Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rajkot દુર્ઘટના બાદ સરકારનો મોટો નિર્ણય, ગુજરાતના તમામ Game Zone બંધ કરવા આદેશ...

રાજકોટ (Rajko)માં આજે વધુ એક આગની ઘટના બની છે. મળતી માહિતી મુજબ, રાજકોટ (Rajko)ના ગેમઝોન (Game Zone)માં ભીષણ આગ લાગી છે. ત્યારે રાજકોટ Rajkotમાં ગેમિંગઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ સરાકરે મોટો નિર્ણય લીધો છે. રાજ્યભરના તમામ ગેમિંગ ઝોન બંધ કરવાનો આદેશ...
08:05 PM May 25, 2024 IST | Dhruv Parmar

રાજકોટ (Rajko)માં આજે વધુ એક આગની ઘટના બની છે. મળતી માહિતી મુજબ, રાજકોટ (Rajko)ના ગેમઝોન (Game Zone)માં ભીષણ આગ લાગી છે. ત્યારે રાજકોટ Rajkotમાં ગેમિંગઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ સરાકરે મોટો નિર્ણય લીધો છે. રાજ્યભરના તમામ ગેમિંગ ઝોન બંધ કરવાનો આદેશ આપ્યો છે. આગ એટલી ભીષણ છે કે 2 થી 3 કિલોમીટર દૂરથી આગના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. મોકાજી સર્કલ (Mokaji Circle) પાસે ગેમઝોન (Game Zone)માં આગથી અફરાતફરી મચી ગઈ છે. ગેમઝોન(Game Zone)માં લાગેલી આગમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. આગને પગલે ફાયર વિભાગ (Fire Brigade)ની 10 જેટલી ટીમ ઘટનાસ્થળે દોડી આવી છે.

તમને જણાવી દઈએ કે આ આગની ઘટનામાં ગેમઝોન (Game Zone)માં કેટલાક બાળકો પણ ફસાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. ત્યારે હવે આ અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં આઠ લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે તો હજુ મોતનો આંકડો વધી શકે છે. તો ગેમઝોનના સ્ટ્રક્ચર ડિઝાઇનને લઈને સંચાલકો શંકાના ઘેરામાં આવી ગયા છે. છેલ્લે મળતી માહિતી મુજબ ગેમઝોનના સંચાલકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાં આવી શકે છે. આશરે દોઢ કલાકથી આગ ચાલુ છે પરંતુ TRP ગેમઝોનના માલિકનું કોઈ નિવેદન સામે આવ્યું નથી.

સળગતા સવાલ...

શહેરના તમામ ગેમિંગ ઝોન બંધ કરવાનો આદેશ

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આગ પર કાબૂ મેળવ્યા બાદ અને કુલિંગ ઓપરેશન હાથ ધર્યા બાદ મૃત્યુઆંકની સચોટ માહિતી મળી શકશે. તેમણે કહ્યું કે અમે આગના કારણની પણ તપાસ કરીશું. પોલીસ અધિકારીએ જણાવ્યું કે શહેરના તમામ ગેમિંગ ઝોનને બંધ કરવાના આદેશો જારી કરવામાં આવ્યા છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલે રાહત કાર્યના આદેશ આપ્યા છે

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે રાજકોટમાં ગેમિંગ ઝોનમાં લાગેલી આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મહાનગરપાલિકા અને વહીવટીતંત્રને તાત્કાલિક બચાવ અને રાહત કાર્ય માટે સૂચનાઓ આપવામાં આવી છે. ઘાયલોની તાત્કાલિક સારવારની વ્યવસ્થાને પ્રાથમિકતા આપવા પણ સૂચનાઓ આપવામાં આવી છે.

આ પણ વાંચો : Rajkot : ગેમઝોનમાં ભીષણ આગ, 10 ના મોતની આશંકા, LIVE Updates

આ પણ વાંચો : Gandhinagar : નર્મદા કેનાલ બની મોતની કેનાલ, 24 કલાકમાં મળ્યા 5 મૃતદેહ

આ પણ વાંચો : Gir Somnath : જાફરાબાદ કસ્ટોડિયલ ડેથ મામલે ધારાસભ્ય હીરા સોલંકીનું નિવેદન

Tags :
fire at gaming zone in Rajkotfire broke out in TRP game zonegaming zone fireGujaratGujarat NewsRajkot fileRajkot fireRajkot fire broke outRajkot News
Next Article