં

આ પણ વાંચો - Chandipura Virus : 15 બાળકોનાં મોત, Sand Flies નો નાશ કરવા ડ્રાઇવ યોજાશે : આરોગ્ય મંત્રી

આ પણ વાંચો - Rajkot: મનપા અને PGVCLની બેદરકારીએ લીધો નિર્દોષ યુવતીનો જીવ!

Tags :
Advertisement

.