Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BJP 'સદસ્યતા અભિયાન' નાં નામે જનતા સાથે છેતરપિંડી કરે છે : કોંગ્રેસ

ભાજપ 'સદસ્યતા અભિયાન' પર કોંગ્રેસનાં આરોપ ભાજપ 'સદસ્યતા અભિયાન' નાં નામે જનતાને છેતરે છેઃ કોંગ્રેસ અભિયાન પૂર્ણ કરવા ભાજપ રોજગારીનું મોડલ ઊભું કરે છેઃ કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા સમગ્ર દેશમાં 'સદસ્યતા અભિયાન'ની શરૂઆત કરાઈ છે. ત્યારે ગુજરાતમાં...
bjp  સદસ્યતા અભિયાન  નાં નામે જનતા સાથે છેતરપિંડી કરે છે   કોંગ્રેસ
Advertisement
  1. ભાજપ 'સદસ્યતા અભિયાન' પર કોંગ્રેસનાં આરોપ
  2. ભાજપ 'સદસ્યતા અભિયાન' નાં નામે જનતાને છેતરે છેઃ કોંગ્રેસ
  3. અભિયાન પૂર્ણ કરવા ભાજપ રોજગારીનું મોડલ ઊભું કરે છેઃ કોંગ્રેસ

ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા સમગ્ર દેશમાં 'સદસ્યતા અભિયાન'ની શરૂઆત કરાઈ છે. ત્યારે ગુજરાતમાં ભાજપનાં 'સદસ્યતા અભિયાન' ને (Sadasyata Abhiyan) લઈ કોંગ્રેસ દ્વારા સતત આરોપ લગાવવામાં આવી રહ્યા છે અને રાજ્ય સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) દ્વારા હવે ભાજપ સદસ્યતા અભિયાનનાં નામે જનતાને છેતરે છે તેવો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો - Bharuch : મુમતાજ પટેલ અને ભૂષણ ભટ્ટ સામસામે! સો. મીડિયા પર જામ્યું વાક્યયુદ્ધ!

Advertisement

અભિયાન પૂર્ણ કરવા ભાજપ રોજગારીનું મોડલ ઊભું કરે છેઃ કોંગ્રેસ

ગુજરાત કોંગ્રેસનાં પ્રવક્તા હેમાંગ રાવલ અને કાર્યકર પ્રણવ સોની દ્વારા BJP નાં 'સદસ્યતા અભિયાન' અંગે પ્રતિક્રિયા આપવામાં આવી હતી. તેમણે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, ભાજપ સદસ્યતા અભિયાન થકી જનતા સાથે છેતરપિંડી કરી રહી છે. એક તફર રાજ્યમાં પૂરનો માહોલ છે, ક્યાંક અતિવૃષ્ટિનો માહોલ છે તેની સામે ભાજપનાં નેતાઓ લોકો વચ્ચે નથી જઈ શકતા. રાજ્યમાં લોકો અત્યારે ભાજપનાં (BJP) નેતાઓનો સ્વયંભૂ બહિષ્કાર કરી રહ્યા છે. ભાજપ અત્યારે 'સદસ્યતા અભિયાન' દરમિયાન ટાર્ગેટ પૂરો કરી શક્યું નથી. આથી, ભાજપ સદસ્ય બનાવવા માટે રોજગારીનું નવું મોડેલ ઊભું કરે છે. ભાજપનાં નેતાઓ પૈસા આપીને સદસ્યતા અભિયાનનાં નામે રોજગારી આપી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો - Gujarat High Court એ કહ્યું- ચીફ જસ્ટિસ પસાર થયા બાદ પોલીસકર્મીઓ પટ્ટા કાઢતા થઈ જાય છે..!

'કોંગ્રેસનાં કાર્યકર્તાને ભાજપનાં સભ્ય બનાવાયા'

તેમણે આરોપ લગાવતા કહ્યું કે, શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને સદસ્ય બનાવવામાં આવે છે. દર્દીઓને પણ સભ્ય બનાવ્યા બાદ જ ઈન્જેકશન આપવામાં આવે છે. ભૂતકાળમાં પણ પાકિસ્તાનનાં (Pakistan) નાગરિકને ભાજપનાં સદસ્ય બનાવી દેવામાં આવ્યા હતા. કોંગ્રેસનાં એક કાર્યકર્તા છે, જેમનો પરિવાર સંપૂર્ણ કોંગ્રેસ સાથે જોડાયેલો છે. પરંતુ, નવરંગપુરા વોર્ડનાં (Navrangpura) ભાજપનાં નેતા દીપક પુરોહિતે કોંગ્રેસનાં કાર્યકર્તાને OTP માંગીને સભ્ય બનાવી દીધા. કોંગ્રેસનાં કાર્યકર્તાને છેતરીને OTP માંગીને ભાજપનાં સભ્ય બનાવી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો - Ahmedabad : બોપલમાં 'Hit and Run' કેસમાં 'ગુમ' મિલાપ શાહ સ્વિફ્ટ કારમાંથી ઝડપાયો

Tags :
Advertisement

.

×