Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bihar : વધુ એક પુલ ધરાશાયી, પુલ નીચે અનેક લોકો ફસાયા હોવાની શંકા

Bridge Collapsed : બિહાર (Bihar) થી એક મોટી દુર્ઘટના (Major Tragedy) ઘટી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. બિહારના સુપૌલ (Supaul) માં એક નિર્માણાધીન પુલ તૂટી (bridge collapsed) પડ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર, પુલ નીચે અંદાજે 30  જેટલા મજૂરો ફસાયા...
bihar   વધુ એક પુલ ધરાશાયી  પુલ નીચે અનેક લોકો ફસાયા હોવાની શંકા

Bridge Collapsed : બિહાર (Bihar) થી એક મોટી દુર્ઘટના (Major Tragedy) ઘટી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. બિહારના સુપૌલ (Supaul) માં એક નિર્માણાધીન પુલ તૂટી (bridge collapsed) પડ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર, પુલ નીચે અંદાજે 30  જેટલા મજૂરો ફસાયા છે. કાટમાળ નીચે ફસાયેલા કામદારોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. હાલ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ પુલ ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવી રહ્યો છે. આ અકસ્માત સવારે 7 વાગ્યાની આસપાસ થયો હતો. રાહત અને બચાવ કાર્ય માટે સ્થાનિક લોકોની મદદ લેવામાં આવી રહી છે.

Advertisement

બિહારમાં પુલ ધરાશાયી

શુક્રવારની સવારે બિહારના સુપૌલમાં મોટી દુર્ઘટના ઘટી છે. આજે સવારે અહીં પુલનો ગર્ડર તુટી પડ્યો હતો. જેમા ઘણા મજૂરો દટાયા હોવાની આશંકા છે. જોકે, હજું સ્પષ્ટ થયુ નથી કે કેટલા લોકો આ દુર્ઘટનામાં ફસાયા છે. સમાચાર મળતા જ આસપાસના લોકો રાહત અને બચાવ કાર્ય માટે એકઠા થઇ ગયા છે. આ પુલ બિહાર રાજ્યના સુપૌલના બાકોરમાં બની રહ્યો છે. અહીં સૌથી મોટી વાત એ છે કે, જેવો આ ભયાનક અકસ્માત થયો કંપનીના લોકો ભાગી ગયા. સુત્રોની માનીએ તો આ દેશનો સૌથી મોટો અંડર કન્સ્ટ્રક્શન બ્રિજ છે.

  • બિહારમાં વધુ એક પુલ ધરાશાયી
  • સુપૌલમાં નિર્માણાધીન પુલ તૂટી પડ્યો
  • અનેક લોકો પુલ નીચે દટાયાની શંકા
  • બચાવ કામગીરી હાથ ધરવામાં આવી

Advertisement

બ્રિજના બાંધકામની ગુણવત્તા સામે સ્થાનિકોએ ઉઠાવ્યા સવાલો

મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના ત્રણ પિલર 50, 51 અને 52ના ગર્ડર પડી જવાને કારણે થઈ હતી. ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને હોસ્પિટલ પહોંચાડવાનું કામ ચાલી રહ્યું છે. બ્રિજના બાંધકામની ગુણવત્તા સામે સ્થાનિક લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. જો તેમની વાત માનવામાં આવે તો લગભગ 40 લોકો આ દુર્ઘટનામાં ફસાયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જણાવી દઇએ કે, આ બ્રિજ ટ્રાન્સ રેલ કંપની દ્વારા બનાવવામાં આવી રહી છે. આ પુલ 10.5 કિલોમીટર લાંબો છે. તે ભારત માલા પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવી રહ્યું છે. તેના નિર્માણનો ખર્ચ લગભગ 1200 કરોડ રૂપિયા છે.

2023 માં પણ પુલ તૂટી પડ્યો હતો

ઉલ્લેખનીય છે કે, અગાઉ જૂન, 2023માં ભાગલપુર જિલ્લાના અગુઆનીથી સુલતાનગંજ વચ્ચે ગંગા નદી પર નિર્માણાધીન ફોર-લેન પુલનો મોટો ભાગ તૂટી પડ્યો હતો. પુલ તૂટી પડવાનો અવાજ 2 કિલોમીટર સુધી સંભળાયો હતો. પુલ તૂટી પડવાનો વીડિયો પણ સામે આવ્યો હતો. આ પુલ 1710 કરોડના ખર્ચે બની રહ્યો હતો. CM નીતિશ કુમારના આ ડ્રીમ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ડિસેમ્બર 2023માં થવાનું હતું. આ બ્રિજ સાથે આ પ્રથમ અકસ્માત ન હતો. 30 એપ્રિલ, 2022ના રોજ પુલના 36 સ્લેબ પણ તૂટી પડ્યા હતા. આ પુલનો શિલાન્યાસ CM નીતિશ કુમારે 23 ફેબ્રુઆરી 2014ના રોજ કર્યો હતો.

Advertisement

આ પણ વાંચો - Bridge Collapses: મહારાષ્ટ્રના ઉરણમાં 35 વર્ષ જૂનો પુલ ધરાશાયી, 2 લોકોના કરૂણ મોત

આ પણ વાંચો - હિમાચલ પ્રદેશમાં અતિ ભારે વરસાદ, ઠેર ઠેર ભૂસ્ખલન, પુલ ધરાશાયી

આ પણ વાંચો - Big News : મિઝોરમના સૈરાંગમાં મોટી દુર્ઘટના, નિર્માણાધિન બ્રિજ તૂટતા 17ના મોત

Tags :
Advertisement

.