Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બુટલેગરોએ પોલીસને પરસેવે રેબઝેબ કર્યા, ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

સાબરકાંઠા જિલ્લા એલસીબી પોલીસે બાતમીના આધારે ફિલ્મ ઢબે પીછો કરી વિદેશીદારૂની હેરાફેરી કરતી ગાડીને પકડી પાડી દારૂ સહિત કુલ કિ.રૂ. 6,26,280 /- નો મુદ્દામાલ સાથે અરવલ્લી જિલ્લાના બે બુટલેગરોની અટકાયત કરી વધુ બે વોન્ટેડ આરોપીઓની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન...
બુટલેગરોએ પોલીસને પરસેવે રેબઝેબ કર્યા  ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

સાબરકાંઠા જિલ્લા એલસીબી પોલીસે બાતમીના આધારે ફિલ્મ ઢબે પીછો કરી વિદેશીદારૂની હેરાફેરી કરતી ગાડીને પકડી પાડી દારૂ સહિત કુલ કિ.રૂ. 6,26,280 /- નો મુદ્દામાલ સાથે અરવલ્લી જિલ્લાના બે બુટલેગરોની અટકાયત કરી વધુ બે વોન્ટેડ આરોપીઓની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. એલસીબી પોલીસ સ્ટાફ ગતરોજ તા.16/07/2003 ના રોજ સાંજના હિંમતનગર એ ડીવીજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરકારી તથા ખાનગી વાહનમાં પ્રોહી વોચમાં હતા દરમિયાન બાતમી મળી હતી કે એક સફેદ કલરની સ્વીફ્ટ ડિઝાયર ગાડી નંબર- G.J.18.BF.0099 માં બે ઈસમો રાજસ્થાનથી ગે.કા. વિદેશી દારૂ ભરી શામળાજી થઈ ગાંભોઇ થઇ અમદાવાદ તરફ જનાર છે.

Advertisement

જે બાતમીના આધારે પોલીસે સહકારી જીન ચાર રસ્તા રોડ ઉપર પ્રોહી, નાકાબંધી/વોચમાં હતા તે દરમ્યાન ગાંભોઇ તરફથી બાતમી મુજબની સફેદ કલરની સ્વીફ્ટ ડિઝાયર ગાડી નંબર-GJ.18.BF.0099 ની ગાડી પુરઝડપે આવતા સરકારી તથા ખાનગી વાહનોથી આડાશ કરી રોડ બ્લોક કરી રોકવા જતા, ગાડીના ચાલકે ગાડી ભગાવી રોડની બાજુમાં આવેલ પથ્થરો તેમજ ડીવાઇડર ઉપર ચડાવી ભાગતા સાથેના પોલીસ સ્ટાફના માણસોએ છુટી લાકડીઓ નાખતા ગાડીના આગળ-પાછળના કાચ તુટી ગયેલ તેમજ ગાડી ડીવાઇડર ઉપર ચડી કુદાવી સહકારી જીન ચાર રસ્તાથી હડીયોલ ગામ તરફ પુરઝડપે ગાડી હંકારી ભાગવા લાગતા સરકારી તથા ખાનગી વાહનોથી પીછો કરતા ગાડીના ચાલકે પોતાના કબ્જાની ગાડી હડીયોલ તરફ ભગાવતા સદર ગાડીનું ખાલી સાઇડનું આગળનું ટાયર ફાટી ગયું હતું.

ચાલકે ગાડી ભગાવવાનું ચાલુ રાખેલ અને તે ગાડી ટાયર ફાટી ગયેલ તેમ છતા લોખંડની રિંગ ઉપર ભગાવતા તેનો સતત પીછો ચાલુ રાખતા નિકોડા ચાર રસ્તાથી વચ્ચેના રોડે થઇ હાથરોલ ગામ પાસેથી ગાંભોઇ તરફ ભગાડતા ગાડીનો પીછો ચાલુ રાખતા ભાવપુર ગામના પાટીયા પાસે સદર ગાડીના ચાલકે ગાડી રોડની સાઇડમાં ઉભી કરી દેતા ગાડીને કોર્ડન કરવા જતા ગાડીમાંથી ચાલક તથા બીજો એક ઇસમ દરવાજા ખોલી રોડ ઉપર ભાગવા જતા બન્ને ઇ મોને દોડી કોર્ડન કરી પકડી પાડયા હતા.

Advertisement

તેમજ તેઓનું નામ ઠામ પુછતાં ચાલકનું નામ (1) સચીન સ/ઓ રાજેશભાઇ મજીભાઇ તરાળ ઉ.વ.21 રહે.બોલુન્દ્રા (ઉપસલ) તા.ભીલોડા જી.અરવલ્લી તથા (2) વિક્કીકુમાર સ/ઓ શીવાજી કાવાજી ખરાડી ઉ.વ.32 મુળ રહે.ચીતરીયા પાલ ખરાડી ફળો તા.વિજયનગર જી.સાબરકાંઠા હાલ રહે.ભીલોડા શ્રીફળ સોસાયટી તા.ભીલોડા જી.અરવલ્લીનો હોવાનુ જણાવતાં સદર પકડાયેલ સ્વીફ્ટ ડીઝાયર ગાડી નંબર-GJ.18.BF.0099 કિ.રૂ.૫,00,000/- તથા ભારતીય બનાવટ વિદેશી દારૂ/બિયર બોટલ નંગ-812 કિ.રૂ.1,16,280/- તથા મોબાઇલ ફોન નંગ-2 કિ.રૂ.10,000/- મળી કુલ કિ.રૂ.6,26,280/- નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી આરોપીઓને અટક કરી આરોપીઓ વિરૂધ્ધ હિંમતનગર એ ડીવીજન પોલીસ મથકે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલ આરોપીઓ

(1) સચીન સ/ઓ રાજેશભાઇ કમજીભાઇ તરાળ ઉ.વ.21 રહે.બોલુન્દ્રા (ઉપસલ) તા.ભીલોડા, જી.અરવલ્લી
(2) વિક્કીકુમાર સ/ઓ શીવાજી કાવાજી ખરાડી ઉ.વ.32 મુળ રહે, ચીતરીયા પાલ ખરાડી ફળો, તા,વિજયનગર જી.સાબરકાંઠા હાલ રહે.ભીલોડા શ્રીફળ સોસાયટી તા.ભીલોડા જી.અરવલ્લી

Advertisement

પકડવાના બાકી આરોપીઓ

(3) રાજસ્થાન ડબાચા ઠેકાનો મુકેશભાઇ સેલ્સમેન પુરૂ નામ સરનામુ જણાઇ આવેલ નથી ( પ્રોહી મુદ્દામાલ ભરી આપનાર )
(4) અલ્તાફ નામના માણસ જેનુ પુરૂ નામ સરનામુ જણાઇ આવેલ નથી તે (પ્રોહી મુદ્દામાલ ભરેલ ગાડી રીસીવ કરવા આવનાર )

અહેવાલ : યશ ઉપાધ્યાય, સાબરકાંઠા

આ પણ વાંચો : વિશ્વની સૌથી મોટી ઓફીસનો રેકોર્ડ હવે થશે ભારતના નામે, જાણો ક્યાં અને કેવી હશે બિલ્ડીંગ

Tags :
Advertisement

.