Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત તરફ તીવ્ર ગતિથી આગળ વધી રહ્યું છે 'બિપોરજોય'

બિપરજોય વાવાઝોડાને લઈ મોટા સમાચાર ગુજરાત તરફ તીવ્ર ગતિથી આગળ વધી રહ્યું છે બિપરજોય વાવાઝોડાએ ફરીથી પકડી ગતિ 8 કિમી પ્રતિકલાકની ઝડપે વધી રહ્યું છે આગળ હાલ જખૌથી 120 અને દ્વારકાથી 190 કિમી દૂર નલિયાથી 170 અને પોરબંદરથી 280...
ગુજરાત તરફ તીવ્ર ગતિથી આગળ વધી રહ્યું છે  બિપોરજોય
  • બિપરજોય વાવાઝોડાને લઈ મોટા સમાચાર
  • ગુજરાત તરફ તીવ્ર ગતિથી આગળ વધી રહ્યું છે
  • બિપરજોય વાવાઝોડાએ ફરીથી પકડી ગતિ
  • 8 કિમી પ્રતિકલાકની ઝડપે વધી રહ્યું છે આગળ
  • હાલ જખૌથી 120 અને દ્વારકાથી 190 કિમી દૂર
  • નલિયાથી 170 અને પોરબંદરથી 280 કિમી દૂર
  • 140 કિમીના તોફાની પવન સાથે ત્રાટકશે બિપરજોય
  • NDRF, SDRF, આર્મી, નેવી, એરફોર્સની ટીમો સજ્જ
  • સંભવિત સ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સજ્જ
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં 95 હજારથી વધુ લોકોનું સ્થળાંતર 
  • કચ્છ, જામનગર અને દ્વારકામાં અપાયું રેડ એલર્ટ
બિપોરજોય વાવાઝોડું હવે કચ્છ તરફ આગળ ધપી રહ્યું છે. વાવાઝોડું કચ્છના જખૌ પોર્ટથી માત્ર 120 કિમી દુર છે અને કચ્છ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના વિવિધ ભાગમાં તેની અસર વર્તાવાની પણ શરુ થઇ ગઇ છે. ઠેર ઠેર વરસાદ અને ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. વાવાઝોડું આજે રાત્રે 7થી 9 ના ગાળામાં ટકરાશે.  પ્રતિ કલાકે 140 કિમીની ઝડપે વાવાઝોડું ત્રાટકશે.
દરિયો ગાંડોતૂર બન્યો
કચ્છના અને સૌરાષ્ટ્રનો દરિયો ગાંડોતૂર બન્યો છે. ઘણા સ્થળે દરિયા કિનારે લાંગરેલી બોટ પણ ઉંધી વળી ગઇ છે. પોરબંદરના દરિયા કિનારે ચોપાટી પર દરિયાનું રૌદ્ર સ્વરુપ જોવા મળી રહ્યું છે. અમરેલી જીલ્લામાં પણ ઠેર ઠેર વરસાદ પડી રહ્યો છે. દ્વારકામાં પણ દરિયાના ભયાનક દ્રષ્યો જોવા મળી રહ્યા છે.

Advertisement

ખરાબ દ્રષ્યો જોવા મળી રહ્યા છે
જેમ જેમ બિપોરજોય નજીક આવી રહ્યું છે તેમ તેમ ખરાબ દ્રષ્યો જોવા મળી રહ્યા છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ શરુ થઇ ગયો છે. અમદાવાદમાં પણ ભારે પવન ફૂંકાઇ રહ્યો છે અને સમયાંતરે વરસાદી ઝાંપટા પડી રહ્યા છે. ભાવનગરના દરિયામાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે.
મોટાપાયે સ્થળાંતર
કચ્છના દરિયા કિનારાના ગામોમાંથી મોટાપાયે સ્થળાંતર કરાવાયું છે અને ગામડાઓ બંધ જોવા મળી રહ્યા છે. નખત્રાણા સહિતના ગામોમાં બજાર બંધ છે અને લોકો ઘરમાં જ પુરાઇ ગયા છે. નલીયા સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. સાવચેતીના ભાગરુપે જખૌ અને નલિયાના ગ્રામ્ય વિસ્તારમાં વીજ પુરવઠો બંધ કરી દેવાયો છે. પોર્ટ વિસ્તારમાં વીજપોલ ધરાશાયી પણ થયા છે. વાવાઝોડાના સંકટ સામે લડવા માટે તંત્ર સજ્જ બની ગયું છે.
Tags :
Advertisement

.