લેન્ડફોલ થતાં જ બિપોરજોય બન્યું ખતરનાક...!
ગુજરાતના દરિયા કાંઠે તબાહીના દ્રષ્યો ઠેર ઠેર વૃક્ષ અને વીજ પોલ ધરાશાયી વાવાઝોડા બિપોરજોયે ધારણ કર્યું રૌદ્ર સ્વરુપ જખૌની આસપાસ 100 કિમી સુધી નુકશાન અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપોરજોય વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠા સાથે ટકરાઇ ગયું છે. લેન્ડફોલ બાદ દરિયા કાંઠાના...
07:50 PM Jun 15, 2023 IST
|
Vipul Pandya
- ગુજરાતના દરિયા કાંઠે તબાહીના દ્રષ્યો
- ઠેર ઠેર વૃક્ષ અને વીજ પોલ ધરાશાયી
- વાવાઝોડા બિપોરજોયે ધારણ કર્યું રૌદ્ર સ્વરુપ
- જખૌની આસપાસ 100 કિમી સુધી નુકશાન
અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપોરજોય વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠા સાથે ટકરાઇ ગયું છે. લેન્ડફોલ બાદ દરિયા કાંઠાના વિસ્તારોમાં ઠેર ઠેર તબાહીના દ્રશ્યો દેખાવા લાગ્યા છે. અનેક જગ્યાએ ઇલેક્ટ્રિક થાંભલા અને વૃક્ષ પડી ગયા છે.
બિપોરજોયે રૌદ્ર સ્વરુપ ધારણ કર્યું
અત્યારે જે અહેવાલ મળી રહ્યા છે તે મુજબ 500થી વધુ વીજ થાંભલા પડી ગયા છે. હાલમાં ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં પવનની ગતિ 100 કિમીથી વધુ છે. અત્યારે જે સ્થિતી જોવા મળી રહી છે તે જોતાં વાવાઝોડું બિપોરજોયે રૌદ્ર સ્વરુપ ધારણ કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જખૌમાં 100 કિલોમીટર સુધી નુકસાન થયું છે.
લેન્ડફોલ મધરાત સુધી રહેશે
લેન્ડફોલ બાદ દરિયામાં ઉછળતા મોજા 5 મીટર ઉંચા જઈ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બિપોરજોયની લેન્ડફોલ મધરાત સુધી ચાલુ રહેશે. સમગ્ર ગુજરાત અને કચ્છના દરિયાકાંઠે રેડ એલર્ટ જારી રાખવામાં આવ્યું છે. પરિસ્થિતિ એવી આવી છે કે કચ્છ અને દ્વારકામાં વીજકાપ થઈ ગયો છે. પવનની ગતિ સતત વધી રહી છે અને તે ઝડપી પણ બની રહી છે. હાલમાં દ્વારકા, માંડવી, કચ્છ, સોમનાથ, સર્વત્ર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
Next Article